SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ (11) પ્રતિમાશતક કાવ્ય-૮૦ विषयान्तरसञ्चारविरहेण सदा ध्यायामीति ध्वन्यते। कां क इव ? उत्फुल्लां मालती मधुकर इव भ्रमर इव। स हि मालतीगुणज्ञस्तदसम्पत्तौ अपि तत्पक्षपातं न परित्यजति। तथा प्रिया मनोहारिणीं रेवामिव इभः हस्ती, तस्य तद्गहनक्रीडयैव रत्युत्पत्तेः। तथा माकन्दुद्रुममञ्जरी-सहकारतरुमञ्जरी कीदृशीं ? मधौ वसन्ते सौन्दर्यं भजतीत्येवंशीला तां पिक इव-कोकिल इव, स हि सहकारमञ्जरीकषायकण्ठः कलकाकलीकलकलैर्मदयति च यूनां मन इति। तथा द्योः पतिः-इन्द्रो नन्दद्भिश्चन्दनैश्चार्वी या नन्दनवनीभूमिस्तामिव, स हि प्रियाविरहतापमपि तच्चारुभावचारिमचमत्कारदर्शनाद् विस्मरतीति। अत्र रसनोपमाऽलङ्कारः ॥७९॥ मोहोद्दामदवानलप्रशमने पाथोदवृष्टिः शम श्रोतोनिर्झरिणी समीहितविधौ कल्पद्रुवल्लिः सताम्। संसारप्रबलान्धकारमथने मार्तण्डचण्डद्युति__ जैनी मूर्तिरुपास्यतां शिवसुखे भव्याः पिपासाऽस्ति चेत् ॥ ८०॥ પ્રતિમાની હાર્દિક સ્તવના હવે ઉપસ્થિત થયેલી ભક્તિથી જાણે કે પ્રેરાયા ન હોય, તેમ ભગવાનની પ્રતિમાની સ્તવના કરે છે– કાવ્યાર્થઃ- જેમ ભમરો વિકસિત માલતીને એક ક્ષણ પણ છોડતો નથી, જેમ ગજરાજ પ્રિય રેવાનદીને પળવાર પણ ત્યજતો નથી, જેમ કોયલ વસંતઋતુમાં આમ્રવૃક્ષની સૌદર્ય પામતી મંજરીઓને ઘડીભર પણ મુકવા તૈયાર નથી અને જેમ ઇંદ્ર આનંદદાયક ચંદનોથી મનોહર બનેલી નંદનવનની ભૂમિને ક્ષણવાર પણ દૂર કરી શકતો નથી; તેમ હું પણ તીર્થકરની પ્રતિમાને મારા હૃદયસિંહાસન પરથી એક ક્ષણ માટે પણ અલગ કરી શકતો નથી. | હું મનને અન્ય વિષયોમાં ભટકાવવાનું છોડી સતત તીર્થેશપ્રતિમાનું જ ધ્યાન ધરું છું, કાવ્યનો આધ્વનિ છે. કવિએ આ બાબતમાં ચાર ઉપમા આપી છે. (૧) ભમરાને માલતીના ગુણોનો ખ્યાલ હોવાથી તે કદી પણ માલતીને છોડતો નથી. જો કદાચ ક્યારેક માલતી પુષ્પનો સંગ ન થાય, તો પણ તેનાપ્રત્યેના પોતાના પક્ષપાત(=અવિહડ સ્નેહ)ને તો છોડતો જ નથી. એમ હું પણ પ્રભુની પ્રતિમાના ગુણ-લાભ-ઉપકાર સમજતો હોવાથી પળભરમાટે પણ તે પ્રતિમાથી અલગ થવા ઇચ્છતો નથી. સાધુક્રિયા વગેરે અન્ય યોગો અને કારણોથી કદાચ પ્રતિમાના બાહ્ય દર્શનથી વંચિત રહેવાનું થાય, તો પણ વીતરાગની પ્રતિમા પ્રત્યેની તીવ્રઆસક્તિના કારણે સતત તેનું જ ધ્યાન ધરું છું. (૨) હાથીને રેવાના ઊંડા જળમાં પેસી ક્રીડા કરવાથી જ આનંદ થાય છે. તેથી તે રેવા(=નર્મદા)ને કદી વિસરી શકતો નથી, તેમ મને પણ કરણાભંડાર પ્રભુની કરુણામય મૂર્તિના સ્વરૂપના ચિંતનરૂપ પાણીમાં ડૂબકી લગાવવાથી જ પરમ આલ્હાદનો અનુભવ થાય છે, તેથી પ્રતિમા વિના મને ઘડીભર પણ ગોઠતું નથી (૩) વસંત-તુમાં શોભાયમાન થયેલી આમ્રમંજરીથી આકર્ષાયેલી કોયલ ખુલ્લા કંઠે કલકલ, મધુર અવ્યક્ત શ્રોત્રપેય ટહુકાઓ સતત કરે છે અને યુવાનોને મદહોશ બનાવે છે. એ જ પ્રમાણે હુંપણ પરમદાસીન્યભાવમાં રમતાં જિનબિંબના સૌંદર્યથી આકર્ષાઇને સતત તેના ગુણગાન કરતા થાકતો નથી. મારા કંઠમાંથી નીકળેલા પરમાત્માના આ ગુણગાનને સાંભળી ધર્મની યુવાનીને પામેલા શ્રદ્ધાળુઓ આનંદવિભોર બની નાચી ઉઠે છે. (૪) તથા ઇંદ્રાણી વગેરે પ્રિયાઓના વિરહમાં પણ ઇંદ્ર સુંદર ચંદનથી શોભતા નંદનવનની ભૂમિ પર બિરાજતાં સુંદર ભાવોના મનોરમ્ય ચમત્કારોના દર્શનથી પોતાની પ્રિયાના વિરહના સંતાપને પણ ભૂલી જાય છે. તેમ હું પણ આમાધ્યશ્યમયી પ્રતિમામાં પળે પળે પલટાતાં મનોરમ્ય ભાવોનું પાન કરવામાં એવો મશગુલ બની જાઉં છું કે ઘડીભર તો પરમાત્માના વિરહના સંતાપને પણ વિસરી જાઉં છું.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy