________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२५५ सा संवेजनी । स्वान्यदेहेहप्रेत्यगोचरा स्वशरीर-परशरीरेहलोक-परलोकविषया चतुर्विधा मता । अत्रायं सम्प्रदायः-"संवेअणी कहा चउव्विहा पन्नत्ता, तं जहा-आयसरीरसंवेअणी, परसरीरसंवेअणी, इहलोअसंवेअणी, परलोअसंवेअणी । तत्थ (१) आयसरीरसंवेयणी, जहा- जमेयं अम्हच्चयं सरीरं एयं सुक्क-सोणिय-मंस-वसामेद-मज्ज-ट्ठि-ण्हारु-चम्म-केस-रोम-णह-दंत-अन्नादिसंघातनिप्पण्णत्तणेण मुत्त-पुरीसभायणत्तणेण असुइत्ति' कहेमाणो सोयारस्स संवेदं उप्पाएत्ति, एसा अत्तसरीरसंवेअणी । (२) एवं परसरीरसंवेदणी वि परसरीरं एरिसं चेव असुई' । अहवा परस्स सरीरं वण्णेमाणो सोआरस्स संवेदमुप्पाएति, परसरीरसंवेदणी गता।
(३) इदाणी इहलोअसंवेयणी, जहा-'सव्वमेव माणुसत्तणं असारमधुवं कदलीथंभसमाणं' एरिसं कहं कहेमाणो धम्मकही सोतारस्स संवेदमुप्पाएति, इहलोअसंवेयणी गया ।
(४) इयाणिं परलोगसंवेयणी, जहा- 'देवा वि इस्सा-विसाय-मय-कोह-लोहाइएहिं दुक्खेहिं अभिभूया
છે એ સ્વશરીર-પરશરીર-ઇહલોક-પરલોક વિષયવાળી હોવાથી ચાર પ્રકારે મનાયેલ છે. અહીં આ પ્રમાણે સંપ્રદાય છે-સંવેજની કથા ચાર પ્રકારે કહેવાયેલી છે, તે આ રીતે-આત્મ (સ્વ) શરીરસંવેજની, પરશરીરસંવેજની, ઇહલોકસંવેજની અને પરલોકસંવેજની. તેમાં (હવે પછીનો ટીકાર્થ વિવેચનમાં આવી જશે.)
વિવેચન : વિક્ષેપણી નામે બીજી ધર્મકથા કહી. હવે ત્રીજી સંવેજની નામની ધર્મકથા કહેવાય છે. જે કથા સાંભળીને વિપાકે ( પરિણામે) વિરસતા જણાવાથી શ્રોતા સંવેગ પામે, તે કથા સંવેજની કથા કહેવાય છે. આ સંવેજની કથા ચાર પ્રકારે છે –
(૧) સ્વશરીરસંવેજની કથા-આપણું શરીર શુક્ર-શોણિત-માંસ-ચરબી-મેદ-મજ્જા-હાડકાં-નાયુ-ચામડીકેશ-રોમ -નખ-દાંત-અજ્ઞાદિ સમૂહથી બનેલું હોવાથી તથા મૂત્ર-વિષ્ઠાનું ભાજન હોવાથી અશુચિ-અપવિત્ર છે. આવું બધું વર્ણન સાંભળીને શ્રોતાને સંવેગ ઉત્પન્ન થાય છે, અર્થાતું, આવું અશુચિમય શરીર છે, એમાં મોહાવાનું શું ? એની આસક્તિ શું ? એને પંપાળવાનું શું ? એના કરતાં એના દ્વારા આત્મહિત સાધી લેવાનું. આવી ભાવના જાગવાથી શ્રોતા ધર્મમાર્ગે જોડાય છે. ધર્મશ્રદ્ધાળુ, પણ આરાધના માર્ગે ઉદ્યમશીલ નહીં, એવા શ્રોતાને આ કથાથી ધર્મમાર્ગે ઉદ્યમ કરવાની ભાવના જાગે છે. માટે આ ધર્મકથા છે. આવું જ આગળ પણ જાણવું.
(૨) પરશરીરસંવેજની કથા-આપણા શરીરની જેમ અન્યના શરીરની અશુચિયતા વર્ણવી સંવેગ વધારવો એ આ બીજા પ્રકારની સંવેજની ધર્મકથા છે. અથવા પરશરીર=મૃતકશરીર. એની જડતા-અક્કડમયતાઅશુચિયતા-દુર્ગધમયતા વગેરે વર્ણન કરીને શ્રોતાને સંવેગરંગમાં ઝીલતો કરવો એ આ બીજા પ્રકારની સંવેજની ધર્મકથા છે. પ્રાણ છૂટ્યા બાદ આ શરીરની આવી હાલત થવાની છે. તો લાવ, જ્યાં સુધી પ્રાણ છે, ત્યાં સુધીમાં આત્મકમાણી કરી લઉં. આવી ભાવના પ્રગટવાથી શ્રોતા ધર્મમાર્ગે ઉદ્યમશીલ બને છે.
(૩) ઇહલોક સંવેજની કથા-આખું મનુષ્યપણું અસાર છે, અધ્રુવ છે, કેળના થડ જેવું મૂલ્યહીન છે.. વગેરે રૂપે ઇહલોક આલોકનું મનુષ્યજન્મનું વર્ણન કરતો ધર્મકથી શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરે છે.
(૪) પરલોક સંવેજની કથા-દેવો પણ ઈષ્ય-વિષાદ-મદ-ક્રોધ-લોભ વગેરે દુઃખોથી અભિભૂત થતા હોય છે, તો તિર્યંચ અને નરકની શી વાત કરવી ? વગેરેરૂપે ઇહલોકથી=મનુષ્યભવથી પર એવી બાકીની ત્રણ