SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ 196 પ્રતિકારશતક કાવ્ય-૩૪) इदं पुनरत्र विचारणीयं-भावोपपदस्तवशब्द इव भावोपपदो यज्ञशब्दश्चारित्रमेवाचष्ट इति कथं द्रव्यस्तवे भावयज्ञपदप्रवृत्तिः ? द्रव्यस्तवशब्दस्येव द्रव्ययज्ञपदस्यैव प्रवृत्तेरौचित्यात्। अथ यज्ञ' शब्दो लौकिकयागे प्रसिद्ध इति तव्यावर्तनेन भावपदयोगः प्रकृते प्रवर्त्तयिष्यते। तर्हि स्तवशब्दोऽपि स्तुतिमात्रे प्रवृत्तो भावशब्दयोगेन प्रकृते प्रवर्त्यतां संतगुणुकित्तणा भावे' इति [आव. भा. १९१ पा. ४] नियुक्तिस्वरसाद, गुणवत्तया ज्ञानजनकव्यापारमात्रे शक्तं स्तवपदं भावपदयोगे आज्ञाप्रतिपत्तिरूपे विशेषे एव पर्यवसायतीति तत्कारणे द्रव्यस्तवपदप्रवृत्तिरेव युक्तेति चेत् ? तर्हि 'महाँजयं जयई जन्नसिटुं' [उत्तरा० १२/४२ पा. ४] इत्याद्यागमाद्भावयज्ञपदस्यागमे चारित्र एव प्रसिद्धेन॒व्यस्तवे द्रव्ययज्ञपदप्रवृत्तेरेवौचित्यमिति चेत् ? देवतोद्देश्यकत्यागे यागशब्दस्य प्रयोगप्राचुर्याद्भावએ માટે વિચારણા કરી તાત્પર્યાર્થ બતાવશે.) ભાવયરૂપે દ્રવ્યસ્તવની સિદ્ધિ પૂર્વપક્ષઃ- “ભાવપદથી યુક્ત સ્તવ(=ભાવસ્તવ) શબ્દથી “ચારિત્ર' અર્થ પ્રાપ્ત થાય છે એ તમને પણ સંમત છે. એ જ પ્રમાણે ‘ભાવયજ્ઞ’ શબ્દથી પણ “ચારિત્ર' અર્થ જ નીકળે છે. એટલે “ભાવયજ્ઞ પદથી ‘દ્રવ્યસ્તવ' અર્થ કરવો યુક્તિયુક્ત નથી. દ્રવ્યસ્તવસ્થળે ‘દ્રવ્યસ્તવ' પદની જેમ દ્રવ્યયજ્ઞ' પદનો પ્રયોગ કરવો વાજબી છે. શંકા - “યજ્ઞ’ શબ્દ લૌકિક યજ્ઞ(=બ્રાહ્મણોના યજ્ઞ) અર્થમાં પ્રસિદ્ધ છે. આ લૌકિક યજ્ઞો મોક્ષમાં કારણભૂત ન હોવાથી અપ્રધાન છે. તેથી દ્રવ્યરૂપ છે. એ દ્રવ્યયજ્ઞોથી અલગ કરવા દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહેવો યુક્તિયુક્ત છે. સમાધાનઃ- એમ તો સ્તવશબ્દ સ્તુતિઅર્થમાં જ પ્રસિદ્ધ છે, તેથી લૌકિક દેવો વગેરેની સ્તુતિ પણ સ્તવ કહેવાય છે. આ સ્તવ પણ મોક્ષમાં કારણ ન હોવાથી દ્રવ્યરૂપ છે. તેથી આદ્રવ્યસ્તવથી અલગ કરવાવીતરાગની પૂજા આદિરૂપ સ્તવમાટે ‘ભાવસ્તવ' એવો પ્રયોગ કરવો જોઇએ. શંકા - ભલે, તેમ છે. અમારે વિરોધ નથી. સમાધાન - કેમ વિરોધ નથી? ઉપરોક્ત ચર્ચાથી તો દ્રવ્યસ્તવથી લૌકિક દેવોની સ્તુતિવગેરે અર્થ થાય છે. દ્રવ્યસ્તવદ્વારા તમે વીતરાગની પૂજાવગેરેની જે વાતો કરો છો, તેની સાથે આ અર્થને વિરોધ છે જ. તેથી તમારી વાત અમાન્ય છે. શંકા-નિર્યુક્તિકારે “સંતગુણુકિતણા ભાવે (સદ્ભૂત ગુણોનું ઉત્કીર્તન ભાવનિક્ષેપોથીસ્તવ છે) ઇત્યાદિ કહ્યું છે. “સ્તવ'પદના ભાવનિક્ષેપાથી એ અર્થ ફલિત થાય છે, કે “આ સ્તુત્ય વ્યક્તિ ગુણવાન છે એવું જ્ઞાન કરાવનારી બધી પ્રવૃત્તિઓમાં “સ્તવ’ શબ્દ શક્ત છે(=આ બધી પ્રવૃત્તિઓમાટે સ્તવ શબ્દનો પ્રયોગ થઇ શકે છે.) તેથી ‘ભાવ' શબ્દપૂર્વકનો “સ્તવ' શબ્દ ભગવાનની આજ્ઞાના સ્વીકારરૂપ અર્થવિશેષમાં પર્યવસિત થાય છે, કારણ કે “જ્યારે શુદ્ધપદથી સામાન્ય અર્થ ઇષ્ટ હોય, ત્યારે વિશેષણપદ વિશિષ્ટઅર્થમાટે હોય છે.” આમ ભાવસ્તવપદથી ‘ભગવાનની આજ્ઞાનો સ્વીકાર - ચારિત્ર' અર્થપ્રાપ્ત થાય છે. તેથી દ્રવ્યપદયુક્ત સ્તવપદ દ્રવ્યસ્તવપદ ભાવસ્તવના કારણમાં પ્રયુક્ત થાય તે યુક્તિયુક્ત છે. સમાધાન - એમતો “મહાભયંજયઇ જસિ(=મહાજકારી શ્રેષ્ઠ યજ્ઞ=સંયમ જય પામે છે-સાધુઓ આચરે છે.) એ પ્રમાણે ઉત્તરાયયન સૂત્રનું વચન છે. આ વચનથી એવો પ્રકાશ થાય છે કે, “ચારિત્ર' અર્થમાં જ ભાવયજ્ઞપદનો પ્રયોગ થાય છે. તેથી તેના કારણમાં જ દ્રવ્યયજ્ઞપદનો પ્રયોગ સુસંગત છે. તેથી ‘એતદ્ ઇહ ભાવયજ્ઞ’ ઇત્યાદિ શ્લોકમાં કાં તો ભાવપદનો પ્રયોગ વાજબી નથી, કાં તો ભાવયજ્ઞ=ચારિત્ર એવો અર્થ જ કરવો પડશે. તેથી @ सुसंवुडा पंचहिं संवरेहिं इह जीविअं अणवकंखमाणा। वोसट्टकाया सुइ चत्तदेहा महाजयं जयइ जण्णसिटुं॥ इति पूर्णश्लोकः॥
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy