SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રિવ્યસ્તવની ભાવયજ્ઞતા 195 सत्तन्त्रोक्तदशत्रिकादिकविधौ सूत्रार्थमुद्राक्रिया योगेषु प्रणिधानतो व्रतभृतां स्याद्भावयज्ञो ह्ययम्। भावापद्विनिवारणोचितगुणे ह्यप्यत्र हिंसामति Vढानां महती शिला खलु गले जन्मोदधौ मज्जताम् ॥ ३४॥ (दंडान्वय: → सत्तन्त्रोक्तदशत्रिकादिकविधौ सूत्रार्थमुद्राक्रियायोगेषु प्रणिधानतो व्रतभृतामयं भावयज्ञो हि स्यात्। भावापद्विनिवारणोचितगुणेऽपि ह्यत्र मूढानां हिंसामतिः खलु जन्मोदधौ मजतां गले महती शिला॥) __ 'सत्तन्त्रोक्त'इति। सत्तन्त्रे-सच्छास्त्रे, उक्त:-पूजापूर्वापराङ्गीभूतो 'दहतिग अहिगमपणगं' [चैत्यवन्दन भा॰ २, पा. १] इत्यादिनाऽभिहितो दशत्रिकादिविधिः, तस्मिन् विषये, सूत्रं चार्थश्च मुद्रा च क्रिया च तल्लक्षणेषु योगेषु प्रणिधानतो ध्यानतो हि-निश्चितमयं द्रव्यस्तवो भावयज्ञः स्यादभ्युदयनिःश्रेयसहेतुयज्ञरूपत्वात् । यदाह→ 'एतदिह भावयज्ञः सद्गृहिणो जन्मफलमिदं परमम् । अभ्युदयाविच्छित्या नियमादपवर्गबीजमिति'॥ [षोडशक ६/१४] इति। हि-निश्चितं, अत्र-द्रव्यस्तवे जिनविरहप्रयुक्ततद्विनयासम्पत्तिरूपा या भावापत्, तद्विनिवारणोचितो गुणो यत्र, तादृशेऽपि या हिंसामतिः, सा खलु मूढानां विपर्यस्तानां जन्मोदधौ-संसारसमुद्रे मज्जतां गले महती शिला। मज्जतां हि पापानां गले शिलारोप उचित एवेति सममलङ्कारः। 'समं योग्यतया योगो यदि सम्भावित: क्वचित्' इति काव्यप्रकाशकारः॥ કાવ્યાર્થ-સશાસ્ત્રમાં કહેલી દશત્રિક વગેરે વિધિવખતે સૂત્ર, અર્થ, મુદ્રા અને ક્રિયારૂપયોગોમાં પ્રણિધાન રાખવાથી વ્રતધરો(=શ્રાવકો) માટે આ દ્રવ્યસ્તવ ચોક્કસ ભાવયજ્ઞ જ છે. ભાવઆપત્તિનું નિવારણ કરતું હોવાથી ઉચિતગુણવાળા આ દ્રવ્યસ્તવમાં પણ મૂઢ પુરુષોને(=પ્રતિમાલોપકોને) થતી હિંસાની બુદ્ધિ જન્મસમુદ્રમાં (=સંસારસાગરમાં) ડુબતા તેઓના(=પ્રતિમાલોપકોના) ગળે મોટી શિલા સમાન છે. દ્રવ્યસ્તવની ભાવયતા દશત્રિક અભિગમપંચક' ઇત્યાદિ શાસ્ત્રવચનથી સૂચિત પૂજાની આગળ-પાછળના અંગભૂત દશત્રિકવગેરે વિધિવખતે બોલાતા સૂત્રોમાં, તેના અર્થોમાં, તે વખતે રાખવાની મુદ્રામાં અને કરવાની ક્રિયામાં પ્રણિધાન=ધ્યાન રાખવાથી આ દ્રવ્યસ્તવ પણ ભાવયજ્ઞ બની જાય છે કારણ કે તે અભ્યદય અને મોક્ષમાં કારણભૂત યજ્ઞરૂપ બને છે. કહ્યું જ છે કે – “સદ્ધહસ્થોમાટે આ(=જિનભવન) જ ભાવયજ્ઞ(=ભાવપૂજા) છે અને આ(=જિનભવન) જ જન્મનું શ્રેષ્ઠ ફળ છે. આ જ અવશ્ય સ્વર્ગાદિ અભ્યદયની અખંડિત પરંપરાથી મોક્ષનું બીજ=કારણ બને છે.” અત્યારના અહીં ભાવનિક્ષેપાના(=સાક્ષાત) ભગવાનનો વિરડકાળ છે. તેથી તેમના વિનયનો લાભ મળતો નથી. ધર્મજ્ઞ માણસને મન જીવનમાં આ જ મોટામાં મોટી ખોટ-આપત્તિ છે-ભાવઆપત્તિ છે. (પરિવાર, પૈસા, પ્રતિષ્ઠા આદિનો વિરહ-અભાવ દ્રવ્યઃગૌણ આપત્તિ છે.) આ ભાવઆપત્તિને યત્કિંચિત્ અંશે દૂર કરવારૂપ ઉચિતગુણને ધરાવતા દ્રવ્યસ્તવમાં હિંસાની બુદ્ધિ ખરેખર ડુબતાના ગળે શિલાસમાન છે. પિતાની ગેરહાજરીમાં પિતાની ભક્તિથી વંચિત રહી જવાનો થતો વસવસો કંઇક ઓછો કરવાની ભાવનાથી પિતાના ફોટાને ફૂલની માળા, ધૂપ વગેરેથી પૂજા કરતા છોકરાને થાબડવો જોઇએ કે તેમાં ભૂલ કાઢી ઠપકો આપવો જોઇએ? આ જ બાબત પરમપિતા પરમાત્માઅંગે શું ખોટી છે? આ કાવ્યમાં “સમ” અલંકાર છે. “જો ક્યાંક સરખી યોગ્યતાથી યોગ સંભાવિત=લોકસંમત હોય, (તો સમન્ અલંકાર કહેવાય)” એમ કાવ્યપ્રકાશકાર કહે છે. (અહીં ટીકાકાર સ્વયંદ્રવ્યસ્તવને ભાવયશ કેવી રીતે કહી શકાય?
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy