SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ સિત્સંગથી અવંચકત્રયની પ્રાપ્તિ 193 दप्यद्भुतरसस्योद्भावना-उद्बोधः । ततश्च सद्योगावञ्चकादिक्रमेण परमः समाधिलाभ इति। च-पुन: वीणावेणुमृदङ्गसङ्गमेन तौर्यत्रिकसम्पत्त्या यश्चमत्कारः, ततो नृत्योत्सवे स्फारा येऽर्हद्गुणाः, तल्लीनताविर्भावानुभावीभूतं यदभिनयनं, तस्माद्भेदभ्रमस्य भेदविपर्ययस्य प्लावना=परिगलनम्। तथा च समापत्त्यादिभेदेनार्हद्दर्शनं स्यादिति भावः। समापत्तिलक्षणमिदं → 'मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्वाच्च समापत्तिः प्रकीर्तिता'।इति [द्वात्रिं द्वात्रिं. २०/१०] आपत्ति:-तीर्थकृन्नामकर्मबन्धः। सम्पत्तिः तद्भावाभिमुख्यमिति योगग्रन्थे प्रसिद्धम् // રેરા તથા पूजापूजकपूज्यसङ्गतगुणध्यानावधानक्षणे, मैत्री सत्त्वगु(ग?)णेष्वनेन विधिना भव्यः सुखी स्तादिति। वैरव्याधिविरोधमत्सरमदक्रोधैश्च नोपप्लव स्तत्को नाम गुणो न दोषदलनो द्रव्यस्तवोपक्रमे ॥ ३३॥ યોગાવંચક, ક્રિયાવંચક અને ફળાવંચકનાક્રમથી પરમસમાધિની પ્રાપ્તિમાં હેતુબને છે. (ગુણસભરઅને વિશિષ્ટ પુણ્યશાળી સપુરુષો સાથેનો યોગ(વિપર્યયરહિતનો) યોગાવંચક બને છે. તે પછી પુરુષોને વિનયબહુમાનપુરસ્સર પ્રણામવગેરે ક્રિયાનો નિયમ ક્રિયાવંચક્યોગ બને છે. આ વિનયાદિથી પ્રસન્ન થયેલા સપુરુષોના ઉપદેશવગેરે દ્વારા ધર્મસિદ્ધિના વિષયમાં સાનુબન્ધ ફળની જે પ્રાપ્તિ થાય છે, તે ફળાવંચક છે. આ ત્રણે ક્રમશઃ શુભ, શુભતર, શુભતમ આશયવિશેષરૂપ-અવ્યક્તસમાધિરૂપ છે.) ફળાવંચકયોગની પ્રાપ્તિ ઉત્તરોત્તર વધતા પરમ સમાધિપર લઇ જાય છે. (સદ્ધઓના સમાગમમાત્રથી ઢબહારી જેવા લૂંટારા, અર્જુન માળી જેવા હત્યારા અને અવંતીકુમાર જેવા ભોગીઓ પણ પરમયોગી થઇ ગયાના ઢગલાબંધ દાખલાઓ છે.) વળી વીણા, વેણુ અને મૃદંગ સંગીતના આ ત્રણ સાધન ભેગા થાય, ત્યારે તેમાંથી રેલાતા સંગીતના પ્રવાહથી ભાવોલ્લાસની વૃદ્ધિરૂપ ચમત્કાર સર્જાય છે. આ ભાવોલ્લાસ બાહ્ય ભાન ભૂલાવે છે અને સર્જાવે છે નૃત્યની મંગલ લીલા. નૃત્ય કરતા કરતા અરિહંતના ગુણોમાં લીન થઇ જવાથી તેને અનુરૂપ અભિનયો સહજ પ્રગટવા માંડે છે. તેથી પરમાત્મા સાથેના ભેદભાવનો ભ્રમ ભાંગી જાય છે. અભેદપ્રણિધાનની પ્રાપ્તિ થાય છે અને સમાપત્તિવગેરેથી અરિહંતનો સાક્ષાત્કાર થાય છે. સમાપત્તિનું લક્ષણ આ છે – “જ્યારે નિર્મલ સ્ફટિક મણિની જેમ રાજસ-તામસવગેરે વૃત્તિઓથી રહિતનું ચિત્ત ધ્યાતા, ધ્યાન અને દયેય આ ત્રણને વિષે રહે છે અને આ ત્રણથી ઉપરક્ત(==ણની સમાનતા ધારણ કરનારું) બને છે, ત્યારે (ત્રણમાં રહ્યું હોવાથી અને ત્રણેયથી રંગાયેલું હોવાથી) સમાપત્તિ થાય છે, તે નિઃસંશય છે.”(સમાપત્તિ યોગદર્શનમતે સંપ્રજ્ઞાત સમાધિ. અધ્યાત્મસારમાં પરમાત્માની અભેદભાવે ઉપાસનાને સમાપત્તિ કહી છે.) તીર્થંકર નામકર્મનો બંધ આપત્તિરૂપ છે. અને તે ભાવ(=તીર્થકર નામકર્મથી પ્રગટેલા ભાવ) તરફ જવું એ સંપત્તિ છે એમ યોગગ્રંથોમાં પ્રસિદ્ધ છે. (‘સમાપતિ' માં “સ” અને “આ પૂર્વક પત્તિ' પદ છે. તેથી સમાપત્તિથી પહેલા “આપત્તિ' અને પછી સંપત્તિ પ્રાપ્ત થાય છે, એવું સૂચવવાનું તાત્પર્ય લાગે છે.) . ૩૨ વિશેષગુણો બતાવે છે કાવ્યર્થ - પૂજા, પૂજક અને પૂજ્યને સંગત એવા ગુણોના ધ્યાન પછી જે અનુપ્રેક્ષા છે, તે વખતે “આ વિધિથી(=દ્રવ્યસ્તવવિધિથી) સર્વ ભવ્યજીવો સુખી થાવ' ઇત્યાદિરૂપ જીવસમુદાયપર મૈત્રી હોય છે. તથા વૈર, વ્યાધિ, વિરોધ, મત્સર, મદ અને ક્રોધનો ઉપદ્રવ થતો નથી. આદ્રવ્યસ્તવના ઉપક્રમમાં દોષનાશક ક્યો ગુણ નથી? O आपत्तिश्च ततः पुण्यं तीर्थकृत्कर्मबन्धतः । तद्भावाभिमुखत्वेन सम्पत्तिश्च क्रमाद्भवेत् ॥ [ज्ञानसार ३०/४] - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy