SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Inછે. દિવ્ય-ભાવ સમ્યક્તનો વિચાર न चैते श्रुतोक्तत्वान्निरुपचरितभावसम्यक्त्वभेदा एव भविष्यन्तीति शङ्कनीयम्। रागादिरहितोपयोगरूपभावसम्यक्त्वलक्षणाव्याप्तेः, 'दसविहे सरागसम्मइंसणे प० तं०-'णिसगुवएसरुई' [१०/३/७५१] त्यादिस्थानाङ्गवचनेन तेषां रागानुगतत्वप्रतिपादनाद् मोक्षमार्गे च वीतरागस्यैव भेदस्य ग्रहणौचित्यात्। तदयमपेक्षयैव द्रव्यभावविभागो भावनीयः। केवलं द्रव्यसम्यक्त्वं त्वपुनर्बन्धकस्यैव लोकोत्तरबीजपरिग्रहवशतो मिथ्यादृष्टिसंस्तवपरित्यागपूर्वकसङ्घचैत्यादिभक्तिकृत्यपरायणस्य भवति, अप्राधान्ययोग्यत्वार्थभेदेन द्रव्याज्ञापदप्रवृत्तेर्ग्रन्थिकसत्त्वापुनर्बन्धकयोर्यथायोगमुपदेशपदे व्यवस्थापनात्तदाह → 'गंठिगसत्तापुणबंधगाइआणं तु दव्वओ आणा। સમ્યગ્દર્શન દસ પ્રકારનું છે, તે આ પ્રમાણે (૧) નિસર્ગચિ (૨) ઉપદેશરુચિ...' ઇત્યાદિ. આમ સ્થાનાંગમાં નિસર્ગરુચિઆદિ સભ્યત્ત્વને સરોગસભ્યત્વ બતાવ્યું છે. નિરુપચરિત ભાવ તો કાર્યના તદ્દન નજીકના કારણને જ કારણતરીકે સ્વીકારે છે અને વીતરાગભાવના જ જ્ઞાનાદિ ત્રણ મોક્ષના તદ્દન નજીકના કારણ છે. તેથી નિરુપચરિત ભાવની અપેક્ષાએ તો મોક્ષમાર્ગમોક્ષના કારણતરીકે વીતરાગભાવના જ જ્ઞાનાદિ ત્રણ આવશે. સરાગઅવસ્થાનું સમ્યક્ત મોક્ષનું અવ્યવહિત કારણ બનતું ન હોવાથી નિરુપચરિતભાવને માન્ય નથી. અર્થાત્ સરાગઅવસ્થાનું સમ્યક્તનિરુપચરિતભાવસભ્યત્વ નથી. જો આસમ્યક્તને ઉપચરિત ભાવસમ્યક્તતરીકે સ્વીકારો, તો ઉપચરિત ભાવ અને દ્રવ્ય સમ્યક્ત બન્ને સાપેક્ષ છે અને પ્રધાન-અપ્રધાનભાવની અપેક્ષાથી દ્રવ્ય કે ભાવ રૂપ છે. અસ્તુ. પ્રસ્તુતમાં આ જ્ઞાનાદિની અપેક્ષાથી દ્રવ્ય-ભાવવિભાગ સમજવાનો છે. એટલો ખ્યાલ રાખવો કે, જ્યાં પૂર્વોક્ત જ્ઞાનાદિનો અભાવ છે અને માત્ર યોગ્યતા જ છે, તે માત્ર દ્રવ્યસમ્યક્ત છે અને નિરુપચરિતભાવસમ્યક્ત માત્ર ભાવસભ્યત્ત્વ છે. આ બેની વચ્ચે રહેલા અંશોમાં દ્રવ્ય-ભાવનું સાકર્થ છે અને પ્રધાનતાની અપેક્ષાએ દ્રવ્ય કે ભાવનો વ્યપદેશ પામે છે. અહીં માત્રદ્રવ્યસખ્યત્ત્વ અપુનબંધકને હોય છે કારણ કે અપુનબંધકમાં લોકોત્તર બીજ=સમ્યગૂદર્શનનું બીજ(=યોગ્યતા=શક્તિ=કારણતા) રહ્યું હોય છે. આ અપુનબંધકને લોકોત્તરબીજની પ્રાપ્તિ પણ મિથ્યાષ્ટિઓના પરિચયના ત્યાગપૂર્વક સંઘભક્તિ અને ચૈત્યભક્તિ વગેરે કર્તવ્યો બજાવવાથી થાય છે. શંકા- અપુનબંધકો સમ્યક્તના આચારો પાળતા હોવા છતાં તેઓને સમ્યક્તનો ભાવ સ્પર્યો નથી. માટે તેઓની આ ક્રિયા દ્રવ્યસમ્મસ્વરૂપ છે. તેથી સમ્યક્તરૂપ ન ગણાય. સમાધાન -બેશક, તેઓમાં હજી શુભાત્મપરિણામવિશેષરૂપભાવસમ્યક્તનથી. તેથી તેઓનું સમ્યક્ત દ્રવ્ય જ છે, છતાં પણ આ દ્રવ્ય યોગ્યતારૂપ હોવાથી અને તેથી પ્રધાનભૂત ભાવનું કારણ હોવાથી મુખ્યરૂપ છે. ઉપદેશપદમાં દ્રવ્યઆજ્ઞા પદનો પ્રયોગ (૧) અપ્રાધાન્ય અને (૨) યોગ્યતા આ બે અર્થમાં કર્યો છે. જેઓ ગ્રંથિક જીવો છે જે જીવો ગ્રંથિભેદથી ઘણા દૂર છે અને ગ્રંથિભાવમાં રત છે, તેવાઓ ભગવાનની આજ્ઞા પાળે તો પણ તેમને અપેક્ષીને ભગવાનની આજ્ઞા દ્રવ્યાજ્ઞારૂપ છે. અહીં દ્રવ્ય તરીકે અપ્રધાન(=જે ભાવનું કારણ ન બને તે) અર્થ લેવાનો. તે જ પ્રમાણે જેઓ અપુનબંધકદશામાં છે, (આ જીવો ગ્રંથિભેદની અત્યંત નજીક છે.) તેવાઓને પણ ભગવાનની આજ્ઞા ભાવરૂપ બની નથી. તેમને અપેક્ષીને પણ આજ્ઞા દ્રવ્યાજ્ઞા કહેવાય. પરંતુ અહીં દ્રવ્યત્વયોગ્યતા= ભાવની કારણતા એ અર્થ લેવાનો. ઉપદેશપદમાં કહ્યું જ છે કે – “ગ્રંથિક જીવો અને અપુનબંધક વગેરેની અપેક્ષાએ આજ્ઞા 0 णिसग्गुवएसरुई आणारुइ सुत्तबीयरुइमेव । अभिगमवित्थाररुइकिरिया संखेव धम्मरूइ॥ इति पूर्णश्लोकः॥ અપુનબંધક=ચરમાવર્તમાં આવેલો તેવો જીવ કે જે હવે પછી ક્યારેય આયુષ્ય સિવાયના જ્ઞાનાવરણીયઆદિ સાતકર્મોની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે નહિ. અન્યમતે ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે પણ ઉત્કૃષ્ટરસ બાંધે નહિ. આ અપુનબંધકના ૩ લક્ષણ છે – (૧) તીવ્રભાવથી પાપ ન કરે. (૨) ભયંકર સંસારપર બહુમાન ન હોય અને (૩) સર્વત્ર ઔચિત્યનું પાલન કરે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy