SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ 27 હારિભદ્ર – ‘રાજ્યાદિદાનષણનિવારણ’ અક विभज्य दानं, शिल्पादीनां शिक्षापि च प्रजानामिति शेषः। समर्थिता निर्दोषतयोपदर्शिता। नीवृदन्वितस्य सुतपदस्य शिक्षायां पृथगन्वये सुतेभ्य इत्यध्याहारावश्यकत्वे, अन्यथा विधेयाविमर्शदोषानुद्धारे सुष्ठ-शोभना ता लक्ष्मीर्यत्रेति (=सुतः) नीवृदिति समानाधिकरणविशेषणमेव व्याख्येयम्। अस्यां सुतनीवृद्विभजनायां शिल्पादिशिक्षायां च बहुदोषस्येतरथा मात्स्यन्यायेनान्यायप्रवृत्तिलक्षणस्य वारणमतिश्रेष्ठोऽधिकारिणा भगवताऽत्यन्तमभिप्रेतः। हिनिश्चित मपर:=अन्योंऽशोऽनुषङ्गहिंसारूपो नेष्ट: उपेक्षित इति यावत्, तस्य स्वापेक्षया बलवद्दोषत्वाभावेन प्रवृत्त्यव्याघातकत्वादसावपि न्यायोऽनिर्देश(अतिदेश पाठा.)लक्षणो दुर्मते द्रव्यस्तवानभ्युपगमरूपे द्रुमवने-वृक्षसमूहे प्रोद्दामः-प्रबलतरो दावानल:-दावाग्नि:, एतन्न्यायोपस्थितौ प्रचितस्यापि दुर्मतस्य त्वरितमेव भस्मीभावात् । द्रव्यस्तवेऽप्यधिकारिणो गृहिणो भक्त्युद्रेकेण बोधिलाभहेतुत्वस्यैवांशस्येष्टत्वादितरस्योपेक्षणीयत्वादिति भावः॥ अत्राष्टकं → 'अन्यस्त्वाहास्य राज्यादिप्रदाने दोष एव तु। महाधिकरणत्वेन तत्त्वमार्गेऽविचक्षणः॥ સમાધાન - કાવ્યમાં “શ્રીનાભિભૂપના વંશમાં ચંદ્રસમાન આ વિશેષણપદ જ “ઋષભદેવ’ એવા વિશેષ્યપદનું અત્યંત શીઘ્રતાથી સ્મરણ કરાવવાદ્વારા અર્થતઃ બોધ કરાવવા સમર્થ છે. તેથી “ઋષભદેવ’ વિશેષ્યપદના અભાવમાં ન્યૂનતાદોષ નથી. બલ્ક, આ વિશેષ્યપદ મૂકવામાં આવતા પુનરુક્તિદોષનો અભાવ છે. પ્રભુએ પુત્રોને દેશોનો વિભાગ કરી આપ્યા, તથા ભગવાને શિલ્પની શિક્ષાકકળા નિર્દોષરૂપે બતાવી. કોને? “પ્રજાને એટલો અર્થ અધ્યાહારગમ્ય છે. (અહીં કોઇને શંકા થાય, કે પ્રભુએ કળાઓની શિક્ષા પણ સૌ પ્રથમ પોતાના ભરતાદિ સંતાનોને જ આપી છે, તેથી ‘પ્રજાને આપી’ એવો અર્થ કરવાની શી જરૂરત છે? આ શંકા ટાળવા કહે છે.) “સુતનીવૃત્ શબ્દમાં રહેલા “સુત’પદનો જ શિક્ષાપદ સાથે અલગ અન્વય કરવો હોય, તો “સુતેભ્યઃ (સુત=પુત્રોને) એવો અધ્યાહાર આવશ્યક બને. અન્યથા ‘વિધેય'પદનો બોધ(=કોને શિક્ષા આપી? તેનો પરામશ) ન થવારૂપ દોષ આવે. તેથી આ સ્થળે તા=લક્ષ્મી... સારી લક્ષ્મી છે જ્યાં'(=જે દેશમાં) =સુત એવી વ્યુત્પત્તિ કરવી. પછી આ પદને નિવૃત્' (દશ) પદનું વિશેષણ બનાવી કર્મધારય સમાસ કરવો. અને સુતેભ્યઃ (પુત્રોને) એટલું અધ્યાહારથી લેવું. ટૂંકમાં ભગવાને પુત્રોને વહેંચી આપેલા રાજ્યો કે શિખવાડેલી શિલ્પકળાઓ આ બંને કાર્યો દુષ્ટ નથી, કારણ કે જો ભગવાને આ પ્રમાણે રાજ્યોની વહેંચણી કરી ન હોત, કે શિલ્પ શીખવાડ્યું ન હોત, તો મસ્યગલાગલન્યાયથી કે ખેડે તેનું ખેતર’ એ ન્યાયથી ભારે અન્યાયી પ્રવૃત્તિઓ થવારૂપ બહુ મોટા દોષો હતા. આ દોષોનું વારણ રાજ્યના વિભાગ અને શિલ્પના જ્ઞાનદાનથી જ શક્ય હતું. તેથી જ આ બન્ને પ્રવૃત્તિ ભગવાનને અભિપ્રેત હતી. પ્રભુને તે પ્રવૃત્તિ કરવા જતાં ગૌણભાવે રહેલી હિંસા જરા પણ ઇષ્ટ ન હતી, તેથી એ અંશે તો નરી ઉપેક્ષા જ હતી. ભગવાનની અપેક્ષાએ આ પ્રવૃત્તિઓમાં થતી હિંસા બળવત્તર દોષરૂપ ન હતી, તેથી એ હિંસાનો ભય પ્રભુની એ પ્રવૃત્તિમાં વ્યાઘાત કરનારો ન થયો. આ દૃષ્ટાંત ગૌણ હિંસાથી સભર પણ બળવત્તર લાભવાળી પ્રવૃત્તિને ન્યાયયુક્ત ઠેરવે છે. તેથી દ્રવ્યસ્તવના અસ્વીકારરૂપ જે દુર્મત છે, તે દુર્મતરૂપ વૃક્ષ સમુદાયમાટે આ દૃષ્ટાંત પ્રબળતર દાવાનલસમાન છે, આ ન્યાય-દષ્ટાંતની હાજરીમાત્રથી પ્રચિત-અત્યંત પુષ્ટ એવો પણ દુર્મત ક્ષણવારમાં ભસ્મીભૂત થઇ જાય છે, કારણ કે દ્રવ્યસ્તવમાં પણ રહેલી અધિકારી ગૃહસ્થને ભક્તિના અતિશયથી બોધિલાભની પ્રાપ્તિમાં હેતુતા જ ઇષ્ટ બળવત્તર અંશ છે, હિંસાનો અંશ તો ઉપેક્ષણીય જ છે. (અહીં ગૌણ-હિંસાદિદોષરૂપ અબળ અંશનો નિર્દેશન કરવો-ઉપેક્ષા કરવી એ ન્યાય છે.) હારિભદ્ર - “રાજ્યાદિદાનદૂષણનિવારણ અષ્ટક અહીં હારિભદ્ર અષ્ટક(અઠાવીસમું - રાજ્યાદિદાનદૂષણનિવારણનામક)ની સાક્ષી આપે છે –
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy