SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ યતનાયુક્ત દ્રવ્યસ્તવ અધિકદોષનિવર્તક 19 वासितम् । तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते'। [शास्त्रवार्तासमु. ५/३०] ततो भवदभ्युपगमेनैव क्लिष्टमनोव्यापार: कर्मबन्धायेति । ईर्यापथेऽप्युपयुक्तस्याप्रमत्तत्वादबन्धकत्वमनुपयुक्तस्य तु क्लिष्टचित्ततया बन्धकत्वमेव । स्वप्नान्तिकेऽप्यशुद्धचित्तसद्भावादीषद्बाधा भवत्येव।सा चाव्यक्तसावधोक्त्या त्वयाप्यभ्युपगता। तदेवमेकस्यापि क्लिष्टस्य मनसो भावे बन्धसद्भावाद्यदुक्तं-'प्राणी'त्यादि तत्सर्वं प्लवते। यदप्युक्तं पुत्रं पिता समारभ्ये' त्यादि तदप्यनालोचिताभिधानम्, मारयामीत्येवमध्यवसायं विना व्यापादनाऽसम्भवात्तादृशचित्तपरिणतेश्च कथमसङ्क्लिष्टता ? सङ्क्लेशे चावश्यम्भावी कर्मबन्ध इत्युभयसम्मतमेव। यदपि परव्यापादितपिशितभक्षणे परहस्ताकृष्टाङ्गारदाहाभाववन्न दोष इति । तदप्युन्मत्तप्रलपितवदनाकर्णनीयं, परव्यापादितपिशितभक्षणेऽप्यनुमतेरप्रतिहतत्वात्। यच्च कृतकारितानुमतिरूपादानत्रयं तैरभिहितं तजिनेन्द्रमतलवास्वादनमेव तैरकारीति॥ પૂર્ણ થઇ.) આમ બોદ્ધોની કલ્પના અમારી પ્રરૂપણા કરતા ઘણી ભિન્ન છે. યતનાયુક્ત દ્રવ્યસ્તવ અધિકદોષનિવર્તિક પૂર્વપક્ષ - છતાં બૌદ્ધોએ ‘પુત્ર પિતા ઇત્યાદિ (પૂર્વોક્ત સૂયગડાંગ પાઠ ગા. ૨૮માં) જે કહ્યું, તેને જ અનુરૂપ તમે દ્રવ્યસ્તવમાં પુષ્પવગેરેના જીવોની હિંસામાં દોષનો અભાવ કહો છો. તેથી હજી બૌદ્ધમતમાં પ્રવેશના દોષની માથે લટકતી તલવાર અડીખમ ઊભી જ છે. પ્રશ્ન:- પુષ્પવગેરેના જીવોને મારવાના અધ્યવસાય વિના તે જીવોની હિંસા કરવામાં દોષ નથી. સમાધાન -આ ઉત્તરતો બૌદ્ધ પણ આપી શકે તેમ છે. પુત્રને મારવાના આશય વિના પિતા પુત્રને મારીને માંસ ખાય તેમાં દોષ નથી, એમ તો તેઓ પણ કહી શકે છે. ઉત્તરપક્ષ -એમ નથી. પુત્રનું માંસ પુત્રને માર્યા વિના મળે નહિ. તેથી પુત્રને મારતી વખતે પુત્રને મારી માંસ ખાઇશ” આવો હિંસક આશય હોય જ. જિનપૂજામાં ફૂલના જીવોને મારી પ્રભુપૂજા કરું’ એવો પુષ્પના જીવોને હણવાનો કોઇ આશય જ નથી, પરંતુ ભવતારિણી પરમાત્મભક્તિનો જ આશય હોય છે. તેના એક અનિવાર્ય અંગતરીકે થઇ જતી પુષ્પાદિ જીવોની હિંસા છે. વળી તે વખતે પણ તે સર્વ જીવોને શક્ય બને તેટલા અંશે બચાવવા, અલ્પ પીડા થાય ઇત્યાદિ આશયથી થતી જયણા પ્રધાનરૂપે હોય છે. તેથી દ્રવ્યસ્તવવગેરેમાં હિંસા હોવા છતાં હિંસાનો આશય નથી. પણ શુભઆશય છે. જેમ એકસાધુ બીજા સાધુના વાળનો લોચ કરે, ત્યારે બીજા સાધુને પીડા થવાનો સંભવ છે. અહીં લોચ એ અવશ્ય કર્તવ્ય છે અને પીડા અનિવાર્ય અનિષ્ટ છે. છતાં લોચ કરતો સાધુ લોચ કરાવનારા સાધુને ઓછામાં ઓછી પીડા થાય અને ચિત્તપ્રસન્ન રહે તે પ્રમાણે લોચક્રિયા કરે છે. આમ અહીં લોચક્રિયા જયણાપૂર્વક થતી હોવાથી લોચ કરનારાને પરપીડાનું પાપ નથી લાગતું, પણ સહાયકભાવ અને જયણાભાવરૂપ શુભાશય હોવાથી અઠ્ઠમતપના લાભ જેવો લાભ મળે છે. એ જ પ્રમાણે મૃત્યુની સમીપે આવેલા વગેરે સાધુને જ્યારે ગુરુભગવંતો અનશન કરાવે છે, ત્યારે તે સાધુને જલ્દી પરલોકભેગો કરવાની ભાવના નથી, પરંતુ તે સાધુનું ચિત્ત સમાધિમાં રહે તે પ્રમાણે તેને આરાધના કરાવવાનો જ ભાવ હોય છે. તેથી અનશન કરાવનારને લાભ જ થાય છે. બસ, તે જ પ્રમાણે પૂજાનો અધિકારી શ્રાવક યતનાપૂર્વક જિનપૂજા કરે, તેમાં ભક્તિ અને જયણાના શુભભાવને કારણે તેને લાભ જ છે. પુષ્પાદિની હિંસાનો અધ્યવસાય ન હોવાથી પાપ નથી. જેમ વત્સનાગ(=વચ્છનાગ - કડવું ઝેર ઔષધવિશેષ) વગેરેને પરિકર્મિત=સંસ્કારિત કર્યા પછી તેના દોષ હણાઇ જાય છે અને તે ગુણકારી ઔષધ બની જાય છે. તે જ પ્રમાણે અહીં પણ સ્વરૂપસાવદ્ય પૂજાવગેરેમાં સમજવું. આ પૂજા કરવાથી ગુણ તો છે જ. પણ સાથે બળવાન દોષનો અભાવ પણ છે. તેથી જ બૌદ્ધમતમાં પ્રવેશ પણ નથી.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy