________________
238
પ્રતિમાશતક કાવ્ય-૪૬) अणुदिणं साहरमाणीए तमुच्चिट्टगं द₹णं च बहुमज्जपाणगे मज्जमापियमाणे पोग्गलं च समुद्दिसते, तहेव तीए मज्जमंसस्सोवरि दोहलगं समुप्पन्नं जाव णं तं बहुमज्जपाणगं नडनट्टछत्तचारणभडोडचेडतक्करासरिसजातीयसमुज्झियखुरसीसपुच्छ(पुंछ पाठा.)कनट्ठियगयं उच्चिट्ठ विलूरखंड, तं समुद्दिसिउं समारद्धा। ताहे तेसु चेव उचिट्ठकोडियगेसु जंकिंचिणाहीए मज्झं विवक्कं(विथक्कं पाठा.) तमेवासाइउमारद्धा। एवं चकइवयदिणाइक्कमेणं मज्जमंसस्सोवरिं दढं गेही संजाया। ताहे तस्सेव रसवाणिजगस्स गेहाओ परिमुसिऊण किंचिकंसदूसदविणजायं, अन्नत्थ विक्किणिऊणं मज्जं मंसं परिभुंजइ। ताव णं विन्नायं तेण रसवाणिज्जगेण । साहियं च नरवइणो। तेणा वि वज्झा समाइट्ठा। सू. ३६] तत्थ य रायउले एसो गो० ! कुलधम्मो जहाणंजा काइ आवन्नसत्ता नारी अवराहदोसेणं सा जावणं नो पसूया ताव णं नो वावाएयव्वा, तेहिं विणीउत्तगणिगिंतगेहिं सगेहे नेऊण पसूइसमयं जाव णियंतिया रक्खेयव्वा। अहऽनया णीया तेहिं हरिएसजाईहिं सगेह। कालकमेण पसूया य दारगं तं सावजायरिय जीवं। तओ पसूयामेत्ता चेव तंबालयं उज्झिऊण पणट्ठा मरणभयाहित्था सा गो० ! दिसिमेक्कं गंतूणं। वियाणियं च तेहिं पावेहिं जहा पणट्ठा सा पावकम्मा। साहियं च नरवइणो सूणाहिवइणा जहा णं देव ! पणट्ठा सा दुरायारा कयलीगब्भोवमंदारगंउज्झिऊणं। रन्ना विपडिभणियं जहाणं - जइ णाम सा गया ता गच्छउ।तंबालगंपडिवालेज्जासु, सव्वहा तहा कायव्वं जहा तंबालगंण वावज्जे । गिण्हेसु इमे पंचसहस्सा दविणजायस्स। तओ नरवइणो संदेसेण सुयमिव परिवालिओ सो पंसुलीतणओ। अन्नया कालक्कमेण मओ सो पावकम्मो सूणाहिवई। तओ रन्ना समणुजाणिओ तस्सेव बालगस्स घरसारं, कओ पंचण्हं सयाणं अहिवई। तत्थ य सूणाहिवइ पए ठिओ समाणो ताई तारिसाइं अकरणिज्जाइंसमणुद्वित्ताणंगओ सो गो० ! सत्तमाए पुढवीए अपइट्ठाणणामे निरयावासे सावज्जायरियजीवो।
કારણ એ લાગે છે કે આગમમાં સ્ત્રીસ્પર્શની સ્પષ્ટ ના હોવા છતાં જો થયેલા સ્પર્શને આપવાદિક ગણી શકાય, તો અમે જે ચૈત્યાદિ પ્રવૃત્તિ કરીએ છીએ, તે પણ આપવાદિક ગણી શકાય, માટે એને ખોટી ઠેરવી શકાય નહિ. તેથી હવે આપણી પ્રવૃત્તિને પણ “અપવાદપદે યોગ્યનો સિક્કો લાગી ગયો છે. હવે આ આચાર્ય પણ એનો વિરોધ કરી શકશે નહીં. પણ એમાં સાવલાચાર્યની તો ઘોરખોદાઇ ગઇ.) જિનનામકર્મના ભેગા કરેલા કર્મ પુલો વિખરાઇ ગયા. એક ભવમર્યાદિત સંસારખાબોચિયું ઘુઘવાટ કરતા અફાટ અનંત સમુદ્ર બની ગયું. જન્મના એક ગુનાની સજા એક ફાંસી(=મરણ), પણ જીવનના એક ભયંકર ગુનાની સજા અનંતી ફાંસી. તે પાપસ્થાનની આલોચના કર્યા વિના મૃત્યુ પામી એ સાવધાચાર્ય વ્યંતર દેવ તરીકે ઉત્પન્ન થયા. (હવે પ્રભુવીર ગૌતમસ્વામીને સાવલાચાર્યની સંસારમાં રખડપટ્ટીનું કાળજા કંપાવી નાખે એવું વર્ણન કરે છે.)
પછી વ્યંતરમાંથી ચ્યવીને સાવધાચાર્યનો જીવ - જેનો પતિ પ્રવાસમાં છે એવી – પ્રતિવાસુદેવના પુરોહિતની પુત્રીની કુક્ષિમાં આવ્યો. ધીમે-ધીમે એ કન્યાના શરીરપર ગર્ભધારણના લક્ષણો પ્રગટ થવા માંડ્યા. કન્યાની માતા આ જોઇને ચોકી ઉઠી. “હા! હા! આ પાપી પુત્રીએ તો મારા આખા કુળપર કાળી મેશ ચોપડી. ભ્રષ્ટ કરી નાખી મારી કુક્ષિને. પતિના વિરહમાં આ કુલટાએ દુરાચાર સેવ્યો લાગે છે.' દોડતી ગઇ પુરોહિત પાસે. રડતા રડતા બધી વાત વિસ્તારથી કહી. પુરોહિતને આંચકો લાગ્યો. તે ખૂબ સંતાપ પામ્યો. બહુ વિચારો કર્યા. અંતે નક્કી કર્યું “જો કુળની આબરુ બચાવવી હોય તો દીકરીને તગેડી મુકવી પડશે.” બસ ગર્ભવતી દીકરીપર જરા યે દયા લાવ્યા વિના માત્ર ઘરમાંથી નહિ પણ રાજ્યમાંથી કાઢી મુકી અને પોતાની જાતને મોટા અસાધ્ય અને દુર્વાર અયશના ગર્તામાંથી બચાવી લીધી. “ખરેખર સંસારનું સાચું સ્વરૂપ આ છે.” પેલી ગર્ભવતી બાળા આમ તેમ ભટકે છે, પણ ક્યાંય રહેવા સ્થાન ન મળ્યું. ઠંડી-ગરમી વગેરે પરિષહોથી ભારે પીડા પામી. દુર્ભિક્ષ કાળ હતો, પેટ ભરીને ખાવા પણ મળતું નથી. ભૂખ