SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ 162 પ્રતિમાશતક કાવ્ય-૩૦) देवार्चनस्य तस्मिन्नाधिकारः। न, एवम्भूतार्थस्यैव तस्य निषेधात्, यदि यति: सावद्यानिवृत्तः, ततः को दोषो यत्स्नानं कृत्वा देवतार्चनं न करोतीति । यदि हि स्नानपूर्वकदेवतार्चने सावद्ययोग: स्यात्, तदाऽसौ गृहस्थस्याऽपि तुल्य इति तेनापि तन्न कर्त्तव्यं स्यात्। अथ गृहस्थ: कुटुम्बाद्यर्थे सावद्ये प्रवृत्तस्तेन तत्रापि प्रवर्त्ततां, यतिस्तु तत्राप्रवृत्तत्वात् कथं स्नानादौ प्रवर्त्तते ? इति । ननु यद्यपि कुटुम्बाद्यर्थं गृही सावद्ये प्रवर्तते, तथापि तेन धर्मार्थं तत्र न प्रवर्तितव्यम्। नोकं पापमाचरितमित्यन्यदप्याचरितव्यम् । अथ कूपोदाहरणात्पूजादिजनितमारम्भदोषं विशोध्य गृही गुणान्तरमासादयतीति युक्तं गृहिणः स्नानपूजादिः। ननु यथा गृहीण: कूपोदाहरणात् स्नानादिकं युक्तमेवं यतेरपि तद्युक्तमेव । एवं च कथंस्नानादौ यतिर्नाधिकारीति ? अत्रोच्यते-यतयः सर्वथा सावधव्यापारान्निवृत्तास्ततश्च સાધુઓએ સ્નાન વગેરે કરવું ઉચિત નથી. તથા સ્નાનવગેરે વિના તો પૂજા સંભવતી નથી. માટે સાધુઓને પૂજાનો નિષેધ છે. સમાધાન - વાહ! માથાના દુઃખાવાથી ગભરાઇને માથાને જ ઊડાવી દેવા તૈયાર થયા છો. ભલાદમી બામ લગાડો! પણ માથું શું કામ કાપો છો? હા! સાધુ બીજા પ્રયોજન વિના માત્ર શરીરને દેખાવડું રાખવા સચિત્ત પાણીથી સ્નાન કરતો હોય, તો ઉપરોક્તવચનથી તેનો નિષેધ કરવો બરાબર છે. પણ સાધુ માત્ર પૂજાના શુભાશયથી સાવદ્યમાંથી નિવૃત્ત થઇ અચિત્ત પાણીથી સ્નાન કરી જિનપૂજા કરે તેનો પણ ભેગાભેગો નિષેધ કરવો એ માથાના દુઃખાવાથી ગભરાઇને માથું કપાવવા જેવું નથી ? દેહની ટાપટીપનો ભય હોય, તો તે ટાપટીપ ન કરવા ઉપદેશ આપો. સાવધનો ભય હોય, તો સાવઘને છોડી અચિત્ત જળનો ઉપયોગ કરવાનું કહો, પણ સર્વથા સ્નાન અને પૂજાનો નિષેધ ન કરો. શંકા - છતાં પણ પૂજા પુષ્પાદિ સાવઘયોગ વિના સંભવે નહિ. માટે સાધુ પૂજા ન કરે તે જ બરાબર છે. સમાધાન - તો પછી ગૃહસ્થ પૂજા કરે તેમાં શું આ સાવઘયોગ નથી? માટે ગૃહસ્થ પણ આસાવઘયોગનો ત્યાગ કરવો જોઇએ. શંકા - તમે કેવી વાત કરો છો? ગૃહસ્થ તો સાવદ્યમાં જ બેઠો છે. પોતાના કુટુંબવગેરે માટે તે ભરપેટ સાવદ્ય આચરે છે. તેથી ભલેને સ્વરૂપથી સાવદ્ય દેખાતી પૂજા કરે. સાધુ કંઇ થોડો સાવદ્યમાં બેઠો છે, કે જેથી આ નવા સાવને ઊભુ કરે? તેથી એ પૂજાના સાવદ્યને ન સેવે તે જ બરોબર છે. સમાધાનઃ- એમ!તમારે હિસાબે તો, એક પાપ કરે તેને બીજા પાપ કરવાની છુટ મળે છે. ચોરી કરે છે માટે જુઠ બોલવાની છુટ છે. ગૃહસ્થ કુટુંબવગેરે સંસાર માટે સાવદ્ય=પાપ કરે, એટલામાત્રથી એણે શું ધર્મ=મોક્ષમાટે પણ પાપ કરવાનું? આ જરા પણ યોગ્ય નથી. શંકા - ગૃહસ્થ સંસારના આરંભના પાપ ધોવા માટે ધર્મમાટે આરંભ કરે છે. સમાધાનઃ-કાદવથી કાદવને દૂર કરવાની તમારી આ સલાહન્યારી છે. સંસારના આરંભના પાપ ધોવામાટે ધર્મ કરવાનો છે. આ ધર્મમાં પણ આરંભ કરીને જે નવા પાપ બાંધશો, તે શી રીતે દૂર કરશો? તેથી સંસારના આરંભના પાપ ધોવા હોય તો નિરવદ્ય ધર્મ જ યોગ્ય છે. કાદવનો મેલ દૂર કરવા નિર્મલ જળ જ યોગ્ય છે, નહિ કે કાદવ. શંકા-પૂજાવગેરેમાં જે આરંભદોષો છે, તે તો શાસ્ત્રપ્રસિદ્ધ કુવાના દષ્ટાંતથી દૂર ટળી જાય છે અને પૂજાથી વિશિષ્ટ ગુણો ઉત્પન્ન થાય છે. આમ ગૃહસ્થોને માટે પૂજા કરવી હિતકર છે. સમાધાન - કુવાના દૃષ્ટાંતથી જો પૂજામાં રહેલા આરંભના દોષોટળી જતા હોય અને વિશેષગુણો પ્રગટતા
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy