SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૪૬) अन्नया ताव वागरियं गो० ! जाव णं एक्कारस्सण्हमंगाणं चोद्दसण्हं पुव्वाणं दुवालसंगस्स णं सुयनाणस्स णवणीयसारभूयं सयलपावपरिहारट्ठकम्मनिम्महणं आगयं इणमेव गच्छमेरापन्नवणं महानिसीहसुयक्खंधस्स पंचमं अज्झयणं । एत्थेव गो० ! ताव णं वक्खाणियं जाव णं आगया इमा गाहा 'जत्थित्थीकरफरिसं, अंतरियं વારો વિ સમ્પન્ના અરહાવિ રેખ સયં, તાજ્જી મૂળુળમુક’// ૧૨૭//[સૂ ૨૨] तओ गो० ! अप्पसंकिएणं चेव चिंतियं तेणं सावज्जायरिएणं जहा णं- 'जइ इह एयं जहट्ठियं (चेव) पन्नवेमि, तओ जं मम वंदणगं दाउमाणीए तीए अज्जाए उत्तिमंगेणं चलणग्गे पुट्ठे तं सव्वेहिं पि दिट्ठमेएहिं त्ति । ता जहा मम सावज्जायरियाभिहाणं कयं, तहा अन्नमवि किंचि एत्थ मुट्टकं काहिंति जेणं सव्वलोए अपुज्जो भविस्सं । ता अहमन्नहा सुत्तत्थं पन्नवेमि ? ता णं महती आसायणा। तो किं करियव्वमेत्थं ति ? किं एयं गाहं पओवयामि ? किं वा ण ? अण्णा वा पन्नवेमि ? अहवा हा हा ! ण जुत्तमिणं उभयहा वि अच्वंतगरहियं आयहियट्ठीणमेयं । जओ एस सुआ (समया पाठा.) भिप्पाओ - जहा णं 'जे भिक्खू दुवालसंगस्स णं सुयनाणस्स असई - चुक्कखलियपमायासंकादीसभयत्तेणं पयक्खरमत्ताबिंदुमवि एक्कं पउ (रु पाठा.) विज्जा, अन्नहा वा पन्नवेज्जा, संदिद्धं वा सुत्तत्थं वक्खाणेज्जा, अविहीए अजोग्गस्स वा वक्खाणिज्जा, से भिक्खू अणंतसंसारी भवेज्जा । ता किं एत्थं ? जं होही तं भवउ, जहट्ठियं चेव गुरुवएसाणुसारेणं सुत्तत्थं पवक्खामि 'त्ति चिंतिऊणं गो० ! पवक्खाया णिखिलावयवविसुद्धा सा तेण गाहा / [सू० ३३] एयावसरंमि चोइओ गो० ! सो तेहिं दुरंतपंतलक्खणेहिं जहा- 'जइ एवं, ता 234 મૂર્તિમાન ધર્મ જ આવી રહ્યો છે ? આમના પાદપદ્મ દેવેન્દ્રોના સમુદાયને પણ પૂજ્ય છે.’ આમ વિચારે છે, ત્યાં તો સાવધાચાર્ય ખૂબ નજીક આવી ગયા, ભક્તિભરહૃદયવાળી... રોમાંચિત અંગવાળી... હર્ષાશ્રુથી વ્યાપ્ત નયનવાળી એ સાધ્વીએ તરત જ ત્રણ પ્રદક્ષિણા દઇ સાવધાચાર્યને વંદન કર્યું... પણ તેમ કરવા જતાં એ સાધ્વીના મસ્તકે સાવધાચાર્યના ચરણનો સ્પર્શ-સંઘટ્ટો કર્યો જે લિંગજીવીઓ જોઇ ગયા. કોને ખબર હતી કે આ નાનકડો પ્રસંગ ભયંકર આગની ચિનગારી બનશે ? કોને એવો ખ્યાલ હતો કે આ થોડામાંથી ભયંકર હોનારત સર્જાઇ જવાની છે ? કોણે એવું વિચારેલું કે આટલો પ્રમાદનો પવન ઝંઝાવાત બની સાવધાચાર્યની આરાધનાના વૃક્ષોને મૂળથી ઉખેડી ક્યાંય ફેંકી દેશે ? સાધ્વી અડકી ત્યારે પગ નહીં સંકોચી લેવાનો નાનકડો પ્રમાદ-નાનકડી ગફલત સાવધાચાર્યના ભાવપ્રાણમાટે જીવલેણ ફટકાસમાન બની જવાની છે, એ વિચાર સાવધાચાર્યને પણ ન હતો. બસ પછી તો ચાલી આગમ વાચનાઓ. જગદ્ગુરુ પરમાત્માએ જ્યાં જે પ્રમાણે કહ્યું છે, ત્યાં તે જ પ્રમાણે નિરૂપણ કરવાદ્વારા સાવધાચાર્ય આગમોના પાઠ સમજાવે છે. પેલાઓ પણ સ્વીકાર કરે છે.... વાચનાઓ ધમધોકાર ચાલે છે, એમાં ક્રમશઃ મહાનિશીથ શ્રુતસ્કંધમાં રહેલા તથા અગ્યારઅંગ અને ચૌદપૂર્વ એટલે કે બારે અંગરૂપ શ્રુતજ્ઞાનની મલાઇ સમાન ગચ્છમર્યાદાપ્રજ્ઞાપના નામના પાંચમા અધ્યયનની વાચના શરુ થઇ. તેમાં પણ ક્રમશઃ આવા ભાવાર્થવાળી ગાથા આવી કે જે ગચ્છમાં કારણે પણ જો સ્ત્રીના હાથનો અંતરિત સ્પર્શ થાય, તો અરિહંતો પણ પોતે તે ગચ્છને મૂળગુણથી મુક્ત-રહિત કરે છે–કહે છે’ આ વખતે પોતાની જાતપર શંકા પામેલા સાવધાચાર્ય ચિંતામાં પડી ગયા... ‘આ ગાથાની યથાર્થ પ્રરૂપણા કરવામાં મારે આપત્તિ છે કારણ કે તે વખતે મને વંદન કરતી વખતે તે સાધ્વી મસ્તકથી મારા પગને અડી હતી, આ દશ્ય આ લિંગજીવીઓએ જોયું હતું. હવે જો આ ગાથાની પ્રરૂપણા આ લોકો સાંભળશે, તો મારી ફજેતી કરશે, અને એક તો સાવધાચાર્ય નામ પાડ્યું. હવે બીજું કંઇક એવું નામ પાડશે કે મારે તો લોકોમાં ઊભા રહેવું ભારે પડી જશે, બધાને અપૂજ્ય બની જઇશ.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy