SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ 185 બિદ્ધમતે હિંસાનું સ્વરૂપ क्रियाशब्दमात्रेण च नोद्वेजितव्यं, सम्यग्दर्शनस्यापि क्रियात्वेनोक्तत्वात्। तथा च स्थानाङ्गः → 'जीवकिरिया दुविहा पण्णत्ता-सम्मत्तकिरिया चेव, मिच्छत्तकिरिया चेव त्ति'। [२/१/६०] सम्यक्त्वं-तत्त्वश्रद्धानं, तदेव जीवव्यापारत्वात्क्रिया सम्यक्त्वक्रिया। एवं मिथ्यात्वक्रियाऽपि, नवरं मिथ्यात्वम् अतत्त्वश्रद्धानम्, तदपि जीवव्यापार एवेति। अथवा सम्यग्दर्शनमिथ्यात्वयोः सतोर्ये भवतः, ते सम्यक्त्वमिथ्यात्वक्रिय इति। द्वितीयपक्षे सम्यक्त्वे सति या च देवपूजादिक्रिया सा सम्यक्त्वक्रियैव। एतेनाध्यवसायमात्रेण हिंसाऽन्यथासिद्धिप्रतिपादने बौद्धमतप्रसङ्ग इति यदनभिज्ञैरुच्यते तदपास्तम् । शुभयोगाध्यवसायसाम्येन शुभक्रियाभ्युपगमे परमतप्रवेशाभावात् । अत एव परमतमुपन्यस्य एवं दूषितं सूत्रकृते → 'जाणं काएणणाउट्टी, अबुहो जं च हिंसइ। पुट्ठो संवेदइ परं, अवियत्तं खु सावज'॥ [१/१/२/२५] जानन्-मनोव्यापारमात्रेणैव य: प्राणिनो हिनस्ति, कायेन परमनाकुट्टि:=अहिंसकः, अबुधो मनोव्यापाररहितो यश्च हिनस्ति प्राणिनं कायव्यापारमात्रेणैव, तत्रोभयत्र न कर्मोपचीयते । एतेन परिज्ञोपचिताविज्ञोपचितभेदद्वयग्रहः, જિનપૂજા કર્મબંધ=સંસારનું કારણ નથી, પરંતુ સંસારના વિચ્છેદ=નાશનું જ કારણ છે. માટે જિનપૂજા આદેય= આદરવા યોગ્ય ક્રિયા છે. વળી, “ક્રિયા’ શબ્દ સાંભળવામાત્રથી ભડકશો મા! કારણ કે સમ્યગ્દર્શનને પણ ક્રિયા તરીકે ઓળખાવી છે. સ્થાનાંગમાં કહ્યું જ છે કે – “જીવક્રિયા બે પ્રકારની છે. (૧) સમ્યક્તક્રિયા (૨) મિથ્યાત્વક્રિયા.” સભ્યત્ત્વ=તત્ત્વપર શ્રદ્ધા. આ શ્રદ્ધા પણ જીવનો વ્યાપાર હોવાથી ક્રિયારૂપ છે. આ થઇ સમ્યક્તક્રિયા. એ જ પ્રમાણે અતત્ત્વ પર શ્રદ્ધા એ મિથ્યાત્વ છે, તે રૂપ જે ક્રિયા એ મિથ્યાત્વક્રિયા, કારણ કે અતત્ત્વપર શ્રદ્ધા એ પણ જીવનો જ વ્યાપાર છે. અથવા સમ્યક્તની હાજરીમાં થતી ક્રિયા સમ્યક્તક્રિયા અને મિથ્યાત્વની હાજરીમાં થતી ક્રિયા એ મિથ્યાત્વક્રિયા. આ પક્ષે સમ્યક્તની હાજરીમાં થતી જિનપૂજા સમ્યક્તક્રિયારૂપ જ કરે છે. પૂર્વપક્ષ - આટલો બધો વિસ્તાર કરીને તમારે એમ જ કહેવું છે ને કે, જેમાં હિંસાનો અધ્યવસાયન હોય તે હિંસાનહિ જેમકે જિનપૂજા. આમ અધ્યવસાયને આગળ કરી દેખીતી હિંસાને કે અહિંસાને અન્યથાસિદ્ધ=અકિંચિત્કર તરીકે સિદ્ધ કરવામાં તમે બૌદ્ધમતમાં પ્રવેશ કરી રહ્યા છો. અર્થાત્ તમારું આ પ્રતિપાદન બૌદ્ધમતને સંગત છે, કારણ કે બૌદ્ધો પણ હિંસાના અધ્યવસાયના અભાવમાં હિંસા માનતા નથી. ઉત્તર૫શ - તમારો આ આક્ષેપ ધરાર ખોટો છે. બીજી વંદનાદિ શુભક્રિયા સાથે જિનપૂજામાં પૂજારિરૂપ શુભયોગ અને જિનભક્તિરૂપ શુભઅધ્યવસાયની સામ્યતા હોવાથી જિનપૂજા શુભક્રિયારૂપ છે, હિંસાદિને આગળ કરી અશુભ ક્રિયા ગણવી નહીં' એમ કહેવામાત્રથી ભાવવિશુદ્ધિમાત્રથી હિંસાદિ નહીં માનતા બૌદ્ધો સાથે સામ્યતા નથી આવતી. અમારો કહેવાનો આશય એ છે કે, જે ક્રિયા શુભભાવથી થતી હોય અને, અથવા શુભભાવમાં કારણ હોય, તે ક્રિયા શુભ છે. એટલે અમારા આશયમાં અને બોદ્ધોના આશયમાં જમીન-આસમાનનો તફાવત છે. માટે જ સૂત્રકૃતાંગમાં બૌદ્ધમતની સ્થાપના કરવાપૂર્વક તેનું ખંડન કર્યું છે. જુઓ આ રહ્યો સૂત્રકૃતાંગના મૂળ અને ટીકાનો પાઠ 5 બૌદ્ધમતે હિંસાનું સ્વરૂપ જાણતો કાયાથી અનાટ્ટી અને અબુધ હિંસા કરે પરંતુ સ્પષ્ટ તે બંને અવ્યક્ત સાવદ્યનું સંવેદન કરે છે.” જાણતોઃમનના સંકલ્પમાત્રથી જ જે વ્યક્તિ જીવની હિંસા કરે છે, પરંતુ કાયાથી અનાટ્ટી=અહિંસક છે, તથા જે વ્યક્તિ મનના સંકલ્પ વિના માત્ર કાયાની ચેષ્ટાથી જ જીવની હિંસા કરે છે. આ બંને વ્યક્તિ કર્મથી લેપાતી નથી.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy