SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ સાવધાચાર્યનું દાંત 233 भणति-संजमं मोक्खनेयारं। अन्ने भणति जहा-णं पासायवडिंसए पूयासक्कारबलिविहाणाइसु णं तित्थुच्छप्पणा चेव मोक्खगमणं। एवं तेसिमविइयपरमत्थाणं पावकम्माणं जं जेण सिटुं सो तं चेवुद्दामुस्सिंखलेणं (तं वच्चं उद्दामुस्सिंखलेणं) मुहेण पलवति। ताहे समुट्ठियं वादसंघट्ट । णत्थि य कोई तत्थ आगमकुसलो तेसिं मज्झे जो तत्थ जुत्ताजुत्तं वियारेइ, जो य पमाण पुव्वमुवइसइ। तहा एगे भणति-जहा अमुगो, अमुगगच्छं चिढे। अन्ने भणति-अमुगो। अन्ने भणति-किमित्थ बहुणा पलविएणं? सव्वेसिमम्हाणं सावज्जायरिओ इत्थ पमाणं ति। तेहिं भणियंजहा एवंहोउ'त्ति हक्कारावेह लहुँ। सू. ३१] तओ हक्काराविओ गो० ! सो तेहिं सावज्जायरिओ। आगओ दूरदेसाओ अप्पडिबद्धत्ताए विहरमाणो सत्तहिं मासेहिं। जाव णं दिट्ठो एगाए अजाए। सा य तं कछगतवचरणसोसियसरीरं चम्मट्ठिसेस तणुं अच्चंतं तवसिरिए अतीव दिप्पंतं सावज्जायरियं पेच्छिय सुविम्हियंतकरणा (तक्खणा) वियक्किउं पयत्ता-अहो ! किं एस महाणुभागे णं सो अरहा, किं वा णं धम्मो चेव मुत्तिमंतो? किंबहुणा? तियसिंदवंदाणं पिवंदणिज्जपायजुओ एस त्ति चिंतिऊणं भत्तिभरनिब्भरा आयाहिणपयाहिणं काऊणं उत्तिमंगेण संघट्टमाणी झटिति णिवडिया चलणेसु, गो० ! तस्सणं सावज्जायरियस्स। दिह्रो यसो तेहिं दुरायारेहिं पणमिज्जमाणो। अन्नया णं सो तेसिं तत्थ जहा जगगुरुहिं उवइटुंतहा चेव गुरूवएसाणुसारेणं आणुपुव्वीए जहट्ठियं सुत्तत्थं वागरेइ, ते वि तहा चेव सद्दहति। સાધુઓએ મઠ અને જિનાલયોની સાચવણી કરવી જોઇએ. તૂટેલા ભાગને સમરાવવો જોઇએ... જીર્ણોદ્ધાર કરવો જોઇએ. આવા પ્રકારનો બીજો પણ આરંભ કરવામાં સાધુને કોઇ દોષ નથી.” બીજો કહે છે “ભઇ ! સંયમ જ મોક્ષમાં લઇ જાય તો ત્રીજો પોકારી ઉઠ્યો – ‘નાના તમને ખબર નથી. તીર્થની પ્રભાવનાથી મોક્ષ છે અને દેરાસરમાં પૂજાસત્કાર-બલિવિધાન વગેરેથી જ શાસનપ્રભાવના થાય છે. શાસ્ત્રના સારને સમજ્યા વિના પાપકર્મમાં રત તેઓમાંથી જેને જે યોગ્ય લાગ્યું. તેણે તે નિરંકુશપણે મર્યાદા મુકીને બોલવા માંડ્યું. પરિણામ શું આવ્યું? “સો મૂર્ણા ભેગા થાય તો એકસો એક મત પડે!” બસ ભારે વાદવિવાદ સર્જાયો. પણ ત્યાં કોઇ આગમકુશળ વ્યક્તિ તો હતી જ નહિ, કે જે યોગ્ય-અયોગ્યનો વિચાર કરી પ્રમાણનો ઉપદેશ આપી શકે. તેથી કોઇ કહે છે – “અમુક ગચ્છના અમુકને “જજ” બનાવીએ” બીજો કહે – “ના. ના. અમુકને જ ન્યાયાધીશ બનાવીએ..” વળી કોને નિર્ણાયક બનાવવો એની ચર્ચા ચાલી. અંતે એકે કહ્યું – “મુકોને બીજી પંચાત! આ બાબતમાં આપણને બધાને સાવલાચાર્યજ પ્રમાણ છે.” બધાએ એકી અવાજે એ વાતનો સ્વીકાર કર્યો અને સાવલાચાર્યને જલ્દી બોલાવવાનો નિર્ણય લઇ સભા બરખાસ્ત થઇ. પછી તો સાવવાચાર્યને “આગમચર્ચાના વિવાદની લવાદી તમને સોપવાનો અમે સર્વાનુમતે નિર્ણય કર્યો છે માટે જલ્દીથી પધારો” એવું કહેણ મોકલ્યું, અને સાવલાચાર્યે એનો સહર્ષ સ્વીકાર કરવાની ભારે ભૂલ કરી નાખી. સાવધાન! સંસારરસિકોની સભાના પ્રમુખ થવાની લાલચમાં જે લપટાશો, તો ખ્યાલ રાખજો! કાં તો સંસાર વધારશો અને કાં તો તેઓના ઉપપ્પાસને પાત્ર ઠરશો. પાગલોની પંચાતના પ્રમુખ થનારને કાં તો પાગલ બનવું પડે, કાં તો પાગલોનો માર ખાવો પડે. ધર્મભ્રષ્ટ સંસારરસિક લિંગજીવીઓની ચર્ચાના લવાદ થવાના લોભમાં સાવધાચાર્યે પોતાના સર્વનાશને નોતરું આપી દીધું. સાત મહિનાનો ઉગ્ર અપ્રતિબદ્ધ વિહાર કરી દૂર દેશથી તેઓ પધાર્યા. પધારી રહેલા તેમને સામે લેવા ઘણા સાધુ-સાધ્વીઓ ગયા. દૂર દૂરથી આવી રહેલા એમની તપથી શુષ્ક બનેલી કાયામાં હાડકા અને ચામડા સિવાય બીજું કશું દેખાતું ન હતું. અને છતાં તપના તેજથી તેમની કાયા અત્યંત દેદીપ્યમાન દેખાતી હતી. એક સાધ્વી તો આમને આવા જોઇ વિસ્મિત થઇ ગઇ. વિચારે છે, “શું આ સાક્ષાત્ અરિહંત પધારી રહ્યા છે? કે પછી શું
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy