SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ સાવધાચાર્યનું દૃષ્ટાંત 237 देवस्स रूसेज्जा, जत्थ तुम पि पमाणीकाऊणं सव्वसंघेणं समयसम्भावं वायरिउंजे समाइट्ठो? तओ पुणो वि सुइरं परितप्पिऊणं गो० ! अन्नं परिहारगमलभमाणेणं अंगीकाऊणं दीहसंसारं भणियं च सावज्जायरिएणं जहा 'णं उस्सग्गाववायेहिं आगमो ठिओ। तुब्भे ण याणह, एगतो मिच्छत्तं, जिणाणमाणामणेगंता'। एयं च वयणं गो०! गिम्हायवसंताविएहिं सिहिउलेहिं व अहिणवपाउससजलघणोरल्लिमिव सबहुमाणंसमाइच्छियं तेहिंदुट्ठसोयारेहि। [सू. ३५] तओ एगवयणदोसेणंगो० ! निबंधिऊणाणंतसंसारियत्तणं अपडिक्कमिऊणंच तस्स पावसमुदायमहाखंधमेलावगस्स, मरिऊण उववन्नो वाणमंतरेसु सो सावज्जायरिओ॥ तओ चुओ समाणो उववन्नो पवसियभत्ताराए पडिवासुदेवपुरोहियधूयाए कुच्छिसि। अहऽन्नया वियाणिउं तीए जणणीए पुरोहिअभज्जाए जहा णं हा ! हा! दिन्नं मसिकुच्चयं सव्वनियकुलस्स इमीए दुरायाराए मज्झ धूयाए' साहियं च पुरोहियस्स । तओ संतप्पिऊण सुइरं बहुंच हियएण साहारिउंणिव्विसया कया सा तेणंपुरोहिएणं महताऽसज्झदुन्निवारायसभीरूणा। अहन्नया थेवकालंतरेणं कहिंवि ठाण(थाम पाठा.)मलभमाणी सीउण्हवायविज्झडियाखुक्खामकंठा (दुक्खसंतत्ता) दुब्भिक्खदोसेणं पविट्ठा दासत्ताए रसवाणियगस्स गेहे । तत्थ य बहूणं मज्जपाणगाणं संचियं साहरेइ, अणुसमयमुच्चिट्ठयंति। अन्नया અહીંથી. ઉઠો ! ઊભા થાવ! ખરેખર શું ભાગ્યે જ કોપ્યું લાગે છે કે, સર્વ સંઘે તમારા જેવાને પ્રમાણભૂત કરીને આગમતત્ત્વનો ઉપદેશ દેવા તમને આદેશ કર્યો. આ સાંભળીને સાવલાચાર્યને ખૂબ આઘાત લાગ્યો, હૃદયના ટુકડે ટુકડા થઇ જતા લાગ્યા. મનમાં ભારે પીડા ઊભી થઇ. (આ અવસરે એક મહત્ત્વની વાત સમજી લેવા જેવી છે. જો આપણે આપણી જાતને અહિંસક ગણતા હોઇએ.... જો આપણને સજ્જનતાનું ગૌરવ હોય, જો બીજાના પતનનું ખરાબ નિમિત્ત બનવાની આપણી તૈયારી ન હોય, તો ક્યારેય પણ બીજાની ભૂલ કે નબળી કડીનો ખોટો લાભ ઉઠાવવા પ્રયત્નનકરશો, ક્યારેય તેની એ નબળી કડીને જાહેર કરી તેને માનભંગ કરવાની કુચેષ્ટા ન કરશો. વ્યવહારમાં કે ધર્મપ્રવૃત્તિમાં કોઇની થઇ ગયેલી ગફલતનો ખોટો લાભ ઉઠાવવામાં, એ પોઇટને પકડી પેલાને પછાડવામાં ક્રૂરતાનું પોષણ છે. બીજાને આ રીતે પછાડી પોતાની જાતને મહાન જાહેર કરવાની વૃત્તિવાળા જેવા હિંસક ક્રૂર કસાઈ કે ઘાતકી સિંહ પણ નથી. આવી પ્રવૃત્તિઓ કરનારા કદી મહાન બની શક્તા નથી. પેલા લિંગજીવીઓ સાવલાચાર્યના પ્રમાદરૂપ નબળી કડીનો ગેરલાભ ઉઠાવવા અને સાવધાચાર્યને કલંકિત કરવા તૈયાર થયા, તો શાસ્ત્રકાર તેમને દુરાચારી' વગેરે વિશેષણોથી નવાજે છે. મનુષ્યોમાં સહેજે માનકષાયનું જોર છે અને તેઓ અપયશના ભારે ભીરુ હોય છે, આબરુને ખાતર પ્રાણ આપતો મનુષ્ય પોતાની નબળી કડી કદી ઉઘાડી પાડવા દે ખરો? જો ભૂલે ચૂકે ઉઘાડી પડી જાય, તો તેનાપર ઢાંકપિછોડો કરવા કયા પગલા ન ભરે, તે જ વિચારવું રહ્યું. પોતાની આબરુ બચાવવા એ જાતજાતના ઉપાયો અજમાવે, બહાના અને આલંબનોનો આશરો લે... અને તેમ કરવા જતા સિદ્ધાંતનો પણ ભોગ આપી દે છે. ધર્મને બેવફા બની જાય છે... સિદ્ધાંતને ઢાળ બનાવવા ઉત્સુપ્રરૂપણા કરી બેસે છે, પરિણામે અનંતસંસાર વધારી દે છે. આ છે કોઇની નબળી કડીનો લાભ ઉઠાવવાની ચેષ્ટાનું છેવટનું પરિણામ!કેવી જાલિમછે આ પ્રવૃત્તિ? આના જેવી કાતિલક્રુરતા અને ઠંડા કલેજાની નિર્દયતાબીજી કઇ છે?) પેલા લિંગજીવીઓની આ માનસિક ક્રૂરતાથી ત્રાસ પામેલા અને આલોકના તુચ્છ યશને બચાવવા પ્રયત્ન કરતા સાવધાચાર્યે પોતાની આરાધનાને બાળી નાખી અને પોતાની આફતને ટાળવા પ્રભુના સિદ્ધાંતોને ઢાળ બનાવી પોતાના સંસારને દીર્ઘ કરવાની બાલિશ ચેષ્ટા આદરી બેઠા. બીજું કોઇ સમાધાનન મળતા બોલી ઉઠ્યા- “તમે સમજતા નથી. ઉત્સર્ગ અને અપવાદ એ બે પર આગમ નિર્ભર છે. જિનશાસનમાં એકાંતમાં મિથ્યાત્વમાનેલું છે. ભગવાનની આજ્ઞા અનેકાંતમય છે.” (સાવલાચાર્યનો અભિપ્રાય આવો હશે - સ્ત્રીના હાથનો સ્પર્શ કરતો ગચ્છ મૂળગુણ રહિત છે – એ વાત ઔત્સર્ગિક હોઇ અનેકાંતિક છે. સાધ્વીના મસ્તકનોચરણથી સ્પર્શ કરનારો હુમૂળગુણરહિત નથી, કેમકે આ પ્રવૃત્તિ આપવાદિક હતી.) જેમ ઉનાળાના શેકી નાખે એવા તાપથી ખિન્ન થયેલા મોરો વર્ષાઋતુના પાણીથી ભરેલા નવા વાદળોને કેકારવ કરીને આવકારે, તેમ આ લિંગજીવીઓએ સાવધાચાર્યના આ વચનને હર્ષઘેલા બનીને સબહુમાન વધાવી લીધું. (લિંગજીવીઓની ખુશીનું
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy