SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્યસ્તવમાં અંગઘર્ષણ ન્યાય 215 बोध्यम्। तदेवं पुष्टालम्बनेनापवादेऽपि न त्रासौचित्यमिति स्थितम् ॥ ३७॥ दृष्टान्तान्तरेण समर्थनमाह गर्तादङ्गविघर्षणैरपि सुतं मातुर्यथाहेर्मुखात्, __कर्षन्त्या नहि दूषणं ननु तथा दुःखानलार्चितात्। संसारादपि कर्षतो बहुजनान् द्रव्यस्तवोद्योगिन स्तीर्थस्फातिकृतो न किञ्चन मतं हिंसांशतो दूषणम् ॥ ३८॥ (दंडान्वयः→ यथा गर्तादङ्गविघर्षणैरपि अहेर्मुखात्सुतं कर्षन्त्या मातुः नहि दूषणम्। ननु तथा दुःखानलार्चिर्भूतात् संसारादपि बहुजनान् कर्षत: तीर्थस्फातिकृत: द्रव्यस्तवोद्योगिनः हिंसांशतो न किञ्चन दूषणं मतम्॥) 'गर्ताद्'इति । यथा गर्ताद-विवरादतित्वरयाऽङ्गस्य विघर्षणैरपि कृत्वाऽहेर्मुखात्-सर्पस्य वदनात्सुतं कर्षन्त्या मातुर्नहि-नैव दूषणम्। ननु निश्चये, तथा दु:खानलाचि तात्-असुखाग्निज्वालापूरितात्संसारादपि बहुजनान् बीजाधानद्वारेण कर्षतो द्रव्यस्तवे उद्योगिन: उद्यमवतस्तीर्थस्फातिकृत:-जिनशासनोन्नतिकारिणो છે. તેથી તેનાથી પણ ઉતરવી કલ્પનહિ. એટલે કે એમાં ચારિત્ર શબળ થાય છે. આમ પુષ્ટ આલંબનથી સેવાતા અપવાદમાં પણ ત્રાસ પામવો ઉચિત નથી. . ૩૭ દ્રવ્યસ્તવમાં અંગાર્પણ ન્યાય દ્રવ્યસ્તવઅંતર્ગત હિંસાની અદુષ્ટતાનું બીજા દષ્ટાંતથી સમર્થન કરે છે– કાવ્યાર્થ:- જેમ સાપના મોંમાંથી બચાવવા એકદમ ઉતાવળથી ખાડામાંથી અંગ ઘસાઇ જાય(=ચામડી છોલાઈ જાય) એ પ્રમાણે પુત્રને ખેંચી કાઢતી માદોષિત ઠરતી નથી. તેમ દુઃખરૂપ અગ્નિથી ભરેલા સંસારમાંથી ઘણા લોકોને ખેંચી કાઢતા અને તીર્થની ઉન્નતિ કરતા દ્રવ્યસ્તવમાં પ્રવૃત્ત થયેલા પુરુષને હિંસાના અંશમાત્રથી કોઇ દૂષણ નથી. પોતાનોનાનકડો બાળ રમતાં રમતાં ખાડામાં ઉતરી ગયો હોય...ખાડામાં સામેથી કાળોતરો સાપ ધસમસતો આવી દંશ દેવા ઉદ્યત થયો હોય અને વાત્સલ્યમયી માની નજર પડી જાય. “હાય! મારી આંખના રતનને આ સાપ દંશદેશે!આ ભયથી વિહ્વળ બનેલી માતા પાગલની જેમ દોટ મુકે – એક જ ઝાટકે પોતાના વહાલસોયા પુત્રને ઉપર ખેંચી લે. પણ તેમ કરવા જતાં ખાડાની ભીંતસાથે લાડીલા લાલના કુમળા અંગ ઘસાય. અને ચામડી છોલાઇ જાય....બોલો! આ માતા દોષપાત્ર છે? શું આ માતાને એવો ઠપકો આપવો વાજબી છે કે, “અલી બાઇ! છોકરાને આ રીતે કઢાય? જરા ધીમેથી કાઢવો જોઇએ. આ તો બચારાને ઘાયલ કરી નાખ્યો. માતા છો કે કોણ છો?' વાસ્તવમાં માતાએ જે કર્યું તે બરાબર જ છે. વાર લગાડવામાં પુત્રના મોતનો ભય છે. ભલે થોડો ઘસરકો પડ્યો. પણ જાન તો બચી. બસ, આ જ પ્રમાણે, દેવવિમાનતુલ્ય દેરાસર બનાવ્યું હોય - કે જેનાં દૂર સુદૂરથી થતાં દર્શન પણ આંખને ઠારી દે અને હૃદયને હર્ષથી ભરી દે. વળી આ દેરાસરમાં પરમાત્માની નયનરમ્ય પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરી હોય અને એવી અદ્ભુત આંગીરચના કરી હોય, કે જોનારને “જાણે સાક્ષાત્ મહારાજાધિરાજનો દરબાર ન જામ્યો હોય!' તેવો ભાસ થાય. પરમાત્માના આ અવિસ્મરણીય દર્શન કરીને કંઇ કેટલાય ભવ્યજીવોના દિલડોલી ઉઠે. મન મહોરી ઉઠે. અંગે અંગમાં છલકાઇ ગયેલો હર્ષ રોમરાજીને વિકસિત કરે. ઇનઠન નૃત્ય કરવા હૈયું તલસી ઉઠે... મુખથી અનાયાસે જ “વાહ! અદ્ભુત! અલૌકિકનયનરમ્ય!” એવા ઉદ્ગારો નીકળી પડે. સહજ કાવ્યો રચાવા મંડે. અને ફળરૂપે બોધિબીજને આત્મામાં વાવી મોક્ષની વાટે ચાલતી પકડે.... પરમાત્માની અનુપમ ભક્તિથી
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy