SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ 106 પ્રતિમાશતક કાવ્ય-૧૫) घटाकोटीमेव नाटीकते। 'तत्थावि से न याणइ किं मे किच्चा इमं फलं' [दशवै० ५/२/४७ उत्त०] इत्याद्यागमात्। न चागमस्य यथाश्रुतार्थमात्रेण व्यामोहः कर्त्तव्यः, प्रतिसूत्रं पदार्थादिचतुष्टयक्रमेण व्याख्यानस्यैवोपदेशपदादावनुज्ञातत्वात्। पञ्चवस्तुकेऽप्युक्तं → तह तह वक्खाणेयव्वं जह जह तस्स अवगमो होइ। आगमियमागमेणं जुत्तीगम्मं तु जुत्तीए'। [गा. ९९१] निर्युक्तावपि जं जह सुत्ते भणियं, तहेव जइ तब्वियालणा णत्थि। किं कालिआणुओगो, दिह्रो दिटिप्पहाणेहिं '॥ [बृहत्कल्पभा० ३३१५] त्ति । ननु अल्पबहुत्वविचारे सर्वसंज्ञिभ्यो ज्योतिष्का देवाः सङ्ख्येयगुणा उक्ताः। तेषु च चन्द्रसूर्यादीनां विमानाधिपतीनां सम्यग्दृष्टित्वनियमे सम्यग्दृष्टिभ्यो मिथ्यादृष्टीनां सङ्ख्येयगुणत्वे सिद्धे मतिश्रुतज्ञानिभ्यो विभङ्गज्ञानिनः सङ्ख्येयगुणा एव सम्पद्येरन् । उक्ताश्चागमेऽसङ्ख्यातगुणाः । तस्मादनन्यगत्या चन्द्रसूर्यादयो बहवः વિમાનમાં ઉત્પન્ન થાય' ઇત્યાદિ વચનો હોવાથી સૂત્રની રૂએ તો વિમાનના માલિકદેવતરીકે જ તેઓ સિદ્ધ થાય છે. ઉત્તરપક્ષઃ- આમ માત્ર સૂત્રમૂઢ ન બનો. આગમના વચનોના યથાશ્રુતાર્થ(=પદાર્થ=શબ્દાથી માત્રથી વિમૂઢ થવું નહીં કારણકે માત્ર શબ્દાર્થ કરવામાં પરસ્પરબાધ આવવા આરિરૂપ અતિપ્રસંગો આવશે. જેમકે સામાનિકદેવોની જ બાબતમાં, “સયંસિ વિમાનંસિ સૂત્રના અર્થથી સામાનિક દેવોને વિમાનમાલિક દેવો માનવામાં, બીજા સૂત્રમાં આઠમા દેવલોક આદિમાં વિમાનની સંખ્યા કરતાં સામાનિકોની સંખ્યા વધુ બતાવી છે તેની સાથે વિરોધ આવે. માટે આગમના વચનોનો માત્ર શબ્દાર્થ ન કરવો, પણ પૂર્વાપરને વિરોધ ન આવે તેવો તાત્પર્યાર્થ કાઢવો જોઇએ. તેથીજ ઉપદેશપદવગેરેમાં કહ્યું છે કે પ્રત્યેકઆગમવચનનું (૧) પદાર્થ(૨) વાક્યર્થ (૩) મહાવાક્યર્થ અને (૪) દંપર્યાર્થ-તાત્પર્યાર્થ આ ચાર ક્રમથી જ વિવેચન કરવું. પંચવસ્તુમાં પણ કહ્યું છે કે “જેમ જેમ (શ્રોતાને) બોધ થાય, તેમ તેમ વ્યાખ્યાન કરવું. આગમિક વચનનું વિવેચન આગમથી અને તર્કગમ્યનું તર્કથી.” નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે – “સૂત્રમાં જે વસ્તુ જેમ કહી હોય, તેમ જ જો સ્વીકારી લેવાની હોય, અને તેમાં કોઇ વિચારને અવકાશ જ ન હોય, તો પછી સર્વજ્ઞોએ કાલિકઅનુયોગ શું કામ બતાવ્યો?” (તેથી તર્ક અને આગમના બળ પર તાત્પર્યાર્થરૂપે આગમાર્થોમાં પરસ્પર વિરોધ ન આવે, એ રીતે આપેલા સમાધાનોથી સામાનિક દેવો વિમાનમાલિક સિદ્ધ થતાં નથી.) દ્રવ્ય-ભાવ સભ્યત્વનો વિચાર પૂર્વપક્ષ - જો આ પ્રમાણે વિમાનના અધિપતિદેવો સમ્યવી હોય, તો એક મોટી આપત્તિ છે, આગમમાં જીવોના અલ્પબદ્ધત્વઅંગેના દ્વારમાં જ્યોતિષ દેવોને બાકીના તમામ (ચારે ગતિના) સંજ્ઞી જીવો કરતા સંખ્યાતગુણા (ત્રણ ગુણા કે તેથી વધારે ગુણા) કહ્યા છે. આ જ્યોતિષ દેવોમાં ચંદ્ર, સૂર્ય કરતાં બીજા દેવો સંખ્યાતગુણા જ છે કારણ કે પ્રત્યેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં (ગ્રહ, નક્ષત્ર અને તારાઓ) સંખ્યાતા ક્રોડ જ છે. આ દરેક ગ્રહ વગેરેમાં રહેતા દેવો પણ સંખ્યાતા જ છે કારણ કે કોઇપણ જ્યોતિષ વિમાન પૂરા એક યોજનાનું પણ નથી. આમ ચંદ્ર-સૂર્ય દેવો બાકીના બાકીના જ્યોતિષ દેવો કરતા સંખ્યામાં ભાગે જ છે. તેથી જો ચંદ્ર અને સૂર્ય વગેરે વિમાનના માલિક દેવ હોવાથી સમ્યવી જ હોય, તો ચંદ્ર અને સૂર્યને મતિ, શ્રુત અને અવધિજ્ઞાનવાળા જ માનવા જોઇએ. તેથી મતિશ્રુતજ્ઞાની કરતા વિર્ભાગજ્ઞાનીઓ સંખ્યાતગુણ જ આવી શકે. કારણ કે આ ચંદ્ર-સૂર્યને છોડીને બાકીના જ્યોતિષસહિતના બધા જ દેવોને (અસત્કલ્પનાથી) મિથ્યાત્વી અને વિર્ભાગજ્ઞાની માની લઇએ, તો પણ તેઓ ચંદ્ર-સૂર્ય કરતા સંખ્યાતગુણ જ થાય. અર્થાત્ મતિ-શ્રુતજ્ઞાની કરતાં વિર્ભાગજ્ઞાનીઓ સંખ્યાતગુણ જ થાય. (અસત્કલ્પનાથી ધારો કે જ્યોતિષ સિવાયના સંશીઓ ૧ લાખ છે. જ્યોતિષ દેવો તે સંશીઓથી સંખ્યાતગુણ છે – અસત્કલ્પનાથી ૧૦૦ ગુણા છે. તેથી જ્યોતિષદેવો ૧ કરોડ. ચંદ્ર સૂર્યોકુલ જ્યોતિષદેવોના સંખ્યાતમા ભાગે છે. ધારો કે વશમા ભાગે છે. અર્થાત્ સૂર્ય-ચંદ્ર ૫ લાખ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy