SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુત્રસમાસ, હવે તે ચારે ગજદંત પર્વતનાં વર્ણ તથા નામ કહે છે– अग्गेआइसु पयाहि-णेण सिअरत्तपीअनीलाभा । सोमणसविज्जुप्पह-गंधमायणमालवंतक्खा ॥ १२७ ॥ અર્થ-નકશાપુ) અગ્નિ ખૂણુ વિગેરે ચાર વિદિશાને વિષે (જાતિ) પ્રદક્ષિણના ક્રમવડે (સિકત્તાનામ) વેત, રક્ત, પીત અને નીલ વર્ણવાળા એટલે રૂપું, વિદ્યુમ, સુવર્ણ અને વૈડૂર્ય રત્નની જેવા વર્ણવાળા (માસ) સિમનસ, (વિજુug ) વિધુત્વભ, ( મા ) ગંધમાદન અને (માઢવંતજવા) માલ્યવંત નામના તે પર્વત છે. એટલે કે અગ્નિ ખૂણામાં સૈમનસ નામનો ગજદંત રૂપા જેવા વેત વર્ણવાળો છે ૧,નૈનત્ય ખૂણામાં વિદ્ય–ભ નામને ગજદંત વિદ્રુમ જેવા રક્ત વર્ણવાળો છે ૨, વાયવ્યખૂણામાં ગંધમાદન નામને ગજદંત સુવર્ણ જેવા પીત વર્ણવાળો છે ૩ અને ઈશાન ખૂણામાં માલ્યવંત નામને ગજદંત વૈડૂર્યરત્ન જેવા નીલ વર્ણવાળો છે ૪. (૧૭) હવે ( ગજદંતની નીચે ) અધેલકમાં વસનારી દિક્યુમરીઓનું સ્થાન કહે છે– अहलोयवासिणीओ, दिसाकुमारीउ अट्ठ एएसिं । गयदंतगिरिवराणं, हिट्ठा चिट्ठति भवणेसु ॥ १२८ ॥ અર્થ –(કાવવાનra) અધેલોકમાં વસનારી (૪) આઠ (હિલા કુમાર) દિકુમારીઓ છે, તે (હિં) આ (જીવંતનિશ્વિના) શ્રેષ્ઠ એવા ગજદંત પર્વતની (દિદા) નીચે (મg) ભવનને વિષે એટલે આવાસોને વિષે (વિત્તિ) રહે છે. આ સામાન્યપણે કહ્યું છે, પરંતુ તેમના સ્થાન વિગેરે સંબંધી વિશેષ હકીકત ગુરૂમહારાજ પાસેથી જાણવી. તેમનાં નામ આ પ્રમાણે છે. ભેકર ૧, ભગવતી ૨, સુભેગા ૩, ભેગમાલિની ૪, સુવત્સા ૫, વત્સમિત્રા ૬, પુષ્પમાલા ૭ અને નંદિતા ૮ ઈતિ. (૧૨૮) હવે તે ગજદંતગિરિની ઉંચાઈ તથા જાડાઈ (અને લંબાઈ) કહે છે– धुरि अंते चउपणसय, उच्चत्ति पहुत्ति पणसयाऽसिसमा । दीहत्ति इमे छकला, दुसय णवुत्तर सहसतीसें ॥ १२९ ॥ અર્થ–તે ચારે ગજદંતગિરિ (પુર) ધુર-અગ્રભાગને વિષે એટલે કુલગિરિમાંથી નીકળે છે તે પ્રદેશને વિષે અને (તે) છેડે એટલે મેરૂપર્વ ૧ ચારે ગજદંતાની નીચે બે બે મળીને કુલ આઠ દેવીઓના સ્થાન સમભૂતલથી એક હજાર યોજન નીચે છે. તેથી જ તે અલેકવાસી કહેવાય છે.
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy