SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ (194 પ્રતિમાશતક કાવ્ય-૩૩) (दंडान्वयः→ पूजापूजकपूज्यसङ्गतगुणध्यानावधानक्षणे अनेन विधिना भव्यः सुखी स्तादिति' सत्त्वगु(ग ?)णेषु मैत्री भवति । तथा वैरव्याधिविरोधमत्सरमदक्रोधैश्च नोपप्लवः। तद् द्रव्यस्तवोपक्रमे दोषदलनो को નામ મુળો ન મવતિ? (પિત મૂયાનેવ મવતીતિ ભાવ:) II) _ 'पूजा' इति । पूजापूजकपूज्यसङ्गतास्त्रयान्वयिनो ये गुणास्तेषां यद् दृग्दृश्यद्रष्टुसमापत्तिसमाधिफलं ध्यानं, ततो य दवधानम् अनुप्रेक्षा, तत्क्षणे अवसरे, अनेन द्रव्यस्तवविधिना भव्यः सर्वोऽपि सुखी स्तादिति सत्त्वगणेषु -प्राणिसमूहेषु मैत्री भवति। अत एव 'अल्पबाधया बहूपकारादनुकम्पोपपत्तिः' इति पञ्चलिङ्गीकारः। तथा वैरं વ, વ્યાધિશ, વિરોધશ, મત્સરશ્ન, મશ, #ોધતિ; સૈઃ કૃત્યોહ્નવ=૩પદ્રવોન મવતિ તત્વ=તમક્ઝિાર્િद्रव्यस्तवोपक्रमे उपक्रम्यमाणे द्रव्यस्तवे दोषदलनो-दोषोच्छेदकारी को नाम गुणो न भवति ? अपि तु भूयानेव મવતી'તિ માવ: | રૂરૂ ૩શેષમદ- * અર્થાત્ ઘણા ગુણો છે. પૂજાથી મૈત્રીઆદિ ભાવની પ્રાપ્તિ અને ક્રોધાદિથી બચાવ ભક્તિના ભવનાશક ભાવથી થતી પૂજા, આ પૂજાનું પરમસૌભાગ્ય પામેલો પૂજક અને પૂજાનું પરમપાત્ર પૂજ્ય=પરમાત્મા, આ ત્રણેમાં જે ગુણો રહ્યા છે, તે ગુણોનું દ્રષ્ટા જ્યારે ધ્યાન ધરે છે, ત્યારે ધ્યાનના ફળ તરીકે ચક્ષુ, તે પૂજાદિ દશ્ય અને દ્રષ્ટા (અથવા દર્શનક્રિયા) આ ત્રણની સમાપત્તિરૂપ સમાધિ પ્રગટ થાય છે. અર્થાત્ દર્દશ્ય અને દ્રા (અથવા દૃષ્ટિ) આ ત્રણે પૂજ્યવગેરેના સંબંધમાં એકતા પામે છે. ધ્યાનની આ પરમોચ્ચ દશાનો આનંદ અવર્યુ છે. (“જિન હીપાયા તિન હી છિપાયા, કહત નહિકોઉ કાનમેં હા પામવાનો ઉપાય છે- ‘તાલી લાગીજબ અનુભવરસકી, સમજત તબ કોઉ સાનમેં.') પણ, આ ધ્યાન સૂક્ષ્મવિષયક હોવાથી અને અત્યંત એકાગ્ર ઉપયોગરૂપ હોવાથી લાંબુ ટકી શકે નહિ. અંતર્મુહુર્ત પછી ધ્યાન વિલય પામે છે. ત્યારે અનુપ્રેક્ષાની અવસ્થા આવે છે. અનુપ્રેક્ષામાં ચિત્ત કંઇક અસ્થિર હોય છે. એકાગ્રતા કંઇક મંદ હોય છે. આ અવસ્થા ચિંતનમય છે અને મૈત્ર્યાદિભાવથી સુસંસ્કૃત હોય છે. આ અનુપ્રેક્ષાકાળે “આ દ્રવ્યસ્તવ વિધિથી(=આ વિધિથી પ્રાપ્ત થયેલા શુભઅધ્યવસાયની તાકાતથી, અથવા ઉત્પન્ન થયેલા પુણ્યથી અથવા આ ભાવસભરવિધિયુક્ત ક્રિયાની તાકાતથી) બધા પણ ભવ્યો સુખ પામો’ એવું જીવો પ્રત્યેનું મૈત્રીભાવનાનું પવિત્ર ઝરણું ખળખળ વહેતું હોય છે. તેથી જ ‘(આ દ્રવ્યસ્તવમાં) અલ્પજીવોની બાધા=પીડા દ્વારા ઘણા જીવોપર ઉપકાર થાય છે, તેથી અનુકંપાની ઉપપત્તિ થાય છે.” એમ પંચલિંગીકાર કહે છે. વળી દ્રવ્યસ્તવમાં વેરવગેરેથી રહિત એવા વીતરાગની પૂજાસ્તુતિ વગેરે હોવાથી તથા ચિત્ત પણ વીતરાગમાં લીન હોવાથી પોતાનામાં રહેલા વેરવગેરે ભાવો પણ શાંત પડી જાય છે અને નવા પ્રગટતા નથી. જેમની હાજરીમાત્રથી સવાસો યોજનામાં વૈર-વિરોધવ્યાધિ, મત્સર, ક્રોધ, મદવગેરે ભાવો એતા નથી, તે પરમાત્માની પ્રતિમામાં સાક્ષાત્ પરમાત્મસ્વરૂપની ઝાંખી થવાથી પરમાત્મચિંતનમાં લીન બનેલા ભક્તો આગમ ભાવનિક્ષેપાથી પોતાને જ પરમાત્મસ્વરૂપે અનુભવે છે. તેથી ત્યારે તેઓના વેર-વિરોધાદિ ભાવો નષ્ટ થઇ જાય, તેમાં વિસ્મયનું કોઇ કારણ નથી. એટલું નોંધી લો કે, અચિંત્યશક્તિસભર પરમાત્મા પરમકલ્યાણભૂત છે, અને પરમકલ્યાણનું પ્રધાન કારણ છે. પણ, સબૂરીઆપરમકલ્યાણની પ્રાપ્તિમાં બીજતરીકે જિનપ્રતિમાપૂ છે, તે ભૂલશો નહિ. આ પૂજાને તરછોડશો મા! ખરેખર પૂજાવગેરરૂપ દ્રવ્યસ્તવમાં દોષોચ્છેદક કયો ગુણ નથી? તે જ અણઉકેલ્યો પ્રશ્ન થઇને રહે છે. ૩૦ દ્રવ્યસ્તવના અનન્ય લાભો દર્શાવતા બાકી રહેલા લાભો હવે દર્શાવે છે
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy