SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ 71 પ્રતિમાશતક કાવ્ય-૧૧) प्रक्रिया हतधियां मूलोच्छिन्नबुद्धीनां=लुम्पकमतवासितानाम् प्रच्युतवर्णे प्रच्युतो वर्णो यस्मात्तादृशे निरक्षरे इत्यर्थः । तेनाक्षरशक्तिप्रतिबन्धाभावादतिदाहसम्भवो व्यज्यते। कर्णकुहरे श्रोत्रबिले, तेनासंस्कृतत्वं व्यज्यते । तप्तत्रपुत्वं याति, तान्यक्षराणि दुर्मतिकर्णे तप्तत्रपुवत् स्वगतदोषादेव दाहं जनयन्तीत्यर्थः । आह च-'गुरुवचनममलमपि स्खलदुपजनयति श्रवणस्थितं शूलमभव्यस्येति । अत्र तप्तत्रपुत्वं यातीति निदर्शना, 'अभवन् वस्तुसम्बन्ध उपमापरिकल्पक: निदर्शने' ति [काव्यप्रकाश १०/९७] मम्मटवचनात् । असम्बन्धे सम्बन्धरूपातिशयोक्तिरित्यपरे। उक्तार्थे आलापकश्चायम् → तेणं कालेणं तेणं समएणं सूरियाभे देवे अहुणोववण्णमित्तए चेव समाणे पंचविहाए पज्जत्तीए पज्जत्तीभावं गच्छइ, तं जहा-आहारपज्जत्तीए, सरीरपज्जत्तीए, इंदियपज्जत्तीए, आणापाणपज्जत्तीए, भासामणपज्जत्तीए, तए णं तस्स सूरियाभस्स देवस्स पंचविहाए पज्जत्तीए पज्जत्तीभावं गयस्स समाणस्स इमेयारूवे अब्भत्थिए, चिंतिए, पत्थिए, मणोगए, संकप्पे समुप्पज्जित्था-किं मे पुट्विंकरणिज्जं ? किं मे पच्छा करणिज्ज ? किं मे पुब्बिं सेयं ? કાણાઓ નિરક્ષર=અક્ષરના પરિચય વિનાના છે. તેથી તેઓને અક્ષરની શક્તિનો પ્રતિબંધ(=બોધ) થતો નથી. તેથી તેઓને આ અક્ષરોના શ્રવણથી અતિદાહ=અતિત્રાસ ઉત્પન્ન થાય છે. તાત્પર્ય - પ્રતિમાલોપકોએ રાજકશ્રીય ઉપાંગના સૂર્યાભદેવઅંગેના અક્ષરો સાંભળ્યા કે વાંચ્યા નથી. જો સાંભળ્યા કે વાંચ્યા હોત, તો આ પ્રમાણે પ્રતિમાને અપ્રમાણભૂત ઠેરવવાની ચેષ્ટા ન કરત. કદાચ તેઓએ આ અક્ષરો વાંચ્યા હશે, પરંતુ ગુર્નાદિના વિનયાદિવિધિપૂર્વક વાંચ્યા નહિ હોય. તેથી તેઓને આ અક્ષરોના તાત્પર્યનો બોધ થયો નથી. તેથી તેઓ વાસ્તવમાં નિરક્ષર જ છે. બારાખડીના જ્ઞાનમાત્રથી કંઇ વાક્યોના તાત્પર્યનું જ્ઞાન થઇ ન શકે! તેથી જ તેઓ પોતાની કપોળકલ્પિત કલ્પનાથી વિરુદ્ધનું સાંભળીને જાણે કે કાનમાં ભારે દાહ ઉત્પન્ન થયો હોય તેમ એકદમ ભડકી ઉઠે છે. કર્ણકુહર=કાનરૂપી ગુફા. આવો પ્રયોગ કરવામાં કવિનો કહેવાનો આશય એવો છે કે, આ પ્રતિમાલોપકોના કાન સમ્યકશાસ્ત્રના શ્રવણથી વંચિત હોવાથી અસંસ્કૃત છે. “તતત્રપુત્વે યાતિ’=ધગધગતા સીસા જેવા થાય છે. અર્થાત્ જમણીય ઉપાંગના અક્ષરો કુમતિવાળા પ્રતિમાલોપકોના પોતાના જ દોષને કારણે કાનમાં રેડેલા ધગધગતા સીસાની જેમ દાહ ઉત્પન્ન કરે છે. કહ્યું છે કે “ગુના નિર્મળ વચનો પણ અભવ્ય(=અયોગ્ય) શિષ્યના કાનમાં શૂળ પેદા કરે છે.” (કાદંબરી) અહીં તમત્રપુત્વયાતિ'માં નિદર્શના અલંકાર છે. “વાક્યર્થો કે પદાર્થો વચ્ચે અઘટમાન સંબંધની જેમાં ઉપમાથી પરિકલ્પના કરાય તે નિદર્શના અલંકાર' એમ કાવ્યપ્રકાશમાં મમ્મટે કહ્યું છે. બીજાઓ અહીં નિદર્શનાને બદલે અસંબંધમાં સંબંધની કલ્પનારૂપ અતિશયોક્તિ અલંકાર સ્વીકારે છે. સૂર્યાભદેવ દ્વારા પ્રતિમાપૂજન આ સંબંધમાં રાજકશ્રીય ઉપાંગમાં દર્શાવેલો સૂર્યાભદેવનો અધિકાર ઉદ્ધત કરી અહીં રજુ કર્યો છે – તે વખતે હમણાં જ ઉત્પન્ન થયેલા તથા (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ અને (૫) ભાષા-મન પર્યામિ આ પાંચ પ્રકારની પર્યામિથી પર્યાપ્ત થયેલા (ભાષાપર્યામિ અને મન:પર્યામિના સમામિકાલનું અંતરઅલ્પ છે. તેથી આ બન્ને પર્યામિની એકતરીકે વિવક્ષાકરી છે. - ટીકાકાર) સૂર્યાભદેવના મનમાં આવા પ્રકારનો અભ્યર્થિત, ચિંતિત અને પ્રાર્થિત શુભ સંકલ્પ જાગે છે. “મારે પહેલા શું કરવું જોઇએ અને પછી શું કરવું જોઇએ? તથા મારા માટે ----- ----------------- @ “ઘટ' વગેરે પદથી કંબુગ્રીવાદિમાન પદાર્થ (ઘટપદાર્થ) વગેરેનું જ્ઞાન થવામાં કારણતરીકે માન્ય બનેલો પદનિષ્ઠ સંબંધવિશેષ શક્તિ ' કહેવાય છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy