________________
|
| 23
સિાવદ્યાચાર્યનું દૃષ્ટાંત देवच्चगेइ वा, जाव णं उम्मग्णपइट्ठिएइ वा, दुरुज्झिय सीलेइ वा, कुसीलेइ वा, सच्छंदयारिएइ वा आलवेज्जा। મહાનિશીથ મ. ૧, ]
एवं गो० ! तेसिं अणायारपवित्ताणं बहुणं आयरियमहत्तराईणं एगे मरगयच्छवी कुवलयपहाभिहाणे णाम अणगारे महातवस्सी अहेसी । तस्स णं महामहंते जीवाइपयत्थेसु तत्थपरिन्नाणे सुमहंते(तं पाठा.) चेव संसारसागरे तासुंतासुं जोणीसुसंसरणभयं सव्वहा सव्वपयारेहिणं अच्वंतं आसायणाभिरुयत्तणं। तक्कालं तारिसे वि असमंजसे अणायारे बहुसाहम्मियपवत्तिए, तहा वि सो तित्थयराणमाणं णाइक्कमेइ।
___ अहन्नया सो अणिगूहियबलवीरियपुरिसकारपरक्कमे सुसीसगणपरियरिओ सव्वन्नुपणीयागमसुत्तत्थोभयाणुसारेणं ववगयरागदोसमोहमिच्छत्तममकाराहकारो सव्वत्थ अपडिबद्धो। किंबहुना? सव्वगुणगणाहिट्ठियसरीरो अणेगगामागरनगरपुरखेडकब्बडमडंबदोणमुहाइसन्निवेसविसेसेसुं अणेगेसुं भव्वसत्ताणं संसारचारगविमोक्खणिं सद्धम्मकहं परिकहेंतो विहरिसु। एवं च वच्चंति दियहा। अण्णया णं सो महाणुभागो विहरमाणो आगओगो० ! तेसिंणीयविहारीणमावासगे। तेसिंच महातवस्सीति काऊण सम्माणिओ किइकम्मासणपदाणाईणा सुविणएणं, एवं च सुहनिसन्नो चिट्टित्ताणं धम्मकहाइणा विणोएणं पुणो गंतुं पयत्तो। [सू. ३०] ताहे भणिओ सो महाणुभागो गो० ! तेहिं दुरंतपंतलक्खणेहिं लिंगोवजीवीहिं भट्ठायारुम्मग्णपवत्तगाभिग्गहियमिच्छादिट्ठीहिं, जहा णंभयवं! जइ तुममिहइंएकंवासारत्तं चाउम्मासियं पउंजियंतोणमेत्थ एत्तिगे २ चेइयालगे भवंतिणूणं तुज्झाणत्तीए। ગૌતમ!તે સાધુકે સાધ્વીને અસાધુ કહેવો, અસંયત ઓળખવો, દેવભોગી સમજવો, દેવામૃદ્ધ ગણવો, ઉન્માર્ગગામી જાણવો, શીલને દૂર તરછોડનારા કુશીલ તરીકે જોવો, અથવા તો તેને સ્વચ્છેદાચારી તરીકે સ્વીકારવો.
| હે ગૌતમ! આ પ્રમાણે અનાચારમાં ડૂબેલા આવા ઘણા આચાર્ય-મહત્તરોથી ભરેલા તે કાળે ખારા સમુદ્રમાં મીઠા પાણીની વિરડી સમાન, રણપ્રદેશમાં કલ્પવૃક્ષસમાન, કાગડાઓના ટોળામાં હંસસમાન, કાચના કટકાઓની વચ્ચે મરકતમણિસમાન(મરક્ત મણિની કાંતિવાળા - તેવા વર્ણવાળા) કુવલ આભ નામના આચાર્ય હતા. તપથી સૂકવી નાખેલી કાયાના તે ઘણી હતા. જીવવગેરે પદાર્થોના તત્વજ્ઞાનના સ્વામી હતા. અતિવિશાળ અને ભારે ભયંકર સંસારસાગરમાંતે-તે યોનિમાં રખડવાથી તેઓ ભારેડરતા હતા. તેથી સર્વથા અને સર્વપ્રકારથી અત્યંત આશાતનાભી હતા. તે કાળે સાવ નીચલી કક્ષાને પામી ગયેલા આચાર્યોની વચ્ચે, અયોગ્ય અનાચારની ગંદી ખાઇમાં ગળાડૂબ સાધર્મિકોની વચ્ચે પણ તે મહાત્મા ભગવાનની આજ્ઞાને સંપૂર્ણ વફાદાર હતા.
પોતાના બળ-વીર્ય-પુરુષાર્થ-પરાક્રમને જરાપણ છુપાવ્યા વિના સર્વક્રિયામાં અપ્રમત્ત રહેતા એ આચાર્ય. સુંદર શિષ્યોના સમુદાયથી પરિવરેલા એ આચાર્ય... સર્વન્ને પ્રકાશેલા આગમના સૂત્ર-અર્થ-તત્ત્વને અનુસાર સર્વત્ર પ્રતિબંધ વિનાનાએ આચાર્ય. રાગદ્વેષ મોહમિથ્યાત્વમમત્વ અને અહંકાર વગેરે ઉપદ્રવોથી રહિતના એ આચાર્ય.. શું વધુ કહીએ? સર્વગુણસમુદાયથી શોભતા શરીરવાળાએ આચાર્ય... અનેક ગામ, નગર, કસ્બા, બંદર, મહાનગર, છાવણીઓને પોતાના વિહાદ્વારા પવિત્ર કરતા એ આચાર્ય... અનેક ભવ્યજીવોને સંસારરૂપી કેદખાનામાંથી મુક્ત કરતી અને સંવેગરંગના તરંગમાં હિલોળા લેવડાવતી સદ્ધર્મકથાદ્વારા અનુપકૃત-ઉપકારી એ આચાર્ય. પૃથ્વીતલપર વિચરતા વિચરતા એકવાર આવી પહોંચ્યા એનિત્યવાસી મુનિઓનાગામમાં-તેઓના ઉપાશ્રયમાં. “અહો! મહાતપસ્વી પધાર્યા!” એમ વિચારી તેઓએ પણ કૃતિકર્મ, આસન આપવા વગેરે વિનયદ્વારા એ કુવલમ્બભાચાર્યનો સત્કાર કર્યો. (પણ એટલું યાદ રાખજો! સંસારરસિકોના સન્માનની સુવાસ પાછળ ભયંકર સ્વાર્થની ભારે બદબુ છુપાયેલી હોય છે,