SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ 24o પ્રતિમાશતક કાવ્ય-૪) छम्मासेणं खवेज्जा । एवं गाढे दुवालसेहिं संवच्छरेहिं तं कम्मं वेदेज्जा । एवं अगाढपरियावणे वाससहस्स। गाढपरियावणे दसवाससहस्से। एवं अगाढकिलामणे वासलक्खं । गाढकिलामणे दसवासलक्खाइं। उद्दवणे वासकोडी। एवं तेइंदियाइसु पिणेयं। ता एवं च वियाणमाणा मा तुम्हे मुज्झहति। एवं च गो० ! सुत्ताणुसारेणं सारयंतस्सवि तस्सायरियस्स ते महापावकम्मे गमगमहल्लफलेणं हल्लोहल्लीभूएणं तं आयरियाणं वयणं असेसपावकम्मट्टदुक्खविमोयगंणो बहुं मन्नंति॥ सू. १५] ताहे गोयमा! मुणियं तेणायरिएण जहा-निच्छयओ उम्मग्णपट्ठिए सव्वपगारेहिं चेव इमे पावमई दुट्ठसीसे। ता किमट्टमहमिमेसिं पिट्ठीए लल्लीवागरणं करेमाणोऽणुगच्छमाणो य सुक्खाए गयजलाए णदीए उवुझं (उच्छुझं)? एए गच्छतु दसदुवारेहिं अहयं तु तावायहियमेवाणुचिट्ठामि। किं मज्झं परकएणं सुमहंतेणावि पुण्णपन्भारेणं थेवमवि किंची परित्ताणं भविज्जा ? सपरक्कमेणं चेव मे आगमुत्ततवसंजमाणुट्ठाणेण भवोयही तरिअव्वो। एस पुण तित्थयरादेसो जहा → अप्पहियं कायव्वं जइ सक्का परहियं पि पयरेज्जा। अत्तहियपरहियाणं, अत्तहियं चेव कायव्वं ॥१२३॥ अन्नं च जइ एते तवसंजमकिरियं अणुपालिहिंति, तओ एएसिं चेव सेयं होही । जइ ण करेहिंति, तओ एएसिं चेव दुग्गइगमणमणुत्तरं हवेजा। णवरं तहा वि मम गच्छो समप्पिओ। गच्छाहिवई अहयं भणामि। પછી શા માટે હું ફોગટની બુમો પાડતો પાડતો આ લોકોની પાછળ દો? અને પાણી વિનાની શુષ્ક નદીમાંથી પાણી મેળવવાની વ્યર્થ મહેનત કરું? ભલે તેઓ જતાં દશ દ્વારોથી. હું તો મારા આત્મહિતને આચરી લઉં. બીજાઓના બહુ મોટા પુણ્યના સમુદાયથી પણ મારું રક્ષણ થોડું થવાનું છે? આગમમાં કહેલાં તત્ત્વ અને સંયમઅનુષ્ઠાનોને સ્વપુરુષાર્થથી આચરીને જ મારે સંસારસાગર તરવાનો છે. આ બધા કંઇ તરી આપવાના નથી. તીર્થકરનો આ જ આદેશ છે - “આત્મહિત અવશ્ય કરવું, જો શક્ય હોય તો પરહિત કરવું. આત્મહિત-પરહિતના પ્રસંગોમાં આત્મહિત જ કરવું.” (અર્થાત્ આત્મહિત ઘવાતું હોય એ રીતે પરહિત કરવું નહિ) વળી જો આ લોકો તપ-સંયમ-ક્રિયા કરશે, તો તેઓનું જ કલ્યાણ થશે અને તપ-સંયમ-ક્રિયા નહિ કરે, તો તેઓ જ ભયંકર દુર્ગતિમાં જશે. છતાં પણ ગુરુએ આ ગચ્છ મને સોપ્યો છે. તેથી હું આ લોકોના ગચ્છાધિપતિ તરીકે ઓળખાઉં છું. વળી તીર્થકર ભગવંતોએ આચાર્યના જે છત્રીશ ગુણો બતાવ્યા છે, તેમાંથી મેં એક પણ ગુણનો અતિક્રમ કર્યો નથી. બલ્ક પ્રાણના ભોગે પણ સાચવ્યો છે. વળી આગમમાં જે જે આલોક-પરલોક વિરુદ્ધ તરીકે પ્રખ્યાત છે, તેમાંથી મેંકશાનું આચરણ કર્યું નથી, બીજા પાસે કરાવ્યું નથી, કરનારની અનુમોદના કરી નથી. હું આવા ગુણોથી સભર હોવા છતાં આ પાપીઓ મારું કહેલું કરતા નથી. તેથી તેઓને આપેલો વેશ પાછો લઇ લઉં, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે, “જે કોઇ સાધુ કે સાધ્વી વચનમાત્રથી પણ અસંયમને સેવે, તેની સારણા, વારણા, ચોયણા, પ્રતિચોયણા કરવી જોઇએ. સારણાદિ કરવા છતાં જો તે સાધુ કે સાધ્વી આળસ કે અભિનિવેશથી વચનનો અનાદર કરે, ‘તહત્તિ' કહી સ્વીકાર કરે અને ઇચ્છાકારથી પ્રતિક્રમણન કરે તો તે સાધુ કે સાધ્વીને આપેલો વેશ પાછો લઇ લેવો જોઇએ.' હે ગૌતમ! આ પ્રમાણે આગમમાં કહેલા ન્યાયને અનુસાર આચાર્યે એક શિષ્યનો વેશ ઝુંટવી લીધો, પણ ત્યાં સુધીમાં બાકીના ચારસો નવ્વાણું શિષ્યો ચારે દિશામાં ભાગી ગયા. ત્યારે ગૌતમ! આચાર્ય પણ ધીમે ધીમે એ લોકો તરફ જવા માંડ્યા, પણ જલ્દી જલ્દી ન ગયા. હે ભગવન્! આચાર્ય જલ્દી જલ્દી જવાને બદલે ધીમા ધીમા કેમ ગયા? હે ગૌતમ! ખારવાળી ભૂમિ પરથી મધુર-મીઠાશવાળી ભૂમિ પર જતા, કે મધુરભૂમિપરથી ખારવાળી ભૂમિપર જતા, કાળી ભૂમિ પરથી પીળી ભૂમિ પર અને પીળી ભૂમિ પરથી કાળી ભૂમિ પર જતા, પાણીમાંથી ભૂમિ પર કે
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy