SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ 188 પ્રતિમાશતક કાવ્ય-૩૦ पापेन नोपलिप्यते-नाश्लिष्यते। यथा पितुः पुत्रं व्यापादयतस्तत्रारक्तद्विष्टमनसो न कर्मबन्धस्तथाऽन्यत्रापि तादृशप्राणिवधे सत्यपीति । एतद् दूषणायाह → मणसा जे पउस्संति, चित्तं तेसिंण विज्जइ । अणवज्ज अतह तेसिं, ण ते संवुडचारिणो त्ति'। [सूत्रकृताङ्ग १/१/२/२९] ये कुतश्चित्कारणान्मनसा=अन्त:करणेन प्रादुष्यन्ति-प्रद्वेषमुपयान्ति, तेषां वधपरिणतानां शुद्धं चित्तं न विद्यते। ततश्च केवलमन:प्रद्वेषे यत्तैरनवद्यमभिहितं, तत्तेषामतथ्यं, यतो न ते संवृत्तचारिणो मनसोऽशुद्धत्वात्। तथा हि-कर्मोपचये मन एव प्रधानकारणं तैरभिहितं, केवलकायव्यापारेण कर्मोपचयाभावोक्तेः कायचेष्टारहितस्य तस्याकारणत्वोक्तिश्च भावविशुद्ध्या निर्वाणमभिगच्छतीति स्ववचनेनैव विरुद्धा, तत्र मनस एवैकस्य प्राधान्ये तात्पर्यात् । अन्यत्राप्युक्तं → 'चित्तमेव हि संसारो रागादिक्लेशનથી. તેથી આ હિસાબે તો કાયચેષ્ટા પણ કર્મોપચયમાં પ્રધાન કારણ બને છે. ઉત્તરઃ- આમ કહેવામાં તેઓ પોતાના જ વચન સાથે વિરોધ ઊભો કરી રહ્યા છે. બૌદ્ધો જ એક બાજુ ‘ભાવવિશુદ્ધિથી નિર્વાણ' એમ કહીને મનને જ મોક્ષ અને સંસાર પ્રત્યે પ્રધાન કારણતરીકે દર્શાવે છે અને બીજી બાજુ કાયચેષ્ટાને પ્રધાન કારણતરીકે દર્શાવવાની હિંમત કરે છે. તેઓએ જ અન્યત્ર પણ કહ્યું જ છે કે “રાગવગેરેથી વાસિત ચિત્ત જ સંસાર છે. (સંસારનું મુખ્ય કારણ છે.) અને આ જ ચિત્ત જ્યારે રાગવગેરેથી રહિત થાય છે, ત્યારે તે જ ભવાંતઃમોક્ષ છે.” (મોક્ષનું પ્રબળ કારણ છે.) તેથી તમારા જ મતથી ‘મનના દુષ્ટ અધ્યવસાય કર્મબંધના કારણ છે.” એટલે “પરિજ્ઞોપચિત'માં કર્મનો ઉપચય થાય જ છે. ઈપથ=માર્ગમાં પણ જો ઉપયોગપૂર્વક ગમનક્રિયા થતી હોય, તો તે કાળે અપ્રમત્તભાવ હોવાથી કર્મબંધ ન થાય, જો ઉપયોગ વિના - ઈર્યાસમિતિના પાલન વિના ગમનક્રિયા થાય તો તે પ્રમાદરૂપ છે અને પ્રમાદ પણ ક્લિષ્ટ ચિત્તતારૂપ જ છે. તેથી ત્યાં પણ કર્મબંધ છે. હિંસાવગેરેના સ્વપ્નમાં પણ ચિત્ત તો અશુદ્ધ જ હોય છે – દુષ્ટ અધ્યવસાયોથી ભરેલું હોય છે, તેથી કર્મનો કંઇક બંધ તો ત્યાં પણ થાય છે. અને ભાવવિશુદ્ધિને કાંક બાધા પહોંચે છે. જેને તેઓએ પણ અવ્યક્ત સાવદ્યરૂપે સ્વીકાર્યું છે. આમ એકમાત્ર મન પણ જો હોય, તો કર્મબંધ થતો હોવાથી તમે “પ્રાણી-પ્રાણિજ્ઞાન' ઇત્યાદિ જે કહ્યું, તે બધું અર્થહીન જ છે, કારણ કે તેમાં પણ કર્મનો ઉપચય છે જ. માટે હિંસાના પાંચ ભેદોના બત્રીસ ભાંગામાંથી માત્ર પહેલા જ ભાંગામાં હિંસા છે એમ કહેવું વાજબી નથી. વળી ‘પુતં પિતા સમારમ્ભ' ઇત્યાદિમાં બોદ્ધોએ “રાગદ્વેષ વિના પિતા પુત્રને મારી તેનું માંસ ખાય’ ઇત્યાદિ કહ્યું, એ પણ બરાબર નથી. કારણ કે હું મારું છું’ એવા અધ્યવસાય વિના આ રીતે મારવાની ક્રિયા થઇ શકે નહિ અને આવો અધ્યવસાય થવો એ જ સંક્લેશ છે. સંક્લેશ હોય તો કર્મબંધ થાય જ એ વાત બંને પક્ષને સંમત છે. શંકા - બીજાના હાથે ઊંચકાવેલા અંગારાથી દાઝવાનો ભય નથી. તેમ બીજાએ મારેલાનું માંસ ખાવામાં કર્મબંધનો ભય નથી, કારણ કે મારવાનો અશુભ અધ્યવસાય પોતાને નથી. સમાધાનઃ- આ વાત પણ વાહિયાત છે, બીજાએ મારેલા માંસને ખાવામાં મારવાનો અધ્યવસાય ભલે ન હોય – પણ બીજાએ કરેલી મારવાની ક્રિયાની અનુમતિનો અધ્યવસાય તો ઊભો જ છે. આ અધ્યવસાય પણ સંક્લેશરૂપ છે. તેથી કર્મબંધ થવાનો જ. શંકા - હશે તેમની બીજી વાતો ભૂલભરેલી ! પણ “કૃત-કારિત અને અનુમોદના આ ત્રણથી પાપ થાય છે? એમ એ લોકોનું જે કહેવું છે એ તો બરાબર છે ને? સમાધાન - એ બરાબર છે. પરંતુ એનાદ્વારા તો તેઓએ જૈનમતનો કંઇક સ્વાદ ચાખવાનો જ પ્રયત્ન કર્યો છે. અર્થાત્ આટલો અંશ પણ તેમને જૈનમતમાંથી જ મળ્યો છે. (અહીં સૂયગડાંગની ઉપરોક્ત ગાથાઓની ટીકા
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy