SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ 39). પ્રતિમાશતક કાવ્ય-9 व्ययेनेत्वरमपि निग्रहं न करोति वन्दनादाविहात्मनः क्षुद्रः, सदाऽसौ यावजीवं सर्वत्यागेन कथं कुर्यादात्मनो निग्रहमिति गाथार्थः ॥ १९६॥ अनयोरेव गुरुलाघवविधिमाह- 'आरंभच्चाएणं नाणाइगुणेसु वड्डमाणेसु। दव्वथयपरिहाणीवि ण होइ दोसाय परिसुद्धा'॥ १९७॥ आरम्भत्यागेन हेतुना ज्ञानादिगुणेषु वर्द्धमानेषु सत्सु द्रव्यस्तवहानिरपि तत्कर्तुर्दोषाय न भवति परिशुद्धा-सानुबन्धा, इति गाथार्थः ॥१९७॥ इहैव तन्त्रयुक्तिमाह'एत्तो च्चिय णिदिट्ठोधम्मम्मिचउव्विहम्मि वि कमोयं । इह दाणसीलतवभावणामए अण्णहाऽजोगा'। १९८॥ अत एव द्रव्यस्तवादिभावान्निर्दिष्टो भगवद्भिर्धर्मे चतुर्विधेऽपि क्रमोऽयं वक्ष्यमाणः। इह-प्रवचने दानशीलतपोभावनामये धर्मे, अन्यथाऽयोगादस्य धर्मस्येति गाथार्थः॥ १९८॥ एतदेवाह- 'संतंपि बज्झमणिच्चं ठाणे दाणंपि जो न वियरेइ । इय खुद्दओ कहं सो सीलं अइदुद्धरं धरई॥ १९९॥ 'अस्सीलो ण य जायइ सुद्धस्स तवस्स हंदि विसओवि। जहसत्तीएऽतवस्सी भावइ कहं भावणाजालं'॥२००॥ सद्= विद्यमानं, बाह्य आत्मनो भिन्नं, अनित्यं अशाश्वतं स्थाने-पात्रादौ, दानमपि पिण्डादि, यो न वितरति=न ददाति क्षौद्र्यात्, इय=एवं क्षुद्रो-वराकः कथमसौ शीलं महापुरुषासेवितमतिदुर्द्धरं धारयति ? नैवेति गाथार्थः ॥ १९९॥ अशीलश्च न जायते शुद्धस्य तपसो मोक्षाङ्गभूतस्य, हन्दि विषयोऽपि । यथाशक्ति वाऽतपस्वी मोहपरतया भावयति कथं भावनाजालम् ? तत्त्वतो नैवेति गाथार्थः॥ २००॥ एत्थ कमे दाणधम्मो दव्वथयरूवमो गहेयव्वो। सेसाउसुपरिसुद्धाणेया भावत्थयसरूवा ॥२०१॥अत्र क्रमे दानधर्मो द्रव्यस्तवरूप एव ग्राह्योऽप्रधानत्वात्। વ્યક્તિ બાહ્ય-ધનત્યાગઆદિદ્વારા ચૈત્યવંદનઆદિ વખતે અલ્પકાળ માટે પણ પોતાનો(=પોતાના સંક્લિષ્ટ મનનો) નિગ્રહ કરતો નથી, તે વ્યક્તિ માવજીવ સર્વસ્વનો ત્યાગ કરી શી રીતે આત્માનો નિગ્રહ કરી શકે? અર્થાત્ ન જ કરી શકે. (પાણી જેવી છાસને પણ માંડ પચાવી શક્તો ચોખ્ખા ઘીથી પેટ ભરવાની પ્રવૃત્તિ કરે તે હાસ્યાસ્પદ છે. દ્રવ્યસ્તવઆદિથી વંદનાદિવખતે અલ્પ અલ્પ નિગ્રહ કરીને સમર્થ બનેલો પછી સર્વસ્વનો ત્યાગ કરી આત્માનો સર્વથા નિગ્રહ કરી શકે.) I/૧૯૬ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના ગૌરવ-લાઘવની વિધિ કહે છે- (અન્ય અન્ય) આરંભોના ત્યાગથી જ્ઞાનાદિ ગુણો વૃદ્ધિ પામ્યા પછી દ્રવ્યસ્તવમાં કરાતો ઘટાડો તે દ્રવ્યસ્તવના કર્તામાટે દોષરૂપ બનતો નથી, પરંતુ ભાવસ્તવના અનુબંધથી યુક્ત હોવાથી પરિશુદ્ધ જ છે. ૧૯૭ી પ્રસ્તુતમાં સિદ્ધાંતની યુક્તિ બતાવે છે- દ્રવ્યસ્તવઆદિનો ક્રમ હોવાથી જ ભગવાને (શાસનમાં) દાન, શીલ, તપ અને ભાવના રૂપ ચાર પ્રકારના ધર્મમાં નીચે બતાવેલો ક્રમ કહ્યો છે, કારણ કે આ ક્રમ વિના ધર્મ સંભવી ન શકે. ૧૯૮ આ જ ક્રમ દશવિ છે- ધનવગેરે બાહ્ય ચીજો પોતાનાથી ભિન્ન છે અને અનિત્ય છે. આવી બાહ્ય વસ્તુ પાસે હોવા છતાં ક્ષુદ્રતાથી પાત્રમાં આહારઆદિનો નિયોગ નહીં કરતો રાંક દાનધર્મ પણ પાળી શકતો નથી, તો તે રાંકડો મહાપુરુષોએ સેવેલા શીલને શી રીતે ઘારી શકે? I૧૯૯ો અને જે શીલને પાળી નથી શક્તો, તે મોક્ષના અંગભૂત શુદ્ધ તપને કેવી રીતે આચરી શકે? જે યથાશક્તિ તપ કરવા તૈયાર નથી, તે મોહાધીન માનવ ભાવનાઓના સમુદાયને શી રીતે ભાવી શકશે? (ધન-ઇન્દ્રિય-શરીર અને મન આ ચારમાં પૂર્વ-પૂર્વના વધુ બાહ્ય-દૂર છે અને તેથી પૂર્વ-પૂર્વનાઅંગે આત્માનો નિગ્રહ કરવામાં અશક્ત વ્યક્તિ ઉત્તર-ઉત્તર અંગે આત્માનો નિગ્રહ કરવામાં સમર્થન બની શકે, તેથી ક્રમશઃ તે ચારને આશ્રયી આત્મનિગ્રહ કરવા દાન-શીલ-તપ અને ભાવ ધર્મ છે, ઇત્યાદિ સૂક્ષ્મ વિચારણા કરવા જેવી છે.) ૨૦વા અહીં ક્રમમાં દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ સમજવો, કારણ કે તે ઉત્તરના ત્રણની અપેક્ષાએ અપ્રધાન છે. બાકીના સુપરિશુદ્ધ શીલવગેરે ત્રણ ધર્મો પ્રધાન હોવાથી ભાવસ્તવસ્તરૂપ છે. ૨૦૧ા આ બાબતમાં અતિદેશ બતાવે છે- “આ પ્રમાણે આગમયુક્તિઓ દ્વારા તે-તે સૂત્રને ઉદ્દેશીને ધીરપુરુષોએ દ્રવ્યસ્તવગેરેનું સ્વરૂપ બરાબર વિચારીને સ્વબુદ્ધિથી જ વિવેક કરવો અને આ દ્રવ્યસ્તવરૂપ છે કે ભાવસ્તવરૂપ છે' ઇત્યાદિ વિભાગ કરવો
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy