SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ 124 પ્રતિમાશતક કાવ્ય-૧૮ सूर्याभः कृतो नृत्यविधे:-नृत्यकरणस्य प्रश्नो येन स, तथा, अर्हता श्रीमहावीरेण नादृतः तन्नृत्यकरणप्रतिज्ञा नादृतेत्यर्थः । तथा च सूत्रं → तए णं से सूरियाभे देवे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्टतुट्ठ जाव हयहियया उठेइ, उठेइत्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ २ एवंवयासी-अहण्णं भंते ! सूरियाभे देवे किं भवसिद्धिए जाव अचरिमे? इत्यादि।[राजप्रश्नीय सू. ५२] तएणं से सूरियाभे देवेसमणेणं ३ एवं वुत्ते समाणे हद्वतुट्ठचित्तमाणदिए परमसोमणसे समणं भगवं महावीरं वंदइ णमंसइ २ एवं वयासी-तुब्भे णं भंते ! सव्वं दव्वं जाणह पासह, सव्वं खित्तं जाणह पासह, सव्वं कालं जाणह पासह, सव्वे भावे जाणह पासह, जाणंति णं देवाणुप्पिया जाव० तं इच्छामिणंजाव उवदंसित्तए। सू.५४] तए णंसमणे भगवं महावीरे सूरियाभेणं देवेणं एवं वुत्ते समाणे सूरियाभस्स देवस्स एयमठु णो आढाइ णो परिजाणइ, तुसिणीए संचिट्ठइ। [सू. ५५] तए णं से सूरियाभे देवे समणं भगवं महावीरं दोच्चपि तच्चपि एवं वयासी-तुब्भे णं भंते ! सव्वं दव्वं जाणह जाव उवदंसित्तए त्ति कटु, समणं ३ तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ' इत्यादि [सू. ५६] । अत्रोत्तरं- 'हन्त' इति खेदे। इयं (जड) चातुरी त्वया गुरुकुले कुत्र शिक्षिता यन्मौनं निषेधमेव व्यञ्जयतीति ? येन कारणेन सर्वत्रापि सर्वस्मिन्नपि सम्प्रदाये पण्डितैः 'अनिषिद्धमनुमतं' स्मृतं, अत एव स्वार्थमाहारादि निष्पादयन् गृह्यप्रतिषेधानुमतिप्रसङ्गभयादेव निषिध्यते। (ભવનપતિવગેરે) ચાર પ્રકારના દેવો અરિહંત ભગવાનને વંદન-નમસ્કાર કરી પોતપોતાના નામગોત્ર સંભળાવે છે એ પ્રમાણે નિગમન કરે છે. ભગવાનના આ વચનો સ્પષ્ટપણે સૂર્યાભના વંદનકૃત્યને થાબડવારૂપ છે. તેથી અમારું કથન બરાબર જ છે કારણ કે સૂર્યાભના વંદનકૃત્યઅંગેના વચનનું સમર્થન કરનારા ભગવાન મહાવીરસ્વામી સૂર્યાભ જ્યારે નૃત્યઅંગે પ્રશ્ન ત્રણ ત્રણ વખત પૂછે છે, છતાં નૃત્યઅંગેના સમર્થનમાં એક અક્ષર પણ બોલતા નથી, પણ મૌન રહે છે. આનાથી જ ફલિત થાય છે, કે સમ્યફ્તી દેવની પણ નૃત્ય વગેરે સાવદ્ય ક્રિયા સંયમીને અનુમોદનીય ન હોવાથી ધર્મરૂપ નથી. માત્ર નિરવદ્યકૃત્ય જ અનુમોદનીય છે અને ધર્મરૂપ છે. પૂજા ક્રિયા સાવદ્ય હોવાથી અનુમોદનીય અને ધર્મરૂપ નથી. સૂર્યાભના નૃત્ય અંગેનો રાજમશ્રીય ઉપાંગનો પાઠ આ પ્રમાણે છે – તે વખતે સૂર્યાભદેવ શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પાસે ધર્મ સાંભળીને હર્ષિત થાય છે અને ઊભો થઇ ભગવાનને વંદન-નમસ્કાર કરી આ પ્રમાણે પૂછે છે – “હે ભદંત! હું સૂર્યાભદેવ ભવસિદ્ધિક છું કે અભવ્ય? ઇત્યાદિ થાવત્ ચરમ છું કે અચરમ” ઇત્યાદિ. તથા ભગવાનના આ પ્રમાણે વચનને સાંભળી આનંદિત થયેલો યાવત્ પરમ શુભમનવાળો થયેલો સૂર્યાભદેવ ભગવાનને વંદન-નમસ્કાર કરી આમ કહે છે. “આપ કેવળજ્ઞાનથી બધાં દ્રવ્યને જાણો છો અને કેવળદર્શનથી બધાં દ્રવ્ય જુઓ છો, સર્વક્ષેત્રનું જાણો છો-જુઓ છો, સર્વકાળનું જાણો છો-જુઓ છો, અને સર્વભાવોને જાણો છો તથા જુઓ છો. હે દેવાનુપ્રિય! આપ મારા પૂર્વકાળને જાણો છો... ઇત્યાદિ. તેથી હે દેવાનુપ્રિય! હું આપશ્રીની ભક્તિપૂર્વક (ગૌતમાદિ મુનિઓને દિવ્ય બત્રીશ પ્રકારનું નૃત્ય બતાવવા) ઇચ્છું છું. તે વખતે ભગવાન મહાવીરસ્વામી સૂર્યાભના આ વચનોનો આદર કરતાં નથી, અનુજ્ઞા આપતાં નથી પણ મૌન રહે છે. તેથી સૂર્યાભદેવ બીજીવાર ત્રીજીવાર આ પ્રમાણે કહે છે. પછી ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે.” ઉત્તરપક્ષ - અરેરે ! તમે આવી (જડ) ચતુરાઇ કયા ગુરુકુલમાં શીખી છે કે જેથી ભગવાનના મનને નિષેધમાં ખપાવવા તૈયાર થયા છો? કારણ કે દરેક સંપ્રદાયમાં પ્રજ્ઞાવાન પુરુષો મૌનનો(=અનિષેધનો) અર્થ અનુમતિ જ કરે છે. તેથી જ સાધુ પોતાના માટે આહાર બનાવતા ગૃહસ્થને સ્પષ્ટ નિષેધ કરે છે, મૌન રહેતા નથી.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy