SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 108 પ્રતિમાશતક કાવ્ય-૧૫ मुद्रितपुस्तके) 'चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा। चरणकरणस्स सारं णिच्छयसुद्धं ण याणति'। રા/ સિમ્મતિઃ ૩/૨૮-૬૭] રૂત્યાદિ एवमविविक्तेन देवगुरुधर्मश्रद्धानेन, नवतत्त्वश्रद्धानेन, गुरुपारतन्त्र्यादिना च द्रव्यसम्यक्त्वमेव व्यपदिशन्ति श्रुतवृद्धा यदारोपणपूर्वं चारित्रारोपणमपि सफलतामास्कन्देत्। यदाहु- 'गुरुपारतंत नाणं' [पञ्चाशक ११/७ पा. १] इत्यादि । एतादृशानि च द्रव्यसम्यक्त्वानि शुभात्मपरिणामविशेषानुगतानि भावसम्यक्त्वमपि न व्यभिचरन्ति 'अर्पितानर्पितसिद्धेः तत्त्वार्थ ५/३१] उभयरूपाविरोधात्। अत एव रुचिभेदा अपि द्रव्यसम्यक्त्वरूपेणाभासमाना अपि क्षायोपशमिकादिभेदेष्वेवान्तर्भाविता वाचकचक्रवर्तिनाप्रज्ञप्तौ। तथा हि→ ' किंचेहुवाइभेया, दसहावीदं परूविअंसमए। ओहेण तंपिमेसिं भेआणमभिन्नरूवं तु'।त्ति। [श्रावकप्रज्ञप्ति ५२] હોય, તેવા જીવો નિશ્ચયનયથી શુદ્ધ એવા ચરણકરણનો સાર સમજતા નથી. ર/ આમ વિશેષ વિવેક વિના પણ (૧) દેવગુરુધર્મ પ્રત્યેની શ્રદ્ધા (૨) નવતત્ત્વ પર શ્રદ્ધા અને (૩) ગુરુની પરતંત્રતા આદિ ગુણો. આ ત્રણની હાજરીમાં દ્રવ્યસમ્યત્ત્વ છે. એમ શ્રુતસ્થવિરો વ્યપદેશ કરે છે. શંકા - આ દ્રવ્યસમ્યક્તવાળા જીવોને ચારિત્ર આપવામાં શું વિરોધ નહિ આવે? સમાધાનઃ- ના, આ દ્રવ્યસમ્યક્તના આરોપણપૂર્વક પણ કરેલું ચારિત્રનું આરોપણ સફળ જ છે. આ બાબતમાં “ગુરુપરતંતવાણં' ઇત્યાદિ શ્લોક સાક્ષીરૂપ છે. આવા પ્રકારના દ્રવ્યસમ્યક્તો શુભ આત્મપરિણામવિશેષથી યુક્ત હોય છે. તેથી ભાવસભ્યત્ત્વના સ્વરૂપને વ્યભિચારી બનતા નથી, તે ત્રણ રીતે (૧) ઉપરોક્ત દ્રવ્ય સમ્યત્ત્વવાળાઓ ગુર્વાજ્ઞાને પરાધીન રહી યથાશક્તિ શ્રતનો અભ્યાસ અવશ્ય કરતા હોય છે અને શ્રુતના અભ્યાસ દ્વારા નવતત્ત્વ વગેરેનું સ્યાદ્વાદશૈલીથી વિસ્તૃતજ્ઞાન મેળવી પોતાના સમ્યક્તને અવશ્ય ભાવરૂપ બનાવે છે. તેથી તેઓના દ્રવ્યસમ્યક્તકાળે પણ ભાવસમ્યક્તની સફળ યોગ્યતા હેલી છે. તેથી ભાવસમ્યક્ત અનેકાંતિક બનતું નથી. તથા (૨) આગળ જ કહી ગયા તેમ દ્રવ્ય-ભાવસમ્યક્ત પરસ્પર સાપેક્ષ છે. તેથી અર્પિતાનર્પિતન્યાયથી એકના એક સભ્યત્વમાં દ્રવ્ય-ભાવ ઉભયરૂપ હોવામાં વિરોધ નથી. એકના એક જીવનું સમ્યક્ત પોતાનાથી અલ્પજ્ઞના સમ્યક્તની અપેક્ષાએ ભાવસમ્યક્ત બને છે અને પોતાનાથી વિશેષજ્ઞની અપેક્ષાએ દ્રવ્યસમ્યક્તબને છે. અથવા (૩) પરમાર્થ પરિજ્ઞાનનો અભાવ હોવાથી તે અપેક્ષાએ દ્રવ્યસમ્યત્વ અને શુભાત્મપરિણામને પ્રધાન કરવામાં આવેતો આત્મપરિણામરૂપ હોવાથી ભાવસમ્યક્તબને. તેથીજ વાચકચકવર્તીએ (વાચકવર ઉમાસ્વાતિજી મહારાજે) દ્રવ્યસમ્યક્વરૂપ દેખાતા રુચિભેદોનો પણ સમ્યક્તના ક્ષાયોપથમિકઆદિભેદોમાં સમાવેશ કર્યો છે. જુઓ! તેમણે શ્રાવક પ્રકૃતિમાં કહ્યું છે – “વળી આજ્ઞા વગેરે(=ઉપાધિ વિશેષણ)ના ભેદથી આગમમાં આ સમ્યક્તને દસ પ્રકારનું વર્ણવ્યું છે. છતાં પણ ઓઘથી તો આ સમ્યક્તભેદોતે=ક્ષયોપથમિકઆદિ ભેદોથી અભિન્ન જ છે.' શંકા - ક્ષાયોપથમિકસમ્યવઆદિના આ નિસર્ગરુચિવગેરે ભેદો શ્રત=આગમમાં બતાવ્યા છે. તેથી આ બધા સમ્યક્તભેદો નિરુપચરિત ભાવસમ્મસ્વરૂપ જ છે અને આ સમ્યક્તવાળાઓ ભાવસભ્યત્ત્વી જ છે. સમાધાન - નિસર્ગચિવગેરેનું સ્વરૂપ શ્રુતમાં દર્શાવ્યું છે તે સાચું. પણ તેટલામાત્રથી આ સમ્યક્તને નિરુપચરિત ભાવસમ્યક્ત કહી શકાય નહિ કારણ કે “રાગ આદિરહિતનો ઉપયોગ” નિરુપચરિત ભાવસભ્યત્ત્વનું લક્ષણ છે. અને નિસર્ગચિવગેરે સમ્યક્ત સરાગઅવસ્થામાં હોય છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું જ છે કે – “સરાગ0 गुरुपारतंत नाणं सद्दहणं एयसंगजं चेव। एत्तो उ चरित्तीणं मासतुसादीण णिढि॥ इति पूर्णश्लोकः॥ — — — — — — — — — — — – - - - - - - - - - -
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy