SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ 138 પ્રતિમાશતક કાવ્ય-૨૧) न चात्रापि मौन एव तात्पर्य 'विभज्जवायं व विवागरिज्जा'[सूत्रकृताङ्ग १/१४/२१ पा०२] इति ग्रन्थाध्ययनस्वरसात् । सर्वत्रास्खलितस्याद्वाददेशनाया एव शास्त्रार्थत्वाद् । अत एव वृत्तौ एतद्भजनोपदेशे- 'किञ्चिच्छुद्ध कल्प्यमकल्प्यं स्यादकल्प्यमपि कल्प्यं। पिण्ड: शय्या वस्त्रं, पात्रं वा भैषजाद्यं वा ॥१॥ देशं कालं पुरुषमवस्थामुपयोगशुद्धिपरिणामान् । प्रसमीक्ष्य भवति कल्प्यं,नैकान्तात्कल्पते कल्प्यम्॥२॥ इति वाचकवचनं [प्रशमरति १४५-१४६] समितितयोद्भावितम् ॥ २१॥ अनिषेधानुमतिमेव सदृष्टान्तमुपपादयति નિષેધ સંગત નહિબને, કારણ કે આ નિષેધ અર્થથી તોતે સિવાયનાદાનની અનુમતિ જ આપે છે. (અથવા એક બાજુ દાનનો નિષેધ-કરવાની ના કહીને બીજી બાજુ સાક્ષાત્ નિષેધ બતાવ્યો.. આ વિરોધ કેવી રીતે ટાળશો?) વળી “સાધુના ગુણોથી યુક્ત સુસાધુને અપાયેલું અશુદ્ધ-અમાસુકદાન અલ્પબંધ અને બહુનિર્જરામાં કારણ બને છે આ વાત શી રીતે સંગત બનશે? કારણ કે અહીં તો અશુદ્ધદાનમાં પણ મુખ્યત્વે નિર્જરા બતાવી છે. માટે જૈનશાસનનો એવો સંપ્રદાય-નક્કર રિવાજ છે કે, સ્યાદ્વાદશૈલીથી વસ્તુની સ્થાપના કરવામાં જે અશક્ત હોય, તેણે જ મૌન પકડવું, જે શક્તસમર્થ હોય, તેણે દેશકાળ આદિ અવસરોચિત અવશ્ય અન્યતર(વિધિ કે નિષેધ)નો ઉપદેશ આપવો જ જોઇએ. તેથી જ સ્યાદ્વાદશૈલીના પ્રણેતા અને પ્રખપ્રચારક ગણધર ભગવંતો ઉત્કૃષ્ટશક્તિસંપન્ન હોવા છતાં જ્યારે સૂત્રકૃતાંગ કે ભગવતી સૂત્રમાં દાનનો સર્વથા નિષેધ નથી કરતા, ત્યારે સ્વીકારવું જ જોઇએ કે, દાન સર્વથા નિષેધ્ય નથી, પણ અવસરોચિત વિધેય પણ છે. જુઓ! સૂત્રકૃતાંગના અનાચારશ્રુત અધ્યયનમાં આધાર્મિક અંગે શું કહ્યું છે – “આધાર્મિક(આહાર, વસ્ત્ર, રહેઠાણ, પાત્રવગેરે)નો ઉપભોગ કરનારાઓ પરસ્પર સ્વકર્મથી લેપાય છે, અથવા લેપાતા નથી એમ સમજો. (અર્થાત્ આધાર્મિકના ઉપભોગથી કર્મબંધ થાય જ. અથવા ન જ થાય. તેવો એકાંત નથી.)' /૧// કેમકે આ બંને સ્થાનોથી વ્યવહાર થતો નથી, (કર્મબંધ થાય અથવાનજ થાય તેવા એકાંત વ્યવહારમાં બન્ને પક્ષે આપત્તિ છે.) અને આ જ બે સ્થાનોથી બધા અનાચારો સમજવા.”ાર // શંકા - આનો અર્થ એ જ થયો કે સર્વત્ર મૌન શ્રેયસ્કર છે. કંઇ પણ બોલવામાં ફસાવાનું જ છે. સમાધાન :- અરેરે ! આવું ન માની બેસતા... આ બધા શ્લોકોનું તાત્પર્ય મૌન નથી, પણ સ્યાદ્વાદની શૈલીથી જ ઉપદેશ આપવાનું છે. તેથી સૂત્રકૃતાંગમાં “ગ્રન્થ અધ્યયનમાં કહ્યું છે કે... “વિભવાયંચવિવાગરિ (વિભજ્યવાદ–પૃથ અર્થનિર્ણયવાદ. તેનું જ કથન કરવું. અથવા વિભજ્યવાદ=સ્યાદ્વાદનું કથન કરવું. અથવા વિભજ્ય=દ્રવ્યરૂપે નિત્ય, પર્યાયરૂપે અનિત્યઆદિ વિભાગ કરીને કથન કરવું, પણ મૌન રહેવાનું કહ્યું નથી.) આમ “સર્વત્ર અખ્ખલિતપણે સ્યાદ્વાઇનયથી દેશનાદેવી' એ જ શાસ્ત્રાર્થ છે. (અહીં એટલો વિવેક રાખવો, પ્રશ્ન જ્યારે સામાન્યરૂપે હોય, ત્યારે વિશેષતઃ સ્યાદ્વાદાત્મક જવાબ આપવો. વિશેષ હોય ત્યારે સ્પષ્ટ જવાબ આપવો. દા.ત. રામ પિતાને પુત્ર? એવા સામાન્ય પ્રશ્નનો જવાબ આપી શકાય કે બન્ને. પરંતુ એમ પૂછે કે, “રામ લવના પિતા કે પુત્ર?” તો એમ જ કહેવાય કે “પિતા” નહિ કે “બન્ને.” છતાં અહીં પણ પરભવાદિની અપેક્ષાએ સ્યાદ્વાદ છે તે ન ભૂલવું. આ જ સ્યાદ્વાદશૈલી છે.) આ જ હેતુથી “અહાકસ્માણિ ભુજંતિ' ઇત્યાદિ ઉપરોક્ત બે ગાથાની ટીકામાં વાચકવર ઉમાસ્વાતિજી મહારાજે રચેલા પ્રશમરતિ પ્રકરણની બે ગાથા સાક્ષી તરીકે દર્શાવી છે – “પિંડ(=આહાર), શય્યા(=રહેઠાણ), વસ્ત્ર, પાત્ર કે દવાવગેરે કંઇ પણ શુદ્ધ વસ્તુ પણ ક્યારેક અકથ્ય બને છે. અને ક્યારેક અકથ્ય પણ કપ્ય બને છે.” /૧“કોઇ પણ વસ્તુ દેશ, કાળ, પુરુષ, અવસ્થા, ઉપયોગની શુદ્ધિ અને પરિણામ આટલાને અપેક્ષીને કથ્ય બને છે. કથ્ય પણ એકાંતે કહ્યું નહિ.” /ર// ૫ ૨૧ હવે દૃષ્ટાંત દ્વારા અનિષેધઅનુમતિનું સમર્થન કરે છે–
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy