________________
४१०
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ७
मुक्त्यद्वेषान्महापापनिवृत्त्या यादृशो गुणः । गुर्वादिपूजनात्तादृक् केवलान्न भवेत्क्वचित् ।। ७ ।।
મુન્ત્યદ્વેષાવિતિ । સ્વષ્ટઃ ||૭||
વિવેચન : (૧) અહીં સ્વલ્પત્વ જે કહ્યું છે, તે માત્રાની અપેક્ષાએ નહીં, નહીંતર તો નિરતિચાર સંયમપાલન તો ઘણી જ વિશિષ્ટ સચ્ચેષ્ટારૂપ હોવાથી મુક્તિદ્વેષવાળા જીવને પણ ગુણકર બનતું માનવું પડે. વળી એવો અર્થ લેવામાં ‘પણ’ શબ્દ જે વાપર્યો છે, તે અસંગત ઠરી જાય છે. ‘ઘણી સન્ક્રિયા શું ? અલ્પ સન્ક્રિયા પણ લાભકર્તા બનતી નથી' આવું કહેવું શું સંગત છે ? આવો મતલબ હોય ત્યારે તો ‘અલ્પ સન્ક્રિયા શું ? ઘણી સન્ક્રિયા પણ લાભકર્તા બનતી નથી' એવું કહેવું ઉચિત ઠરે.
પણ, સ્વલ્પત્વ પ્રકારની અપેક્ષાએ છે. આશય એ છે કે શસ્ત્રપ્રહારથી હણી નાખવા એ એટલી બધી ભયંકર આશાતના છે કે જેની આગળ પગ લાગી ન જાય એવો આશાતના પરિહાર ભલે ને એકવાર નહીં, એકસો એક વાર કર્યો હોય, તો પણ કાંઇ વિસાતમાં નથી. અથવા, કુલટા સ્ત્રી પરપુરુષ ગમન કરે એ એનો એવો દોષ છે કે પછી એ સ્વપતિની ગમે એટલી ભક્તિ કરે તો પણ એની કશી કિંમત નહીં, એ અકિંચિત્કર બની રહે છે. એમ મુક્તિદ્વેષ એ એવો દોષ છે કે પછી એ જીવ ગુર્વાદિપૂજન કરે કે નિરતિચાર સંયમ પાળે, એની કશી કિંમત રહેતી નથી. આમ, સ્વલ્પા એવું સન્ક્રિયાનું જે વિશેષણ છે, એ સ્વરૂપદર્શક અને હેતુદર્શક સમજવાનું છે, વ્યવચ્છેદક નહીં. મુક્તિદ્વેષ દોષની તુલનામાં બધી જ સન્ક્રિયાઓ સ્વલ્પ જ છે. ગુરુપૂજનાદિ અમુક સ્વલ્પ છે ને નિરતિચાર સંયમપાલનાદિ અમુક સ્વલ્પ નથી-એવું નથી, કારણ કે બધાની અપેક્ષાએ મુક્તિદ્વેષ એ અતિતીવ્ર ગુરુદોષ છે. આમ સ્વત્વ એ સક્રિયાનું વ્યવચ્છેદક નહીં, પણ સ્વરૂપદર્શક વિશેષણ બન્યું. વળી, સન્ક્રિયા પણ કેમ લાભકર્તા બનતી નથી ? એમાં આ સ્વલ્પત્વ હેતુ પણ જણાવે છે. તે આ રીતેઅતિ ગુરુદોષરૂપ મુક્તિદ્વેષની આગળ ઠેઠ નિરતિચાર સંયમપાલનાદિ સુધીની કોઈપણ સન્ક્રિયા સુઅલ્પ=અતિઅલ્પ=નહીવત્ છે, માટે લાભકર્તા બનતી નથી. આમ સ્વલ્પત્વ એ હેતુદર્શક વિશેષણ પણ છે. અને ‘પણ’ શબ્દ જે છે, એ એવું સૂચવશે કે ‘અસન્ક્રિયા તો નહીં જ, સન્ક્રિયા પણ લાભકર્તા નીવડતી નથી.’ તથા, એક વિશેષનો નિષેધ બીજા વિશેષના વિધાનમાં ફલિત થાય છે, એ ન્યાયે, જીવના બે વિશેષ (=પ્રકાર)માંથી મુક્તિદ્વેષરૂપ ગુરુદોષવાળા જીવાત્મક એક વિશેષ (પ્રકાર) માટે એની સન્ક્રિયા પણ લાભકર્તા બનતી નથી આવો જે નિષેધ કર્યો છે, તે બીજા મુક્તિદ્વેષ વિનાના જીવાત્મક વિશેષ માટે વિધાનને જણાવે છેએટલે કે મુક્તિદ્વેષ વિનાના જીવની બધી સત્ક્રિયા લાભકર્તા નીવડે છે. IISIT (હવે ફળની અપેક્ષાએ મુક્તિઅદ્વેષની પ્રધાનતા સ્થાપે છે-)
ગાથાર્થ : મુક્તિઅદ્વેષથી મુક્તિદ્વેષરૂપ મહાપાપની નિવૃત્તિ થવાના કારણે જીવને જેવો લાભ થાય છે તેવો લાભ કેવલ ગુરુપૂજનાદિથી ક્યારેય થતો નથી.
ટીકાર્થ : ગાથાનો અર્થ સ્પષ્ટ છે.
વિવેચન : (૧) મુક્તિઉપાયોનું મલન ન થવું, સન્ક્રિયાઓમાં વિષાત્રતૃપ્તિસાદશ્ય, વિપાકવિરસત્વ, અહિતકરત્વ વગેરે ન આવવા અને તેથી સન્ક્રિયાઓ યોગની પૂર્વસેવારૂપ બનવી... આ બધું અહીં લાભ તરીકે અભિપ્રેત છે. IIII