SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ “િસાધુ દ્રવ્યર્ચાનો અધિકારી કેમ નહિ?' - ચર્ચા 161. रोगवान सेवते' इति लोकेऽपि सिद्धमिति, उच्चैः अतिशयेनाऽधिकारिभेदं मलिनारम्भितदितराधिकारिविशेषमविदन् बाल: अज्ञानी, वृथा खिद्यते-मुधा खेदं कुरुते। एतस्य प्रतिमाद्विषः-प्रतिमाशत्रोः, परं केवलं, (व्रतशत्तैः) मुक्तिर्न विद्यते। प्रवचनार्थे एकत्राप्यश्रद्धानवतो योगशतस्य निष्फलत्वात्। तदुक्तमाचाराङ्गे→ 'वितिगिच्छसमावन्नेणं अप्पाणेणं णो लहइ समाहि' ति [१/५/५/१६१]। अत्र प्रत्यवतिष्ठन्ते। ननु यतिरत्र कस्मानाधिकारी ? यत: कर्मलक्षणो व्याधिरेको द्वयोरपियतिगृहस्थयोः। अतस्तच्चिकित्साऽपि पूजादिलक्षणा समैव भवति। ततो यद्येकस्याधिकारः कथं नापरस्य ? अथ स्नानमुद्वर्तनाभ्यङ्गनखकेशादिसंस्क्रियाम् । गन्धंमाल्यं च धूपंच त्यजन्ति ब्रह्मचारिणः ॥ इति वचनाद्यते: स्नानपूर्वकत्वाઆશીર્ણ શી રીતે બને? આ તો “ડાહી સાસરે જાય નહિ અને ગાંડીને શિખામણ આપે? તેના જેવો ઘાટ છે. ઉત્તરપક્ષ - સર્વત્ર સ્વઆચરિતનો જ ઉપદેશ દેવાય તેવો નિયમ નથી. શું નિરોગી વૈદ્ય બતાવેલી દવાનો ઉપયોગ રોગી કરતો નથી? કરે જ છે. તે વખતે રોગી તેમ વિચારતો નથી કે વૈદ પોતે દવા લેતો નથી તો હું શું કામ લઉં?” આમ લોકમાં પણ સિદ્ધ છે. બસ એ જ પ્રમાણે અવિરતિરૂપ તાવથી પીડાતા ગૃહસ્થને વૈદ્યરૂપ સાધુ કડવાઔષધતુલ્ય દ્રવ્યસ્તવનો ઉપદેશ આપે તેમાં શું ખોટું છે? પોતાનો અવિરતિ રોગ જેને કનડતો હોય, તેવો શ્રાવક પણ તે વખતે એમ ન વિચારે કે “સાધુ દ્રવ્યસ્તવ નથી કરતા તો હું શું કામ કર્યું કારણ કે એ સમજે છે – “આ દ્રવ્યસ્તવ જ મારા અવિરતિરોગને દૂર કરશે. સાધુઓને આ રોગ નથી, માટે દ્રવ્યસ્તવ કરતા નથી.” આમ અવિરતિધર શ્રાવક મલિનઆરંભ(સંસારહેતુક પાપારંભ)વાળો હોવાથી દ્રવ્યસ્તવનો અધિકારી છે. સાધુને આ મલિનારંભ નહીં હોવાથી એદ્રવ્યસ્તવનો અધિકારી નથી. આવો સ્પષ્ટ અધિકારીભેદ હોવા છતાં તેનો ખ્યાલ કર્યા વિના ‘વિરોધ! વિરોધ!' ની બુમો પાડીને આ પ્રતિમાલોપકો શા માટે પોતાનું ગળું દુઃખાડી અને મગજની કઢી કરી દુઃખી થતા હશે? પણ આ સલાહ તો નોંધી જ લેવી જોઇએ કે “જિનપ્રતિમાનોષ ચાલુ રાખીને ગમે તેટલા વ્રત, નિયમો સ્વીકારો પણ મોક્ષની દિશામાં એક કદમ પણ આગળ નહિ વધી શકો!” “આવક આઠ આનાની અને ખર્ચ રૂપિયાનો પછી હાલત શી થાય? આટલો તો ખ્યાલ હશે જ કે “આગમના એક અક્ષરની પણ અશ્રદ્ધાવાળાના સેંકડો યોગો (=અનુષ્ઠાનો) પણ નિષ્ફળ છે.” આચારાંગમાં કહ્યું જ છે કે – “વિચિકિત્સા(=સંશય) પામેલો (જિનના એક પણ વચનમાં સહવાળો) આત્મા સમાધિ(=મોક્ષ) પામી શકતો નથી.” છિદ્રોવાળી ડોલમાં સો તપેલા પાણી નાખો તો પણ શું થાય? તે બધા સમજે જ છે. “સાબુદ્રવ્યાર્થીનો અધિકારી કેમ નહિ?' - ચર્ચા પૂર્વપક્ષ:- (પ્રતિમાલોપક):- સાધુને તમે દ્રવ્યર્ચા-જિનપ્રતિમાપૂજાનો નિષેધ કેમ કરો છો તે જ અમને સમજાતું નથી. જો કર્મરૂપ રોગને દૂર કરવા દ્રવ્યાચં હોય, તો આ કર્મરોગ સિદ્ધના જીવોને છોડી કોને લાગુ નથી પડ્યો? ગૃહસ્થની જેમ સાધુ પણ આ રોગની વેદનાથી વ્યાકુળ છે જ. જો તમને તે રોગ સામે દ્રવ્યર્ચા રામબાણ ઇલાજ લાગતી હોય, તો સાધુને પણ એનું સેવન કરવા દો ને! સમાન રોગી સમાન ઇલાજ અજમાવે તેમાં તમારા પેટમાં શું દુઃખે છે? જો દ્રવ્યાર્ચામાં સાવદ્યયોગથી ગભરાઇને તમે સાધુને એ ઇલાજની(=દ્રવ્યર્ચાની) ના પાડતા હો, તો શ્રાવકને કેમ હા પાડો છો? સમાનસ્થિતિવાળા જીવોમાં એકને અધિકારી બતાવો અને એકને ન બતાવો તે શું યોગ્ય છે? શંકા - બ્રહ્મચારીઓ (૧) સ્નાન (૨) માલિશ (૩) લેપ (૪) નખ-વાળ વગેરેની ટાપટીપ (૫) અત્તર વગેરે સુગંધી દ્રવ્યો (૬) પુષ્પવગેરેની માળા તથા (૩) ધૂપવગેરેનો ત્યાગ કરે છે. આ વચન છે. તેથી બ્રહ્મચારી
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy