SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ 126 પ્રતિમાશતક કાવ્ય-૨૦ तदभावाद्वा तत्साम्राज्यात्। अन्यथाऽऽहारविहारादिविधावगतेः, वाग्विशेषे तु सम्प्रदायक्रम एव नियामक इति। इमां तद्वंशजानां स्वामिवंशोत्पन्नानां स्थिति-मर्यादां बाह्यः-शासनबहिर्भूतो न कलयेत्=न जानीयात्। 'न ह्यन्यकुलमर्यादां तद्वहिर्वती जानाती'त्युक्तिः॥ १९॥ वाक्रमवैचित्र्यमेवोपदर्शयति सावा व्यवहारतोऽपि भगवान् साक्षात् किलानादिशन्, बल्यादिप्रतिमार्चनादि गुणकृन्मौनेन सम्मन्यते। नत्यादि धुसदां तदाचरणत: कर्त्तव्यमाह स्फुटम्, योग्येच्छामनुगृह्य वा व्रतमतश्चित्रो विभोर्वाक्कमः ॥ २०॥ ઉત્તરઃ- ભગવાન પોતે એવા સ્થાને હતાકે તેમને બન્ને પક્ષનો વિચાર કરવો પડે. સૂર્યાભની સ્થિતિ એવી ન હતી. સૂર્યાભને તો પોતાનો સંસારોચ્છેદ એ જ મુખ્ય લક્ષ્ય હોય તે સ્વાભાવિક છે, કારણ કે જ્યાં સુધી કૃતકૃત્ય ન થવાય, ત્યાં સુધી સ્વહિતમાં પ્રવૃત્તિ જ બળવાન છે. હા, તે પ્રવૃત્તિ સ્વકે પરને બળવાન અનિષ્ટનું કારણ બનતી હોવી જોઇએ નહિ. સમુદાયનો વિચાર કરવાનો હોય, ત્યાં બધાના લાભાલાભનો વિચાર સંગત છે. પરંતુ જ્યાં પ્રત્યેકનો અંગત વિચાર હોય, ત્યાં તે પ્રત્યેકમાટે જે ભાવ બળવાન હોય, તે ભાવને અપેક્ષીને તે વ્યક્તિમાટે વિધિ કે નિષેધ થાય છે. (જેમકે ભક્તિનો ભાવ જગાડવાદ્વારા સંસારોચ્છેદક બનતી જિનપૂજા. શ્રાવકો માટે આ પૂજા ભક્તિના ભાવને આગળ કરી બળવાન ભાવ બને છે, માટે તેઓને જિનપૂજાનું વિધાન છે. પ્રઃ- પરંતુ આ પૂજા દ્વારા પાણીવગેરેના જીવોની હિંસારૂપ અનિષ્ટ છે તેનું શું? ઉત્તર- અલબત્ત, આ અનિષ્ટ છે. પરંતુ પૂજાદ્વારા પોતાને ભક્તિના જે ભાવ જાગે છે અને શુભનું જે ઉપાર્જન અને અશુભનું જે વિસર્જન થવાનું છે, તેની અપેક્ષાએ આ અનિષ્ટ કોઇ વિસાતમાં નથી. અથવા પોતાના શુભાશુભભાવથી જ પોતાને ઇષ્ટ કે અનિષ્ટ છે તેમ માનતા નિશ્ચય આદિ કોક નથવિશેષથી તો ત્યાં શ્રાવકને અનિષ્ટનું હિંસાદિ કોઇ કારણ હાજર નથી, કારણ કે ત્યાં હિંસાદિના કોઇ ભાવ જ નથી. માટે શ્રાવકોને તો જિનપૂજાવગેરેમાં ભક્તિઆદિના બળવાન ભાવ હોવાથી તે પૂજા ઉપાદેય જ છે.) તેથી જ કહે છે, અથવા તો નથવિશેષથી તદભાવાઅનિષ્ટના અભાવથી તદ્ગવિધિ સામ્રાજ્ય=વિશેષથી હાજર છે. જો આમ પ્રત્યેનાબળવાન ભાવને આગળ કરી વિધિ-નિષેધ કરવાનો હોય, તોતો સાધુને આહાર-વિહારઆદિનું વિધાન પણ અસંગત કરે, કારણ કે આહાર-વિહારઆદિ, દ્રવ્યાદિ અવસરને અપેક્ષીને સંયમમાટે હિતકર હોવા છતાં સ્વાધ્યાયઆદિને વ્યાઘાત પહોંચાડે છે. તેથી માનવું જ રહ્યું કે તે-તે સાધુવગેરેના તે-તે વખતના બળવાન ભાવોને જોઇને જ ગુરુવર્યો આહારઆદિ તે તે પ્રવૃત્તિઓનું વિધાન કરે છે. (અહીં સ્થૂલભદ્રને કોશાવેશ્યાને ત્યાં ચોમાસું કરવાની રજા અને સિંહગુફાવાસી મુનિને ના, કુરગ મુનિને સંવત્સરી જેવા મહાપર્વના દિવસે પણ ગોચરી વાપરવાની ગુર્વાશા વગેરે દષ્ટાંતો છે.) પ્રશ્ન- અસ્તુ. છતાં એક વાત સમજાતી નથી કે વિધાન કરવાનું હોય, તો પણ એકસરખા શબ્દોથી વિધાન નકરતા જુદા જુદા વાક્યપ્રયોગોથી કેમ વિધાન થાય છે? જેમકે સાધુને ગુરુભગવંત ઘણીવાર આજ્ઞા આપે, ઘણીવાર અનુજ્ઞા આપે, દીક્ષા લેવાની ઇચ્છા કરનારને “સુખ ઉપજે તેમ કરો” – તેમ કહે. શ્રાવક નૃત્યઆદિ ભક્તિકૃત્ય અંગે પૂછે ત્યારે મૌન રહે. ક્યાંક માત્ર વિધ્યર્થપ્રયોગ કરે. ઇત્યાદિ. ઉત્તરઃ- યોગ્યતાઆદિને અપેક્ષીને જુદા જુદા વચનપ્રયોગોદ્વારા જે વિધિઓ વગેરે દર્શાવાય છે, તેમાં પ્રભુની વંશપરંપરામાં ઉત્પન્ન થયેલા અમારા ગૌરવવંતા સંપ્રદાયની પરંપરા જ નિયામક છે. પરંતુ અમારી આ મર્યાદાને પ્રભુના શાસનમાં નહિ રહેલાઓ નહિ સમજી શકે, તેમાં કંઇ નવાઇ નથી. કારણ કે “એક કુળની મર્યાદાને તે કુળમાં નહિ જન્મેલી વ્યક્તિ ન સમજી શકે તેવી ઉક્તિ છે. જે ૧૯ો
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy