________________
17)
પ્રતિમાશતક કાવ્ય-૩૦)
ऽप्रमत्तसंयतस्याऽभिहितेति विवक्षाऽविवक्षे एवात्र शरणम् । यत्तु 'मायाकार्याभावेऽपि तदुदयाविच्छेदात्शक्तिमात्रादनिवृत्तिबादरान्तस्य मायाप्रत्ययिकी, अन्यथा तस्या आरम्भिक्या असङ्ख्यगुणत्वं न स्यादिति'भ्रान्तस्य जयचन्द्रादेरभिधानं, तन्महामोहविलसितम्। प्रवचनमालिन्यादिरक्षणार्थमेव सा नान्यकाल' इत्यर्थस्य वृत्तौ व्याख्यानादारम्भिक्या विशेषाधिकत्वस्यैव सूत्रे प्रोक्तत्वाच्च । अत्रासम्मोहार्थं क्रियापदलेशो लिख्यते →
कति णं भंते ! किरियाओ पण्णत्ताओ ? गो० ! पंच किरियाओ प० तं०-आरंभिया, परिग्गहिया, मायावत्तिया, अपच्चक्खाणकिरिया, मिच्छादसणवत्तिया। आरंभिया णं भंते ! किरिया कस्स कज्जति ? गो० ! अण्णयरस्सविपमत्तसंजयस्स। परिग्गहियाणं भंते ! किरिया कस्स कज्जइ ? गो० ! अण्णयरस्सविसंजयासंजयस्स। વચનના આધારે તો શુભયોગમાં રહેલા સાધુને પણ શુભારંભિકી ક્રિયા માનવી પડશે.
પૂર્વપક્ષ - એમ માનવામાં શો વાંધો છે?
ઉત્તરપક્ષ - આમ માનવામાં ભગવતી સૂત્રના “શુભયોગમાં પ્રમત્ત સંયત અનારંભી છેએવા પૂર્વોક્ત વચન સાથે વિરોધ આવશે. અનારંભી =(શુભ કે અશુભ) આરંભ વિનાનો એવો અર્થ થાય છે. (સાર -વાચકવરનું શુદ્ધ યોગ... ઇત્યાદિ વચન અવિરતમાટે છે. માટે જ એ શ્લોકના ઉત્તરાર્ધમાં શુભાશુભ-આશ્રવના અભાવરૂપ સંવરની વાત કરી.) આમ શુભયોગની હાજરીમાં અવિરતને શુભારંભી કહેવામાં અને પ્રમત્તસંયતને અનારંભી કહેવામાં તેવી તેવી વિવેક્ષા કે અવિવેક્ષા જ કારણભૂત છે. તેથી જ અપ્રમત્તસંયતને શુભ માયાના બળપર માયાપ્રત્યયિકી ક્રિયા બતાવવામાં પણ વિવફા જ કારણ છે. આમ શુભ યોગમાં રહેલા અપ્રમત્તને માયાપ્રત્યયિકી ક્રિયા બતાવવી અને પ્રમત્તને આરંભિકી ક્રિયા ન બતાવવી, એમાં સૂત્રકારની તેવી વિવક્ષા-અવિવેક્ષા જ બળવાન છે.
પૂર્વપક્ષ:- અપ્રમત્તસંયતને શુભ માયાના કારણે માયાપ્રત્યયિકી છે એવું નથી. માયામોહનીયનો ઉદય ચાલુ હોવાથી માયાપ્રચયિકી છે. જુઓ જયચંદ્ર(દિગંબર ટીકાકારે) કહ્યું જ છે કે – “અનિવૃત્તિ બાદ ગુણસ્થાન (=નવમા ગુણસ્થાનક) સુધી માયામોહનીય કર્મનો ઉદય વિચ્છેદ પામ્યો નથી. અર્થાત્ માયામોહનીયનો ઉદય ચાલુ છે. તેથી ત્યાં સુધી માયાથી થતી ક્રિયા ન હોય, તો પણ માયાપ્રત્યાયિકી ક્રિયા હોય, જો આમ માનવામાં ન આવે, તો આરંભિકી ક્રિયા કરતાં માયાપ્રત્યયિકી ક્રિયા અસંખ્યગુણ કહી છે તે ઘટી ન શકે.” (માથપ્રત્યયિકી ને નવમાગુણસ્થાનક સુધી માયામોહનીયકર્મના ઉદયમાત્રથી અને આરંભિકીને આરંભ કરતી વખતે જ ગણવાથી માયાપ્રત્યયિકી ક્રિયા અસંખ્ય ગુણ આવી શકે તેવો આશય લાગે છે.)
ઉત્તરપક્ષ - તમારી આ વાત બિલકુલ બરાબર નથી, કારણ કે પ્રજ્ઞાપના સૂત્રના ટીકાકારે “આ ક્રિયા અપ્રમત્તસંપત આદિને શાસનહીલના અટકાવવી વગેરે વિશેષ પ્રયોજન વખતે જ હોય છે એવો નિર્દેશ કર્યો છે. અપ્રમત્તને અન્ય વખતે(=નવમા ગુણસ્થાનક સુધી) કે સર્વદા આ ક્રિયા કહી નથી. જો માયાના ઉદયમાત્રથી માયાપ્રચયિકી ક્રિયા હોત, તો પછી આ ક્રિયાના વિશેષસ્થાનોદર્શાવવા નિરર્થક બની જાત. વળી સૂત્રમાં માયાપ્રત્યયિકી ક્રિયાને આરંભિકી ક્રિયાથી અસંખ્ય ગુણ બતાવી નથી, પરંતુ વિશેષાધિક જ બતાવી છે.
પ્રજ્ઞાપના સૂત્રનિર્દિષ્ટ ક્રિયાનું સ્વરૂપ અહીં કોઇને સંમોહન થાય એ માટે પ્રલાપના સૂત્રમાંથી “ક્રિયાપદને અંશે બતાવે છે –
કહેભદંત! ક્રિયાઓ કેટલા પ્રકારની કહી છે? ગૌતમ! ક્રિયાઓ પાંચ પ્રકારની છે– (૧) આરંભિકી (૨) પારિગ્રહિકા (૩) માયાપ્રત્યયિકી (૪) અપ્રત્યાખ્યાનક્રિયા (૫) મિથ્યાદર્શન પ્રત્યયિકી. હે ભદંત ! આરંભિકી