SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ (21 પ્રતિમાશતક કાવ્ય-૩૯) हिंसांशत:-हिंसांशेन न दूषणं मतं, स्वरूपहिंसायां दोषस्याबलवत्त्वादुद्देश्यफलसाधनतयाऽनुबन्धतोऽदोषत्वाद्वा ॥ ३८॥ एतत्समर्थितदृष्टान्तान्तरन्यायं प्रकृते योजयितुमाह एतेनैव समर्थिता जिनपतेः श्रीनाभिभूपान्वय व्योमेन्दोः सुतनीवृतां विभजना शिल्पादिशिक्षापि च । अंशोऽस्यां बहुदोषवारणमतिश्रेष्ठो हि नेष्टोऽपरो, न्यायोऽसावपि दुर्मतद्रुमवनप्रोद्दामदावानलः॥ ३९॥ (दंडान्वयः→ एतेनैव श्रीनाभिभूपान्वयव्योमेन्दोर्जिनपतेः सुतनीवृतां विभजना शिल्पादि शिक्षापि च समर्थिता। अस्यां बहुदोषवारणमंशोऽतिश्रेष्ठो हि, अपरो नेष्टः । असावपि न्याय: दुर्मतद्रुमवनप्रोद्दामदावानलः ॥) __ 'एतेनैव'इति । एतेनोपदर्शितेन सुतकर्षणदृष्टान्तेनैव श्रीनाभिभूपस्य योऽन्वय:-वंशस्तदेव व्योम अतिविशालत्वाद्, तत्रेन्दुः परमसौम्यलेश्यत्वाद् जगन्नेत्रासेचनकत्वाच्च, तस्य विशेषणेनैव झटित्युपस्थितेविशेष्यानुपादानान्न न्यूनत्वम्, जिनपतेः-तीर्थकरस्य श्रीऋषभदेवस्येत्यर्थः। सुतनीवृता-सुतदेशानां विभजनां= દ્રવ્યસ્તવ કરનારો કંઇ કેટલાય ભવ્યાત્માઓને આ પ્રમાણે દુઃખથી ભારેલા અગ્નિસમાન આ સંસારગર્તામાંથી ખેંચી કાઢે છે. કંઇ કેટલાય આસન્નસિદ્ધિક ભવ્યજીવોના અંતરમાં અનુમોદનાવગેરેદ્વારા બોધિબીજને ધરબાવી દે છે. આમ અનેક પ્રકારે શાસનની પ્રભાવના કરતો એ દ્રવ્યસ્તવ કરનારો કદાચ તેમ કરવામાં અજાણતા અને ઇચ્છા વિના પણ અલ્પ જીવોની વિરાધના કરવારૂપ અંગને ઘસરકો લગાડી દે. તો શું તેટલા માત્રથી દોષપાત્ર ઠરે છે? બિસ્કુલ નહીં. કારણ કે સ્વરૂપહિંસારૂપ દોષ જરા પણ બળવાન નથી. અથવા, પરમાત્મારૂપ ઉદ્દેશ્ય (પરમાત્માને ઉદ્દેશીને દ્રવ્યસ્તવ કરાતું હોવાથી) અને ચારિત્રરૂપ ફળનાં સાધનતરીકે (અથવા ઉદ્દેશ્ય-મોક્ષ-મોક્ષનો ઉદ્દેશ (=આશય) હોવાથી, અને ફળ - ચારિત્રાદિરૂપ સાક્ષાલાભ. આ બન્નેના સાધન તરીકે) અથવા ઉદ્દેશ્ય એવું ફળ આઅર્થ કરીએતો, ઉદ્દેશભૂત=પ્રયોજનભૂત જે ચારિત્રાદિફળ તેના સાધન તરીકે દ્રવ્યસ્તવનો ઉપયોગ થાય છે. તેથી અનુબંધથી હિંસાનો અભાવ છે. તેથી દોષ નથી. . ૩૮ છે આનાથી(સાપથી પુત્રને બચાવવાના દૃષ્ટાંતથી) સમર્થિત કરેલા બીજા દૃષ્ટાંતરૂપ ન્યાયને પ્રકૃતિમાં (=દ્રવ્યસ્તવમાં) લગાડતા કવિવર કહે છે– કાવ્યાર્થ:- આ ન્યાયથી જ “શ્રીનાભિરાજાના કુળરૂપ આકાશમાં ચંદ્ર સમાન રાષભદેવ જિનપતિએ પુત્રોને રાજ્યના વિભાગો વહેંચી આપ્યા અને શિલ્પ આદિની કળા શિખવાડી' એ સમર્થિત થાય છે. અહીં બહુદોષને અટકાવવાનો અંશ શ્રેષ્ઠ છે, બીજો અંશ (હિંસાદિ રૂપ) ઇષ્ટ નથી. આ ન્યાય પણ કુમતિરૂપી વૃક્ષના વન માટે પ્રબળ દાવાનળ સમાન છે. ત્રકષભદેવનું રાજ્યદાનાદિ અંગે ટાંત પુત્રને ખેંચવાનું દૃષ્ટાંત નાભિરાજાના કુળરૂપી આકાશમાટે ચંદ્ર સમાન રષભદેવના પ્રસંગમાં પણ ઘટે છે. નાભિરાજનો વંશ અતિવિશાળ હોવાથી આકાશ સમાન છે. એમના કુળદીપક રાષભદેવ પ્રભુ પરમ સૌમ્ય લેશ્યાવાળા છે. તથા જગતની આંખોને પરમ આાદ ઉત્પન્ન કરનારા હોવાથી ચંદ્ર સમાન છે. શંકા - કાવ્યમાં “શ્રીનાભિભૂપ' ઇત્યાદિ અને “જિનપતિ' આ બે વિશેષણો છે. પણ “ઋષભદેવ રૂપ વિશેષ્યનો ઉલ્લેખ નથી. આમ ન્યૂનતા દોષ છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy