SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ વિજાર્યનું દષ્ટાંત 247 अन्नं च- जे तित्थयरेहिं भगवंतेहिं छत्तीसं आयरियगुणे समाइडे, तेसिं तु अहयं एक्कमवि णाइक्कमामि, जइ वि पाणोवरमं हविज्जा । जं चागमे इहपरलोगविरुद्ध तं णायरामि, ण कारयामि, ण कज्जमाणं समणुजाणामि। ता एरिसगुणजुत्तस्सवि जइ भणियं न करेंति, ताऽहमिमेसिं वेसग्गहणं उद्दालेमि। एवं च समए पन्नत्ती जहा- 'जे केइ साहू वा साहूणी वा वायामित्तेण वि असंजममणुचिट्ठज्जा, सेणं सारेज्जा, वारेज्जा, चोएज्जा, पडिचोएज्जा। सेणं सारेज्जते वा, वारेजते वा, चोएजंतेवा, पडिचोइज्जते वा, जेणंतं वयणमवमन्निय अलसायमाणेइ वाअभिनिविढेइ वा ण तहत्ति पडिवज्झइ, इच्छं पउंजित्ताणं तत्थ णो पडिक्कमेज्जा से णं तस्स वेसणहणं उद्दालेज्जा'।[सू. १६] एवं तु आगमुत्तणाएणं गोयमा! जाव तेणायरिएणं एगस्स सेहस्स वेसग्गहणं उद्दालियं ताव णं अवसेसे दिसोदिसंपणठे। ताहे गो० ! सो आयरियो सणियं २ तेसिं पिट्ठीए जाउमारुद्धो, णो णं तुरियं २।से भयवं! किमटुं तुरियं २ णो पयाइ ? गो० ! खाराए भूमीए जे महुरं संकमज्जा, महुराए खारं, किण्हाए पीयं, पीयाओ किण्ह, जलाओ थलं, थलाओ जलं संकमज्जा, ते णं विहिए पाए पमज्जिय २ संकमेयव्वं, णो पमज्जेज्जा तओ दुवालसભૂમિપરથી પાણીમાં જતા પહેલા વિધિપૂર્વક પગનું પ્રમાર્જન કરવું જોઇએ. જો પ્રમાર્જનન કરે તો બાર વર્ષનું પ્રાયશ્ચિત આવે. ગૌતમ! આ હેતુથી તે આચાર્ય જલ્દી જવાને બદલે ધીમે ધીમે ગયા. આ પ્રમાણે સૂત્રોક્ત વિધિથી શુદ્ધપ્રાસુક ભૂમિઓપર સંક્રમણ કરતા આચાર્યની સામે ઘણા દિવસની ભૂખથી પીડાતા શરીરવાળો તીક્ષ્ણ દાઢાથી ભયંકર અને પ્રલયકાળ જેવા ઘોરરૂપવાળો સિંહ આવ્યો. તે મહાત્મા ગચ્છાધિપતિએ વિચાર કર્યો કે - “જો દોડતો જાઉં તો સિંહથી બચી શકું તેમ છું. પરંતુ તેમ કરવામાં અસંયમ છે. અસંયમમાં પ્રવૃત્તિ કરવા કરતા તો શરીરનો નાશ થાય એ સારું છે.' આમ વિચારી વિધિપૂર્વક ઉપસ્થિત થયેલા પેલા શિષ્યને ફરીથી વેશ આપી પોતે જેમાં કોઇ પ્રતિકર્મ કરવાનું નથી, એવા “પાઇપોપગમન'નામના અનશનને સ્વીકાર્યું. શિષ્ય પણ તે મુજબ જ કર્યું નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન અને શુભઅધ્યવસાયમાં રહેલા અત્યંત વિશુદ્ધ હૃદયવાળા આ બન્નેને સિંહે મારી નાખ્યા, પણ તે વખતે શુક્લધ્યાન અને ક્ષપકશ્રેણિદ્વારા ઘાતિકર્મોના ચૂરેચૂરા કરી તે બન્ને મહાત્માઓ અંતઃકૃત કેવલી થયા અને આઠે પ્રકારના કર્મમળના કલંકથી મુક્ત બન્યા, સિદ્ધ થયા. હે ગૌતમ! પેલા બાકીના ચારસો નવ્વાણું શિષ્યો પોતાની દુઘેટાના દોષથી જે દુઃખને અનુભવી રહ્યા છે – જે દુઃખને અનુભવ્યું અને અનંત સંસારસાગરમાં રખડતા જે દુઃખને અનુભવશે, તેનું અનંતકાળે પણ વર્ણન કરવા કોણ સમર્થ છે ? હે ગૌતમ! આ ચારસો નવ્વાણું શિષ્યો પોતાના ગુણસંપન્ન અને મહાનુભાગ ગુરુની આજ્ઞાનો ભંગ કરી વિરાધક થયા અને અનંતસંસારી બન્યા. હે યુક્તિસભરવચનોના વિભાવકો! (અથવા યુક્ત અને અયુક્તના વિભાવકો!) કુવલયપ્રભસૂરિ અને વજાચાર્ય એ બન્નેના આ ચરિત્રો સાંભળીને કુમતિઓ દ્વારા પેદા કરાયેલો મતિ ભ્રમ છોડો.' III સાવધાચાર્ય જિનાલય અંગે સાવદ્ય વચન બોલવાની ના પાડી. એમાં “જિનાલય સાવદ્ય છે” એ આશય ન હતો, પરંતુ “અનધિકૃત વ્યક્તિઓ દ્વારા કરાતી ચેત્યપ્રવૃત્તિની અનુમોદનાનકરવી” એવો આશય હતો. “ચૈત્યપ્રવૃત્તિઅનુમોદના સામાન્યથી-ઉત્સર્ગથી-સ્વરૂપથી કર્તવ્યરૂપ છે, એમાં જ્યારે “અનધિકૃતકફૂંકત્વ' રૂપ વિશેષણ આવે છે, ઉપાધિ આવે છે, ત્યારે તે અનુમોદના અકર્તવ્યરૂપ બને એ અપવાદ છે. આમ અધિકારીએ કરેલી ચેત્યપ્રવૃત્તિ જ અનનુમોદનીય બને છે, નહિ કે બધી. આ તાત્પર્ય છે. દેરાસર બંધાવવું – સમરાવવું વગેરે કાર્યોના અધિકારી ગૃહસ્થ છે. પણ ચેત્યનો જ મઠ તરીકે ઉપયોગ કરવો તો અત્યંત અનુચિત છે. તથા સાધુના વેશમાં આ કાર્યો કરવા એ ઉન્માર્ગરૂપ છે. તેથી આ અનુચિત ચેષ્ટાને પોષણ ન મળે એ હેતુથી સાવધાચાર્યે જિનાલયઅંગે એક વચન પણ બોલવાનો નિષેધ કર્યો. પણ એટલામાત્રથી જિનાલય કે દ્રવ્યસ્તવ સાવઘતરીકે સિદ્ધ થતા નથી. એ જ પ્રમાણે બીજા
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy