SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [‘આય-વ્યયની તુલ્યતા મૌનનું કારણ i25 यश्चानिषेधस्यानुमत्याक्षेपकत्वेऽतिप्रसङ्गादिः, सोऽनुपदमेव निराकरिष्यते ॥ १८ ॥ तूष्णींभावे भवद्भिरपि किं बीजं वाच्यमित्याकाङ्क्षायामाह इच्छा स्वस्य न नृत्यदर्शनविधौ स्वाध्यायभङ्गः पुन:, ___ साधूनां त्रिदशस्य चातिशयिनी भक्तिर्भवध्वंसिनी। तुल्यायव्ययतामिति प्रतियता तूष्णीं स्थितं स्वामिना, बाह्यस्तत्प्रतिषेधको न कलयेत्तद्वंशजानां स्थितिम् ॥१९॥ (दंडान्वयः→ स्वस्य नृत्यदर्शनविधौ नेच्छा, साधूनां पुनः स्वाध्यायभङ्गः, त्रिदशस्य च भक्तिः भवध्वंसिनी अतिशयिनी, इति तुल्यायव्ययतां प्रतियता स्वामिना तूष्णींस्थितम् । तत्प्रतिषेधको बाह्यस्तद्वंशजानां સ્થિતિ ન કયેત્ II) 'इच्छा' इति । स्वस्य दर्शनविधौ नेच्छा वीतरागत्वात्, साधूनां गौतमादीनां पुनर्नृत्यदर्शने स्वाध्यायभङ्गः, स चानिष्टस्तेषाम्। त्रिदशस्य-सूर्याभस्य च भक्तिर्भवध्वंसिनी-संसारोच्छेदिनी, तथातिशयिनी उत्कर्षवती, सा च तस्य बलवदिष्टसाधनं, इति-अमुना प्रकारेण गौतमादीनांसूर्याभस्य नृत्यप्रदर्शने समुदायापेक्षया तुल्यायव्ययतां =समानहानिवृद्धिकत्वं प्रतियता केवलज्ञानालोकेन कलयता स्वामिना श्रीवर्धमानस्वामिना तूष्णीं मौनेन स्थितम् । प्रत्येकं तु यस्य यो भावो बलवांस्तदपेक्षया तस्य विधिर्भवत्येवानिष्टानुबन्धस्याबलत्वात्, नयविशेषेण કારણ કે મૌન રહેવામાં અપ્રતિષેધરૂપ અનુમતિનો દોષ રહેલો છે. અનિષેધને અનુમતિરૂપ સ્વીકારવામાં અતિપ્રસંગ આવશે' ઇત્યાદિ પૂર્વપક્ષની આશંકાનું નિરાકરણ આગળ ઉપર બતાવાશે. આ ૧૮ આય-વ્યયની તુલ્યતા’ મૌનનું કારણ ભગવાન મૌન રહ્યા તેમાં તમે કયું કારણ બતાવશો?' પ્રતિમાલીપકની આ આકાંક્ષાના સમાધાનમાં કવિ કહે છે– કાવ્યર્થ - (ભગવાન વીતરાગ હતા. તેથી) ભગવાનને નૃત્ય જોવાની ઇચ્છા હતી નહિ અને ગૌતમ વગેરે સાધુઓને નૃત્ય જોવામાં સ્વાધ્યાયભંગનો દોષ હતો. જ્યારે સૂર્યાભને માટે આ ભક્તિ ભવને ભાંગનારી અને ઉત્કર્ષ કરનારી હતી. આમ લાભ અને નુકસાન સરખા છે, એમ પ્રતીત કરતા ભગવાન મૌન રહ્યા. પરંતુ પ્રભુભક્તિનો નિષેધ કરનારા શાસનબાહ્ય પ્રતિમાલોપકો પ્રભુના વંશમાં ઉત્પન્ન થયેલાઓની મર્યાદાઓને સમજી શકે નહિ. ભગવાન વીતરાગ છે. તેથી તેમને નૃત્ય જોવાના વિષયમાં ઇચ્છા સંભવેનહિ. ત્યાં રહેલા છદ્મસ્થ ગૌતમવગેરે સાધુઓ આ નૃત્ય જોવા બેસે, તો તેઓ પોતાનો સ્વાધ્યાય ચૂકી જાય. પાંચ પ્રહર જેઓએ સ્વાધ્યાય કરવાનો છે અને અપ્રમત્ત રહેવાનું છે તેવા સાધુઓ માટે આ પ્રકારે સ્વાધ્યાયભંગ અનિષ્ટ કરનારો-પ્રમાદ પોષનારો બને. તેથી આ નૃત્યના દર્શનમાં તેઓને નુકસાન હતું. જ્યારે સૂર્યાભદેવમાટે આ નૃત્ય પરમાત્મા પ્રત્યેની ભક્તિના ઉછાળારૂપ હતું. ભક્તિનો આ ઉછાળો સંસારના બંધનનો ઉચ્છેદ કરનારો બને છે, તથા મોટો ઉત્કર્ષકરે છે. આમ નૃત્યના પ્રદર્શનમાં ગૌતમવગેરે સાધુઓને હાનિ હતી, સૂર્યાભને લાભ હતો. તેથી ‘સમુદાયની અપેક્ષાએ હાનિ અને વૃદ્ધિ સમાન છે' એમ કેવળજ્ઞાનના પ્રકાશમાં જોતા શ્રી મહાવીરસ્વામી ભગવાન તે વખતે મૌન રહ્યા. પણ ‘હા’ કે ‘ના’ કહી નહિ. પ્રશ્ન - ભગવાન જ્યારે બંને પક્ષનો લાભાલાભ જોઇ મૌન રહ્યા, ત્યારે સૂર્યાબે પણ બધાનો વિચાર કરવો ન જોઇએ? તેથી નૃત્ય બતાવ્યું તે શું બરાબર કર્યું?
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy