SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ 332 પ્રતિમાશતક કાવ્ય-૪૬) ता कीरउमणुग्णहत्थमम्हाणं इहेव चाउम्मासियं। ताहे भणियं तेण महाणुभागेणं गो० ! जहा भो भो पियंवए ! जवि जिणालए तहवि सावजमिणं, णाहं वायामित्तेणवि एवं आयरिजा!' एवं च समयसारं परं तत्तं जहट्ठियं अविवरीयं णीसंकं भणमाणेणं तेसिं मिच्छादिट्ठीलिंगीणं साहुवेसधारीणं मज्झे गो० ! आसकलियं तित्थयरणामकम्मगोयं तेणं कुवलयप्पभेणं एगभवावसेसीकओ भवोयही । तत्थ य दिट्ठो अणुल्लविज्जाणं संघ(नामसंघ पाठा.)मेलावगो अहेसि। तेसिं च बहूहिं पावमईहिं लिंगिलिंगिणियाहिं परोप्परमेगमयं काऊणं गो० ! तालं दाऊणं विप्पलोइयं चेव तं तस्स महाणुभागस्स महातवस्सिणो कुवलयपहाभिहाणं, कयं च से सावज्जायरियाभिहाणं सद्दकरणं, गयं च पसिद्धिए। एवं च सद्दिज्जमाणोऽवि सो तेणापसत्थसद्दकरणेणं तहा वि જો ! ફીપિ પ ] » अहन्नया तेसिं दुरायाराणं सद्धम्मपरंमुहाणं अगारधम्माणगारधम्मोभयभट्ठाणं लिंगमेत्तनामपव्वइयाणं, कालक्कमेण संजाओ परोप्परं आगमवियारो- जहाणं सडगाणमसईसंजया चेव मढदेउले पडिजागरेंति, खंडपडिए य समारावयंति। अन्नं च जावकरणिज्जं तं पइ समारंभे कज्जमाणे जइस्स विणं णत्थि दोससंभवं। एवं च केई ના મોહી પડશો એ સન્માનના દેખાવમાં!) થોડીવાર ધર્મકથાવગેરેથી વિનોદ કર્યો. પણ એટલીવારમાં આચાર્યએ તે લોકોને પારખી લીધા. પ્રાયઃ વેશ, વર્તન અને વાણીમાં વિચારોનું પ્રતિબિંબ પડતું હોય છે. સમજી ગયા કુવલભાચાર્ય કે આ લોકો ભ્રષ્ટાચારી લિંગમાત્રજીવી છે. આમ આ લિંગજીવીઓના સંગમાં તો ઠીક, અરે પડછાયામાં તો ઠીક, પણ નામશ્રવણમાં પણ પાપ છુપાયેલું છે. કારણ કે સંસારરસિક જીવોનો સંગ જીવને સંસારનો સંગી બનાવી દે છે. “સંગ તેવો રંગ” આ કહેવતને બરાબર સમજતા આચાર્યએ તો વિહારની તૈયારી કરવા માંડી. એટલે તરત જ તે લિંગજીવી ભ્રષ્ટાચારી ઉન્માર્ગપ્રવર્તક અને આભિગ્રહિક મિથ્યાત્વી ચૈત્યવાસી યતિઓએ એ મહાત્માને મધ ઝરતી વાણીથી વિનંતી કરી છે કૃપાળુ ભગવન્! જો આપ એક ચાતુર્માસ અહીં કરો, તો આપની આજ્ઞાથી અહીં ભવ્ય જિનાલયો તૈયાર થઇ જાય. તેથી હેકૃપાસાગર ! આપ અમારાપર કૃપાનો ધોધ વરસાવી અહીં ચાતુર્માસની “જે બોલાવી દો.” ત્યારે આ લોકોની રગે રગને પીછાણતા એ પ્રભાવક આચાર્યે વાણીના મધમાં લપટાયા વિના અને ભોળા બન્યા વિના કહી દીધું છે મધુરભાષીઓ! જે કે જિનાલય સંબંધી છે, તો પણ આ સાવધ છે. તેથી વચનમાત્રથી પણ હું આ આચરીશ નહિ આ પ્રમાણે શાસ્ત્રના નિચોડભૂત અને તત્વના પરમસારભૂત આ વચનો યથાર્થપણે નિશંક રીતે એ મિથ્યાત્વી લિંગમાત્રજીવી સાધુવેશધારીઓ આગળ કડવી દવાની જેમ ફરમાવીને એ મહાત્માએ તીર્થકરનામકર્મ (અનિકાચિત) ઉપાર્જ લીધું, પોતાનો સંસારસાગર એક ભવ જેટલો મર્યાદિત બનાવી દીધો. પણ સિંહની ગર્જના શિયાળીઆઓને ન ગમે એ સ્વાભાવિક છે. તે વખતે જેઓનું નામ લેવામાં પાપ છે, એવા ઘણા લિંગજીવી સાધુ-સાધ્વી વેશધારીઓ પરસ્પર ભેગા થયેલા હતા. તેઓએ રાસડા લીધા અને એકબીજાને તાળીઓ આપી આચાર્યના વચનને વારંવાર દોહરાવી મશ્કરી કરવા માંડી, તથા આચાર્યના મૂળ નામને ગોપવી નવું નામ પાડ્યું “સાવધાચાર્ય. બધે વાયુવેગે આ નામ ફેલાઈ ગયું. તમાશાવેલા લોકોને તમાશામાં જ રસ હોય, તત્ત્વની ચિંતા એમને હોતી નથી. આવા પ્રશસ્ત નામથી પોતે ઓળખાઇ રહ્યા હોવા છતાં પોતાના અનામી-સિદ્ધસ્વરૂપનો જ વિચાર કરતા એ આચાર્યએ પોતાનો શાંતસુધારસ જરાય ગુમાવ્યો નહીંને ક્રોધિત થયા નહીં, કારણ કે દુર્જનોની દુર્જનતા સજ્જનોની સજનતાની પીછાણ છે. તે પછી એકવાર ઘમસાથે કોઇ લેવા દેવા વિનાના સાધુ અને શ્રાવક ઉભય ધર્મથી ભ્રષ્ટ થયેલા વેશધારી નામમાત્રથી જેઓ સાધુ હતા, તેઓમાં આગમતત્ત્વની વિચારણા શરુ થઇ. કોઇક કહે છે “શ્રાવકોના અભાવમાં
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy