SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ બિદ્ધમતનું ખંડન 187 तथाऽपरं व्यापादयन्तमनुजानीते तत्तृतीयम्। परिज्ञोपचितादस्यायं भेदः, तत्र केवलं मनसा चिन्तनम्, इह परेण व्यापाद्यमाने प्राणिन्यनुमोदनमिति। तदेवं यत्र स्वयं कृतकारितानुमतयः प्राणिघाते क्रियमाणे विद्यन्ते क्लिष्टाध्यवसायश्च प्राणातिपातश्च, तत्रैव कर्मोपचयो नान्यत्रेति सिद्धम्। एतदेव दर्शयन् फलनिगमनमाह- 'एए तु तओ आयाणा, जेहिं कीरइ पावगं। एवं भावविसोहीए, निव्वाणमभिगच्छई'। [सूत्रकृताङ्ग १/१/२/२७] एतान्येव पूर्वोक्तानि त्रीणि व्यस्तानि समस्तानि वाऽऽदानानि यैर्दुष्टाध्यवसायसव्यपेक्षैः पापकं कर्म क्रियते-उपचीयते। एवं स्थिते भावविशुद्ध्या अरक्तद्विष्टमनसा प्रवर्तमानस्य सत्यपि प्राणातिपाते विशुद्धेर्न कर्मोपचयः, तदभावाच्च निर्वाणं सर्वद्वन्द्वोपरतिः। भावविशुद्ध्या प्रवृत्तौ नबन्ध इत्यत्र दृष्टान्तमाह- 'पुत्तं पिया समारब्भ, आहरिज असंजए। भुंजमाणो उ मेहावी, कम्मुणा नोवलिप्पई ॥ [सूत्रकृताङ्ग १/१/२/२८] पुत्रं पिता समारभ्य व्यापाद्य तथाविधापद्याहारेदरक्तद्विष्टोऽसंयतो गृहस्थस्तत्पिशितं भुञ्जानः ‘तुः' अप्यर्थः । मेधाव्यपि संयतोऽपीत्यर्थः । कर्मणा= અને બીજામાં ન લાગે? સમાધાન - અહીં બીજો જીવઘાત કરે છે તેની અનુમોદના છે. અર્થાત્ પૂર્વોક્ત પાંચ ભેદ હાજર છે. ચેષ્ટા પોતે કરતો નથી પણ બીજો કરે છે, એની અનુમોદના હાજર છે. જ્યારે પરિજ્ઞોપચિતમાં તો હણવાનો માત્ર વિચાર જ છે. સ્વગત કે પરગત (હણવાની) ચેષ્ટા નથી. તેથી ઉપરોક્ત અનુમોદનામાં હિંસાની બધી શરત પૂર્ણ થતી હોવાથી હિંસાજનિત કર્મબંધ છે, પરિજ્ઞોપચિતમાં તે પ્રમાણે નથી. તેથી “જ્યાં કરણ-કરાવણ કે અનુમોદન હોય, પ્રાણિઘાત હોય, ઘાતકચિત્ત=ક્લિષ્ટ અધ્યવસાય હોય અને પ્રાણાતિપાત હોય, ત્યાં જ હિંસા હોય, અન્યત્ર નહિ, તેમ સિદ્ધ થાય છે. આ વાતને પુષ્ટ કરતા અને નિષ્કર્ષ બતાવતા કહે છે, “આ ત્રણ આદાન છે કે જેનાદ્વારા પાપ કરાય છે. આમ હોવાથી ભાવની વિશુદ્ધિથી જ નિર્વાણ=મોક્ષ પામે છે.” પૂર્વોક્ત ત્રણ ભેગા કે અલગ-અલગ આદાન છે. તેથી રાગ-દ્વેષ વિના હિંસાની પ્રવૃત્તિ કરનારો કદાચ હિંસા કરે, તો પણ ભાવવિશુદ્ધિ હોવાથી કર્મોપચય થતો નથી અને કર્મોપચય ન થવાથી સર્વદ્વતોના અટકાવરૂપ નિર્વાણ પ્રાપ્ત થાય છે. (રતિ-અરતિ, હર્ષ-શોક વગેરે કંધ=જોડકા છે. મોક્ષમાં આવા તમામ લંકોનો અભાવ છે.) ભાવવિશુદ્ધિથી પ્રવૃત્તિ કરનારને કર્મબંધ નથી” એ બાબતમાં આ દૃષ્ટાંત છે. “અસંયત કે મેધાવી=સંયત પણ પિતા આહારને માટે પુત્રને મારી માંસ ખાય, તો તે કર્મથી લપાતો નથી.” તેવા પ્રકારની આપત્તિમાં આહારના પ્રયોજનથી મરાતા પુત્રપર દ્વેષ નથી અને પુત્રનું માંસ ખાવાનો પ્રસંગ હોવાથી માંસપર રાગ નથી. આમ રાગદ્વેષ વિના અસંયત પિતા કે મેધાવી=સંયત પણ – મૂળમાં ઉ(હુ)નો અર્થ અપિ(=પણ કરવાનો છે.) પુત્રને મારી માંસ ખાય તો પણ કર્મથી લેવાતા નથી, આ જ પ્રમાણે રાગ-દ્વેષ વિના અન્યત્ર પણ તેવા પ્રકારની હિંસા થવા છતાં કર્મબંધ ન થાય. બૌદ્ધમતનું ખંડન ઉત્તરપક્ષ - “જેઓ મનથી પ્રષ કરે છે તેઓને (શુદ્ધ) ચિત્ત નથી. તેથી તેઓનું અનવદ્ય અતથ્ય છે, કારણ કે તેઓ સંવૃત્તચારી નથી. કોઇપણ કારણથી જેઓનું મન બીજા પર પ્રદ્વેષથી વ્યાપ્ત થાય છે, તેઓ બીજાના વધથી પરિણત થાય છે. તેથી તેઓનું ચિત્તશુદ્ધ હોતું નથી. માટે માત્ર મનનાપ્રદ્વેષમાં (કાયિકચેષ્ટાઆદિના અભાવમાં) તેઓએ(=બૌદ્ધોએ) “જે અનવદ્ય'(=પાપનો અભાવ) કહ્યું, તે યોગ્ય નથી. તેઓનું મન અશુદ્ધ હોવાથી તેઓ (મનuષવાળાઓ) સંવૃત્તચારી નથી. મનની અશુદ્ધિમાં તેઓની અસંવૃત્તચારિતા આ પ્રમાણે છે – તેઓનું કહેવું છે કે માત્ર કાયાની ચેષ્ટાથી કર્મનો ઉપચય થતો નથી. તેથી કર્મના ઉપચયમાં મન જ પ્રધાન કારણ છે. પ્રશ્ન - એમ તો બૌદ્ધો કાયચેષ્ટા વિનાની માત્ર માનસિક વિચારણાને પણ કર્મોપચયમાં કારણ માનતા
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy