SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ TI) પ્રતિમાશતક કાવ્ય-૧૫ णवरमिह दव्वसद्दो, भइअव्वो सुत्तणीईए' ॥१॥ एगो अपाहन्ने केवलए चेव वट्टइ तत्थ। अंगारमद्दगो जह दव्वायरिओ सयाऽभव्वो'॥२॥त्ति [गा. २५३-२५४]। तद् यथोदितभगवदर्चादिपरायणानां ज्योतिष्कविमानाधिपतीनामप्यन्ततः केषाश्चिदपुनर्बन्धकतयापि द्रव्यसम्यक्त्वमविरुद्धमेव। तद्दशायां चेषन्मालिन्यभागिविभङ्गज्ञानसम्भवे यथोक्तसङ्ख्यापूर्ती न किञ्चिद् बाधकं पश्यामः, रुचिसाम्येऽपि केवलिगम्यस्य भावभेदस्यावश्यमाश्रयणीयत्वात्, क्रियासाम्येऽपि संयतादीनां सम्यक्त्वाकर्षान्यथानुपपत्तेः। દ્રવ્યાજ્ઞા છે. પરંતુ અહીં આગમને અનુસાર દ્રવ્ય શબ્દનો વિભાગ કરવો.” ૧ “એક દ્રવ્ય” શબ્દ માત્ર અપ્રધાનમાં વપરાય છે, જેમકે અંગારમદક(=અંગારમદકાચાર્ય) કે જે હંમેશા અભવ્ય છે, તે દ્રવ્યાચાર્ય હતા.(તેઓ ક્યારેય ભાવાચાર્ય થવાની યોગ્યતા ધરાવતા નહોતા.) ર/ આમ ભાવસભ્યત્ત્વની યોગ્યતાવાળા અપુનબંધકવગેરેને દ્રવ્યથી સમ્યક્ત હોઇ શકે છે. તે સમ્યક્તની હાજરીમાં જિનપૂજા વગેરે સમ્યત્વના આચારો સ્વરસથી આચરાતા હોય તેમાં વિરોધ નથી. પ્રતિમાલપક - આટલી લાંબી ચર્ચા કરીને તમારે કહેવું છે શું? ચંદ્ર-સૂર્યવગેરે વિમાનમાલિક દેવોને સમ્યવી માનવામાં અમે બતાવેલા આગમબાંધનું સમાધાન શું છે? તે બતાવો. સભ્યત્વના ભેદમાં પણ રુચિની સમાનતા ઉત્તરપશઃ- ધીરજ ધરો ! જુઓ, આટલી ચર્ચા કર્યા પછી અમારે એટલું જ કહેવું છે કે મોટાભાગના સૂર્યચંદ્રવગેરે વિમાનમાલિક દેવો અપુનબંધક અવસ્થામાં હોય છે. તેથી મિથ્યાત્વ ગુણસ્થાનકે હોવા છતાં તેઓ જિનપ્રતિમાની પૂજા વગેરે આચારો પોતાની રુચિથી આચરે તેમાં દોષ નથી. આ આચારપાલન આદિના કારણે જ તેઓમાં દ્રવ્યથી સમ્યક્ત હોય છે, તેમ કહેવામાં વિરોધ દેખાતો નથી. વળી આ અવસ્થામાં ભાવસભ્યત્ત્વ અને ચતુર્થગુણસ્થાનક સંભવતું નથી. પણ મંદમિથ્યાત્વની કંઇક મલિનતા હોય છે. તેથી તેઓને વિભંગશાની કહી શકાય છે કારણ કે ચોથા ગુણસ્થાનકથી (એક મતે મિશ્રગુણસ્થાનકથી) આરંભીને જ અવધિજ્ઞાન આગમમાં સંમત છે. (તાત્પર્ય - વિમાનના માલિકદેવો સમ્યક્તી જ હોય, પરંતુ આ સમ્યક્ત (૧) ચતુર્થગુણસ્થાનકનું ક્ષાયોપથમિક આસિમ્યક્તપણ હોય, અથવા(૨) એવા સમ્યક્તમાં કારણભૂત અપુનબંધકઅવસ્થાનું દ્રવ્યસમ્યક્ત પણ હોઇ શકે. મોટાભાગના ચંદ્ર-સૂર્યોને આ બીજા પ્રકારનું સમ્યક્તસંભવે છે. આ બીજા પ્રકારના સભ્યત્ત્વમાં મંદ મિથ્યાત્વના કારણે વિર્ભાગજ્ઞાનનો સંભવ છે. તેથી એ અપેક્ષાએ મતિ-શ્રુતજ્ઞાની કરતા વિર્ભાગજ્ઞાનીઓ અસંખ્યગુણ સંભવી શકે છે. જેઓ પાસે ક્ષયોપશમાદિ ભાવસમ્યક્ત હોય, તેઓ જ મતિ-શ્રુતજ્ઞાનીતરીકે મળી શકે. જ્યારે વિર્ભાગજ્ઞાની તરીકે મિથ્યાત્વીદેવવગેરે અને દ્રવ્યસમ્યક્તીઓ પણ સ્વીકૃત છે. આ વિકલ્પમાં અમને કોઇ બાધ દેખાતો નથી.) પ્રતિમાલપક - વાહ! તમને બાધ નથી દેખાતો! જુઓ, તમે કહ્યું કે દ્રવ્યસમ્યક્તવાળાને પણ જિનપ્રતિમાપૂજા આદિ ક્રિયામાં રુચિ હોય. ક્ષાયોપથમિકઆદિ ભાવસમ્યક્તવાળાને પણ જિનપ્રતિમાપૂજાદિ ક્રિયામાં રુચિ હોય. અહીં એક માત્ર યોગ્યતાવાળો છે અને બીજામાં વાસ્તવમાં સમ્યત્ત્વ છે. આ ભાવનો તફાવત હોવા છતાં દ્રવ્ય અને ભાવસમ્યક્તીને પ્રતિમાપૂજા વગેરેમાં સમાનરુચિ માનવામાં ચોખ્ખો બાધ છે. ઉત્તરપક્ષઃ- સમ્યત્વના ભેદમાં પણ રુચિ સમાનપણે હોઇ શકે છે. અર્થાત્ રુચિની સમાનતામાં પણ ભાવનો ભેદ અવશ્ય માનવો જ રહ્યો. અલબત્ત, આ ભેદ આપણા જેવા છપ્રસ્થોની નજરમાં ન આવે. પણ કેવળીઓ તો અવશ્ય જોઇ શકે છે. તેથી જ સમાનચારિત્રક્રિયા કરનારાઓમાં પણ સંયમસ્થાનોમાં અસંખ્યગુણજેટલોતરતમભાવ હોઇ શકે છે. અર્થાત્ સમાનરુચિથી કરાતી ક્રિયા વખતે ભાવોની વિશુદ્ધિમાં ઘણો તફાવત સિદ્ધ જ છે. અન્યથા ક્રિયાની સમાનતા હોવા છતાં સંયતો વગેરેમાં જે સમ્યક્તનો આકર્ષ(=આવાગમન) દેખાય છે તે સંગત ન બને.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy