SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્ય-ભાવ સમ્યક્તનો વિચાર _107 107 सपरिकरा अपि मिथ्यादृष्टित्वेन व्यपदेश्या इति चेत् ? मैवं, गत्यन्तरस्य विद्यमानत्वात्। तथाहि-सम्यक्त्वं तावद् द्रव्यभावभेदाद् द्विविधं, तत्र परमार्थापरिज्ञानेऽपि भगवद्वचनतत्त्वरुचिराद्यं परमार्थपरिज्ञानं च द्वितीयम्। तदाह → 'तुहवयणतत्तरुई, परमत्थमयाणओवि दव्वगयं। इयरं पुण तुह समए परमत्थावगमओ होई'त्ति। परमार्थपरिज्ञानेन च यदोत्तरोत्तरोत्कर्षमासादयतां स्वविषयश्रद्धायां भावसम्यक्त्वव्यपदेशः क्रियते, तदाऽधस्तनपरिज्ञानजनितश्रद्धायां द्रव्यसम्यक्त्वव्यपदेशो भवति। अत एवाविविक्तषट्कायपरिज्ञानेऽपि चरणकरणतत्त्वपरिज्ञानपूर्वकतत्पालनेऽपि च स्याद्वादेन विविक्तषट्कायपरिज्ञानं विना स्वसमयपरसमयविवेचनं विना चौघतस्तद्रागमात्रेण द्रव्यसम्यक्त्वं सम्मतौ निर्णीतम्। तदाह → छप्पिहजीवनिकाए, सद्दहमाणो ण सद्दहइ भावा। हंदी अपज्जवेसु वि सद्दहणा होइ अविभत्ता'॥१॥ (णियमेन सद्दहतो छक्काए भावओ न सहइ-इति पूर्वार्द्ध: છે. ચંદ્ર-સૂર્યને બાદ કરીને બાકીના તમામ સંશી જીવો - [૧ લાખ+ ૯૫ લાખ (=૧ કરોડ - ૫ લાખ] = ૯૬ લાખ. માની લો કે, આ બધા સંશી જીવો મિથ્યાત્વી અને વિર્ભાગજ્ઞાની છે. અને ચંદ્ર-સૂર્યસમ્યકત્વી હોઇ મતિ-શ્રુતજ્ઞાની છે. તો આમતિ-શ્રુતજ્ઞાનીઓ કરતાં વિર્ભાગજ્ઞાનીઓ સાધિક ઓગણીશ ગણા થયા. અને સ્પષ્ટ છે કે અસત્કલ્પનાથી સો ગણા પણ જો સંખ્યાત ગુણ તરીકે ઇષ્ટ હોય, તો આ ઓગણીશ ગણા તો સુતરામ સંખ્યાતગુણ જ આવે. અથવા ચંદ્ર-સૂર્યોથી બાકીના જ્યોતિષદેવો બીજા સંશી જીવો કરતાં જ્યોતિષદેવો જેટલા ગણા (અહીં અસત્કલ્પનાથી ૧૦૦ ગણા) કે તેનાથી પણ વધારે ગણા (ધારોકે અસત્કલ્પનાથી ૩૦૦ ગણા) હોય, તો પણ ચંદ્ર-સૂર્યો કુલ સંજ્ઞી જીવો (બીજા સંશી જીવો + ચંદ્ર-સૂર્ય સિવાયના જ્યોતિષ દેવો) કરતાં સંખ્યાતમાં ભાગ્યે જ આવે, કારણ કે અમુક રકમથી સંખ્યાતગુણ મોટી રકમના સંખ્યાતમાં ભાગે આવતી રકમ એ કુલ રકમના સંખ્યાત ભાગથી ઓછી ન આવે.) આમ તમારા મતે ચાલવાથી મતિ-શ્રુતજ્ઞાની કરતા વિર્ભાગજ્ઞાનીઓ સંખ્યાતગુણ જ આવે. જ્યારે આગમમાં મતિ-શ્રુતજ્ઞાની કરતા વિર્ભાગજ્ઞાનીઓ અસંખ્યગુણ કહ્યા છે. આમ બીજો કોઈ વિકલ્પ ન હોવાથી અને આગમના વચનને સત્યરૂપે સ્વીકારવું હોય, તો માનવું જ પડશે કે, ઘણા ચંદ્ર-સૂર્યો સપરિકર=ઐશ્વર્યયુક્ત હોવા છતાં અર્થાત્ વિમાનાધિપતિ હોવા છતાં મિથ્યાત્વીઓ જ છે. (અથવા સપરિકર=પરિવારસહિત) આમ વિમાનના અધિપતિ દેવો પણ મિથ્યાત્વી હોઇ શકે છે. ઉત્તરપઃ- ઊભા રહો! આમ નિર્ણય બાંધતા પહેલા એક બીજો વિકલ્પ અમે બતાવીએ છીએ! સમ્યક્ત બે પ્રકારનું છે. (૧) દ્રવ્ય અને (૨) ભાવ. એમાં પરમાર્થના જ્ઞાન વિના પણ જિનવચનપર તત્ત્વ તરીકેની જે રુચિ છેતેદ્રવ્યસમ્યક્ત છે અને પરમાર્થનું જ્ઞાન ભાવસભ્યત્વછે. કહ્યું છે કે – (“હેનાથ!) પરમાર્થને નહિ જાણનારની પણ તારા વચનતત્વમાં રુચિ (અથવા તારા વચનમાં તત્વ તરીકેની રુચિ) દ્રવ્યસમ્યક્ત છે અને તારા સિદ્ધાંતના પરમાર્થના બોધથી ભાવસમ્યક્ત આવે છે.” આ દ્રવ્ય અને ભાવ સભ્ય સાપેક્ષ છે. જેમ જેમ પરમાર્થજ્ઞાન વધતું જાય, તેમ તેમ તે વધતા જ્ઞાનના વિષયમાં શ્રદ્ધા ભાવસમ્યક્ત થતું જાય, અને તે તે જ્ઞાનની અપેક્ષાએ ઓછા ઓછા જ્ઞાનથી પ્રગટેલી શ્રદ્ધા દ્રવ્યસમ્યક્ત કહેવાય. અત એવ છ આવકાયનું સામાન્યથી જ્ઞાન ધરાવતો, તથા ચરણકરણ(ચરણ=મૂળ ગુણ કે વ્રત, કરણsઉત્તર ગુણ કે વ્રત)નું તત્ત્વજ્ઞાન ધરાવતો જીવ ચરણકરણ=સંયમ પાળતો હોય તો પણ જો તેને સ્યાદ્વાદ સિદ્ધાંતથી વિશેષરૂપે છકાયજીવનો બોધ ન હોય, અને જો તે સ્વદર્શનના સિદ્ધાંતો તથા પરદર્શનના સિદ્ધાંતો જાણતો ન હોય, અને માત્ર ઓઘ=સામાન્યથી રાગ જ ધરાવતો હોય, તો તે જીવનું સમ્યક્ત દ્રવ્યસમ્યક્ત છે એમ સંમતિગ્રંથકારને સંમત છે. સંમતિતર્કમાં આ પ્રમાણે કહ્યું જ છે કે – છકાયોની નિયમથી શ્રદ્ધા કરતો પુરુષ ભાવથી શ્રદ્ધા નથી કરતો કારણકે વિભાગો-પર્યાયોમાં પણ અવિભક્ત શ્રદ્ધા હોય છે.” ૧ ‘તથા ચરણકરણપ્રધાન હોય, પણ સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતના જ્ઞાનની પ્રવૃત્તિ વિનાના
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy