________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
૪૧૧ एकमेव ह्यनुष्ठानं कर्तृभेदेन भिद्यते ।
सरुजेतरभेदेन भोजनादिगतं यथा ।।८।। ___ एकमेवेति । एकमेव ह्यनुष्ठानं देवतापूजनादि कर्तृभेदेन = चरमाचरमावर्तगतजन्तुकर्तृकतया भिद्यते = विशिष्यते । सरुजेतरयोः सरोग-नीरोगयोः भोक्त्रोर्भेदेन (=सरुतेजरभेदेन) । भोजनादिगतं = भोजन-पान
(શંકા : મુક્તિઅદ્વૈષવાળો જીવ જે રીતે ગુરુપૂજનાદિ કરે છે, ડિટ્ટ એ જ રીતે સંપૂર્ણ વિધિ વગેરે જાળવીને મુક્તિદ્વેષવાળો જીવ કરે છે. તો બંનેનું અનુષ્ઠાન એક સરખું જ છે, પછી પ્રથમ માટે યોગની પૂર્વસેવારૂપ અને બીજા માટે નહીં, આવો ભેદ શા માટે ? આવી શંકાનું સમાધાન આપે છે-).
ગાથાર્થ એક જ અનુષ્ઠાન કર્તાના ભેદે બદલાઇ જાય છે. જેમ કે રોગી-નીરોગીએ કરેલ ભોજનસંબંધી અનુષ્ઠાનઃક્રિયા.
ટીકાર્ય દેવતાપૂજનાદિરૂપ એકનું એક અનુષ્ઠાન, કર્તાના ભેદે ચરમાવર્તવર્તી કર્તા અને અચરમાવર્તવર્તી કર્તા. જીવરૂપ કર્તાના આવા ફરકથી બદલાઈ જાય છે. જેમ કે ભોક્તાના ભેદથી ભોજનાદિસંબંધી=ભોજનપાન-શયનાદિ અંગેની ક્રિયા. (આ ક્રિયા કઈ રીતે બદલાઈ જાય છે ?) કારણ કે (એની એ જ ભાસતી પણ આ ભોજનાદિગત ક્રિયા) એકને રોગ વધારનાર બને છે જ્યારે બીજાને બળ વધારનાર બને છે. શંકા : આ તો સહકારીભેદ જ છે, વસ્તુભેદ નહીં. સમાધાન : ના, ઇતરસહકારીથી સમરહિતત્વેન ફળવ્યાપ્યતા માનવાની અપેક્ષાએ તદવચ્છેદક કારણભેદની કલ્પના કરવી જ ઉચિત છે, કારણ કે તેવો જ અનુભવ થાય છે. આ વાતનો સ્યાદ્વાદકલ્પલતામાં વિસ્તાર કરેલો છે.
વિવેચન: કર્તાભેદે અનુષ્ઠાનભેદ કહેવો છે. અને કર્તાભેદ આશય વગેરેના ભેદે ન કહેતાં કાળભેદે કહ્યો છે. એનો અર્થ સ્પષ્ટ છે કે અચરમાવર્ત અને ચરમાવર્ત... આ કાળભેદ થાય એટલે કર્તાભેદ થઈ જ જાય.. અને કર્તાભેદ થાય એટલે અનુષ્ઠાનભેદ પણ થઈ જ જાય. અર્થાતુ જીવ ચરમાવર્તમાં આવે એટલે એનું અનુષ્ઠાન બદલાઈ જ જાય, અને તેથી અત્યારસુધી એ પૂર્વસેવારૂપ બનતું નહોતું, હવે વિના કોઈ વિશેષ અપેક્ષા, પૂર્વસેવારૂપ બનવા જ માંડ્યું. એટલે કે ચરમાવર્તમાં જીવનું દરેક ધર્માનુષ્ઠાન (પછી ભલે ને એમાં ભૌતિક અપેક્ષા કે અવિધિ વગેરે ભળેલા હોય) પૂર્વસેવારૂપ બને જ છે.
3. શબ્દશઃ વિવેચનકારે ભાવાર્થમાં- ચરમાવર્તવાળા પણ બધા જીવો મુક્તિના અદ્વૈષવાળા નથી. અચરમાવર્તવાળા જીવો પ્રાય: મુક્તિઅદ્વૈષવાળા નથી. ચરમાવર્તવાળા જીવો પ્રાય: મુક્તિઅદ્વૈષવાળા છે. આવું બધું જે લખ્યું છે તે ગલત જાણવું. જે પ્રધાનપૂર્વસેવારૂપ છે તે મુક્તિઅદ્વેષ પ્રસ્તુત છે. અને એ મુક્તિઅદ્વેષ ચરમાવર્તવર્તી બધા જ જીવોને નિયમો હોય જ અને અચરમાવર્તવર્તી જીવો ને નિયમો ન જ હોય. આવું માનીએ તો જ ચરમાવર્ત-અચરમાવર્તભેદે કર્તાભેદ જે કહ્યો તે સંગત કરે. નહીંતર તો એ પંડિતે પ્રાયઃ શબ્દથી અચરમાવર્તવાળા જે જીવોની બાદબાકી ચાહી છે એ જીવોને ચરમાવર્તવાળા જીવો જેવા કર્તા છે એમાં સમાવિષ્ટ કરવા પડવાથી એમના અનુષ્ઠાનને લાભકર્તા માનવા પડશે, શું આ માન્ય છે ? એમ એ પંડિતે પ્રાયઃ શબ્દથી ચરમાવર્તવાળા જે જીવોની બાદબાકી ચાહી છે એ જીવોને અચરમાવર્તવર્તી જીવો જેવા માનવા પડવાથી એમના અનુષ્ઠાનને અહિતકર માનવા પડશે, જે ઉચિત નથી. કારણ કે તો પછી ચરમાવર્તમાં આવવા છતાં કર્તાભેદ અને અનુષ્ઠાનભેદ ન થવાથી ચરમ-અચરમઆવર્તકત ભેદ અહીં ગ્રન્થકારે જે કહ્યો છે તે અસંગત થઈ જાય છે.