________________
171
પ્રજ્ઞાપના સૂત્રનિર્દિષ્ટ ક્રિયાનું સ્વરૂપ मायावत्तिया णं भंते ! किरिया कस्स कज्जति ? गो० ! अण्णयरस्सवि अपमत्तसंजयस्स । अपच्चक्खाणकिरिया गंभंते ! कस्स कज्जति ? गो० ! अण्णयरस्सवि अपच्चक्खाणिस्स। मिच्छादसणवत्तिया णं भंते ! किरिया कस्स कज्जति ? गो० ! अण्णयरस्सवि मिच्छादसस्सि । नेरइयाणं भंते ! कति किरियातो प० ? गो० ! पंच किरियातो प० तं०-आरंभिया जाव मिच्छादसणवत्तिया, एवं जाव वेमाणियाणं । जस्स णं भंते ! जीवस्स आरंभिया किरिया कज्जति, तस्स परिग्गहिया कि० किं कज्जति ? जस्स परिग्गहिया कि० कज्जति तस्स आरंभिया कि० क०? गो०! जस्स णं जीवस्स आरंभिया कि० क० तस्स परिग्गहिया सिय कज्जति सिय नो कज्जति । जस्स पुण परिग्गहिया किरिया क० तस्स आरंभिया कि० णियमा क० । जस्स णं भंते ! जीवस्स आरंभिया कि० क० तस्स मायावत्तिया कि० क० पुच्छा, गो० ! जस्स णं जीवस्स आरंभिया कि० क० तस्स मायावत्तिया कि० णियमा क०, जस्स पुण मायावत्तिया कि० क० तस्स आरंभिया कि० सिय कज्जति सिय नो क० । जस्स णं भंते ! जीवस्स आरंभिया कि० तस्स अपच्चक्खाणकिरिया पुच्छा ? गो० ! जस्स जीवस्स आरंभिया कि० तस्स अपच्चक्खाणकिरिया सिय कज्जति सिय नो कज्जति । जस्स पुण अपच्चक्खाणकिरिया क० तस्स आरंभिया कि० णियमा क०, एवं मिच्छादसणवत्तियाएवि समं। एवं परिग्गहियावि तिहिं उवरिल्लाहिं समं संचारेतव्वा। जस्स मायावत्तिया कि०
ક્રિયા કોને હોય? ગૌતમ! અન્યતર પ્રમસંવતને પણ હોય. હે ભદંત ! પારિગ્રહિક ક્રિયા કોને હોય? ગૌતમ! અન્યતર સંયતાસંયત=દેશવિરતને પણ હોય. હે ભદંત ! માય પ્રત્યયિકી ક્રિયા કોને હોય ? ગૌતમ ! અન્યતર અપ્રમત્તસંયતને પણ હોય. હે ભદંત ! અપ્રત્યાખ્યાન ક્રિયા કોને હોય? ગૌતમ! અન્યતર અપ્રત્યાખ્યાનીને પણ હોય. હેમંતે! મિથ્યાદર્શન પ્રત્યાયની ક્રિયા કોને હોય? ગૌતમ! અન્યતર મિથ્યાત્વીને પણ હોય. હેભદંત! નારકીને કેટલી ક્રિયા હોય? ગૌતમ! આરંભિકીથી માંડી મિથ્યાદર્શનખત્યયિકી સુધીની પાંચે પાંચ ક્રિયા હોય. આ જ પ્રમાણે વૈમાનિકદેવ સુધીના (ચોવીસે દંકમાં) બધા માટે સમજી લેવું. હે ભંતે! જે જીવને આરંભિકી ક્રિયા હોય, તેને પારિગ્રવિકી ક્રિયા હોય? અને જેને પારિગ્રવિકી ક્રિયા હોય, તેને આરંભિકી ક્રિયા હોય? ગૌતમ! જેને આરંભિકી ક્રિયા હોય, તેને પારિગ્રહિક ક્રિયા હોય પણ ખરી, અને ન પણ હોય - ભજના છે. પણ જેને પારિગ્રવિકી ક્રિયા હોય, તેને આરંભિકી ક્રિયા અવશ્ય હોય. હે ભંતે! જેને આરંભિકી ક્રિયા હોય તેને માયાપ્રત્યયિકી ક્રિયા હોય? અને જેને માયાપ્રત્યયિકી ક્રિયા હોય, તેને આરંભિકી ક્રિયા હોય? ગૌતમ ! જેને આરંભિકી ક્રિયા હોય તેને માયાપ્રત્યયિકી ક્રિયા અવશ્ય હોય. પરંતુ માયાપ્રત્યયિકી ક્રિયાવાળાને આરંભિકી ક્રિયા વિકલ્પ હોય, હોય પણ ખરીન પણ હોય. તે જ પ્રમાણે આરંભિકી ક્રિયાની અપ્રત્યાખ્યાન ક્રિયા સાથેના પ્રશ્નનો જવાબ - હે ગૌતમ! જેને આરંભિકી ક્રિયા હોય, તેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય પણ ખરી, ન પણ હોય, પણ જેને પ્રત્યાખ્યાન ક્રિયા હોય, તેને આરંભિકી ક્રિયા અવશ્ય હોય. આ જ પ્રમાણે આરંભિકી ક્રિયાવાળાની મિથ્યાદર્શનખત્યયિકી ક્રિયા સાથેના પ્રશ્નના જવાબમાં તે ગૌતમ! જેને આરંભિકી ક્રિયા હોય છે, તેને મિથ્યાદર્શન પ્રત્યાયની ક્રિયા હોય પણ ખરી, ન પણ હોય, પરંતુ જેને મિથ્યાદર્શનખત્યયિકી હોય, તેને આરંભિકી ક્રિયાઅવશ્ય હોય. આ જ પ્રમાણે પારિગ્રહિક ક્રિયાનો માયાપ્રત્યયિકીઆદિ ત્રણ ક્રિયા સાથેનો પરસ્પર સંબંધ સમજવો. માયાપ્રત્યાયિકી ક્રિયાવાળાને અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન ક્રિયા વિકલ્પ હોય, પણ આ બે કિયાવાળાને માયાપ્રત્યયિકી ક્રિયા અવશ્ય હોય. જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય, તેને મિથ્યાદર્શન ક્રિયા હોય પણ ખરી, ન પણ હોય. પરંતુ જેને મિથ્યાદર્શન ક્રિયા હોય, તેને અપ્રત્યાખ્યાન ક્રિયા અવશ્ય હોય. નારકને આરંભિકી આદિ પહેલી ચાર ક્રિયાપરસ્પરનિયમા હોય, જેઓને પહેલી ચાર ક્રિયા હોય તેને મિથ્યાદર્શન