SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ 186 પ્રતિમાશતક કાવ્ય-૩૦) च शब्देनैर्यापथस्वप्नान्तिकभेदद्वयं गृह्यते। ईर्यापथप्रत्ययमैर्यापथं, तत्रानभिसन्धेर्यत्प्राणिव्यापादनं, ततो न कर्मोपचयः। स्वप्न एव लोकोक्त्या स्वप्नान्तः, स विद्यते यत्र तत्स्वप्नान्तिकं, तदपि न कर्मबन्धाय । स्वप्ने भुजि क्रियातस्तृप्तेरिव कर्मणोऽप्यभावात् । कथं तर्हि हिंसा सम्पद्यते ? कथं च तत्कर्मबन्ध इति चेत् ? 'प्राणी प्राणिज्ञानं घातकचित्तं च तद्गता चेष्टा । प्राणैश्च विप्रयोग: पञ्चभिरापद्यते हिंसा'।[सूत्रकृताङ्ग १/१/२/२५ टी.] इत्युक्तपदानां संयोगेन द्वात्रिंशद्भङ्गेषु प्रथमभेदेन । प्रागुक्तभेदचतुष्टयात्किं सर्वथा कर्मबन्धाभाव: ? 'न' इत्याह-'पुट्ठोति'। परं= केवलं स्पृष्टस्तेनाव्यक्तं सावद्यं वेदयति, स्पर्शमात्राधिकं विपाकं नानुभवति, कुड्यापतितसिक्तामुष्टिवत्स्पर्शानन्तरमेव तत्कर्म परिशटतीत्यर्थः । कथं तर्हि कर्मोपचीयते ? इत्याह- संतिमे तओ आयाणा, जेहिं कीरइ पावगं। अभिकम्मा य पेसा य, मणसा अणुजाणिया'॥[सूत्रकृताङ्ग १/१/२/२६] सन्त्यमूनि त्रीण्यादानानि= कारणानि यैः क्रियते पापं, तथाहि-अभिक्रम्य-आभिमुख्येन प्राणिन: क्रान्त्वा तदभिमुखं चित्तं विधाय यत्र स्वत एव प्राणिनं व्यापादयति, तदेकं कर्मादानं; तथाऽपरं च प्राणिघाताय प्रेष्यं समादिश्य यत्प्राणिनो व्यापादनं, तद् द्वितीयं; અહીં પરિજ્ઞોપચિત અને અવિજ્ઞોપચિત” એમ બે ભેદનો સાક્ષાત ઉલ્લેખ કર્યો છે અને “ચ” શબ્દથી “ઐર્યાપથ' અને સ્વપ્નાંતિક આ ભેદોનું ગ્રહણ થાય છે. ઈર્યાપથ માર્ગગમન, માર્ગગમનમાં થતી હિંસામાં મનનો આશય હોતો નથી. તેથી તેમાં કર્મબંધ નથી. “સ્વપ્ન” ને જ લોકો “સ્વપ્નાન્તઃ' કહે છે. જેમાં સ્વપ્નાન્ત(=સ્વપ્ન) હોય તે સ્વપ્નાંતિક'. આ પણ કર્મબંધ માટે બને નહિ. જેમ સ્વપ્નની સુખડી ભૂખ ન ભાંગે, તેમ સ્વપ્નની હિંસાની ચેષ્ટાથી કર્મ પણ બંધાય નહિ. શંકા - તો પછી કર્મબંધમાં કારણભૂત હિંસા કઇ ગણાય ? સમાધાનઃ- (૧) પ્રાણી (૨) પ્રાણિજ્ઞાન (૩) ઘાતકચિત્ત (૪) ઘાતકની ચેષ્ટા અને (૫) પ્રાણનાશ આ પાંચથી હિંસા થાય છે. હિંસ્ય વસ્તુ પ્રાણી(=સજીવ) હોવી જોઇએ. તથા મારનારાને ખ્યાલ હોવો જોઇએ કે, હું જેને મારું છું એ પ્રાણી છે. (પ્રાણિજ્ઞાન) તથા મારનારાના મનમાં વિચાર હોવો જોઇએ કે “આને હું હણું છું.” (ઘાતકચિત્ત) તથા પોતે મારવાની ચેષ્ટા કરે (ઘાતકચેષ્ટા) અને એ ચેષ્ટાથી હિંસ્ય જીવ મરવો જોઇએ. (પ્રાણનાશ) આ પાંચેય હોય, એવા સ્વરૂપવાળા પહેલા ભાંગામાં જ હિંસા સંભવે છે. ઉપરોક્ત પાંચ ભેદના સંયોગથી બનતા બત્રીસ ભાંગામાંથી બાકીના એકત્રીશ ભાંગામાં કર્મબંધમાં કારણભૂત હિંસા થતી નથી. “પરિજ્ઞોપચિત’ વગેરે ઉપરોક્ત ચારનો પ્રથમ વિકલ્પમાં સમાવેશ થતો નથી. તેથી તેઓમાં હિંસાજન્ય કર્મબંધ નથી. શંકા - પરિજ્ઞોપચિત વગેરે ચારમાં શું કર્મબંધ સર્વથા થતો નથી? સમાધાનઃ- જીવને પરિજ્ઞોપચિતઆદિથી કર્મનો સ્પર્શમાત્ર થાય છે. જેમ ભીંત પર ફેકેલી મુઠ્ઠીભર રેતી ભીંતનો સ્પર્શ કરી ખરી પડે છે, પરંતુટતી નથી. તેમ “પરિજ્ઞોપચિત આદિથી જીવને કર્મનો સ્પર્શમાત્ર થાય છે અને કર્મ નાશ પામે છે. તેથી જીવ માત્ર અવ્યક્ત સાવદ્યને અનુભવે છે. શંકા - તો પછી વ્યક્ત અનુભવવાળા કર્મનો ઉપચય શી રીતે થાય? સમાધાન - ‘આ ત્રણ આદાન છે કે, જે દ્વારા પાપ કરાય છે, (૧) અભિક્રમ કરીને (૨) આદેશ કરીને અને (૩) મનથી અનુજ્ઞા કરીને.”આદાન=કારણો (૧) અભિક્રમ્ય=જીવને હણવાની બુદ્ધિથી જ્યાં જીવનો સ્વયં નાશ કરે. (૨) નોકરવગેરેને જીવહિંસાનો આદેશ કરે અને (૩) પ્રાણીના વધની અનુમોદના-અનુજ્ઞા કરે. અહીં કરણ-કરાવણ-અનુમોદન આ ત્રણ આદાન બતાવ્યા. શંકા - મનથી હિંસાની અનુમોદના અને ‘પરિજ્ઞોપચિત' આ બેમાં શો ફેર છે કે જેથી એકમાં પાપ લાગે
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy