________________
४१२
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ .. शयनादिगतं यथाऽनुष्ठानं, एकस्य रोगवृद्धिहेतुत्वात्, अन्यस्य बलोपचायकत्वादिति । 'सहकारिभेद एवायं
શંકા : અહીં ભલે ચરમ-અચરમઆવર્તના ભેદે કર્તાભેદ કહ્યો છે. પણ આગળની ગાથાઓમાં ભવાભિષ્યંગ વગેરેરૂપ આશયભેદે કર્તાભેદ કહીને અનુષ્ઠાનભેદ કહેવાના જ છે. એટલે ચરમાવવર્તી પણ જે જીવ વિષયાભિલાષાથી અનુષ્ઠાન કરે એ વિષ-ગરરૂપ બનવાથી પૂર્વસેવારૂપ નહીં જ બને...
સમાધાન : એ આશયભેદમાં પણ મુખ્યતયા કાળભેદ જ પ્રયોજક છે એ આગળ વિચારીશું. નહીંતર તો અહીં જ ગ્રન્થકાર આશયભેદે જ કર્તાભેદ કહી અનુષ્ઠાનભેદ કહેત, વચ્ચે કાળભેદ લાવત જ નહીં. અને ચરમાવર્તમાં વિષ-ગર સંભવિત નથી એ વાત આપણે પૂર્વે જોઇ ગયા છીએ અને આગળ પણ જોઇશું.
શંકા : રોગીને પણ પથ્યભોજન તો લાભકર્તા નીવડે છે. એમ અચરમાવવર્તી જીવને પણ કોઈક અનુષ્ઠાન તો લાભકર્તા નીવડે ને ?
સમાધાન : દૃષ્ટાન્ત જેટલા અંશે અભિપ્રેત હોય એટલા અંશે જ લેવાનું હોય છે, સર્વાંશે નહીં, નહીંતર આહ્લાદકતા વગેરે માટે આપેલું ચન્દ્રમાનું દૃષ્ટાન્ત પ્રીતિના બદલે ઝગડાનું કારણ બની જાય, કારણ કે મને કલંકિત કહો છો એવો પણ પછી અર્થ થઈ શકશે. પ્રસ્તુતમાં રોગીને રોગવર્ધક હોય ને નીરોગીને બળવર્ધક હોય એવા જ ભોજનને દૃષ્ટાન્ત તરીકે લેવાનું છે. માટે તમારી શંકા બરાબર નથી.
શંકા : એકનું એક કારણ અનેક કાર્ય કરી શકે છે. જેવો સહકારી એવું કાર્ય. જેમ કે દંડ. કુંભારનો સહકાર મળે તો ઘટોત્પત્તિ કરે અને તોફાની છોકરાનો સહકાર મળે તો ઘટનાશ કરે. પણ એટલા માત્રથી દંડ કાંઈ બદલાઈ જતો નથી, એ તો એનો એ જ છે. એમ, અચરમાવર્તવર્તી જીવ કર્તા તરીકે હોય તો ધર્માનુષ્ઠાન અહિતકર ઠરે છે, ને ચરમાવવર્તી જીવ કર્તા તરીકે હોય તો એ હિતકર ઠરે છે. આમાં અનુષ્ઠાન બદલાઈ ગયું એવું માનવાની કાંઈ જરૂર નથી. અનુષ્ઠાન તો એ જ, માત્ર સહકારીભેદે ફળભેદ થાય છે. તેથી કર્તાભેદે અનુષ્ઠાનભેદ કહેવો યોગ્ય નથી, એટલે કે કર્તા અચરમાવર્તવર્તી કે ચ૨માવર્તવર્તી હોય, ફળ ભલે બદલાઈ જાય, અનુષ્ઠાન બદલાતું નથી.
સમાધાન : ઇતરસહકારીથી સમવહિત હોવારૂપે કારણને ફળ(કાર્ય)વ્યાપ્ય માનવું એની અપેક્ષાએ તેનાવ્યાપ્યતાના અવચ્છેદકભેદે કા૨ણભેદ માનવો એ ઉચિત છે. આશય એ છે કે જ્યાં જ્યાં દંડ (કારણ) ત્યાં ત્યાં ઘટ (=કાર્ય=ઘટોત્પત્તિ) આવી વ્યાપ્તિ બનાવવી છે. પણ જ્યારે કુંભાર-ચાકડો વગેરે ઇતરસહકારી કારણો હાજ૨ હોતાં નથી, ત્યારે માત્ર દંડથી કાંઈ ઘટોત્પત્તિ થતી નથી, એટલે વ્યભિચાર સ્પષ્ટ છે. એનું વારણ ક૨વા માટે પૂર્વપક્ષી એમ કહી રહ્યો છે કે જ્યાં જ્યાં ચક્રાદિઇતરસહકારી સમવહિતદંડ (એટલે કે ચક્રાદિ અન્ય સર્વસામગ્રીથી યુક્ત દંડ) ત્યાં ત્યાં ઘટોત્પત્તિ આમ વ્યાપ્ય- વ્યાપકભાવ માનવાનો છે. આમાં દંડ વ્યાપ્ય બને છે, એમાં વ્યાપ્યતા આવે છે. આ વ્યાપ્યતા માત્ર દંડરૂપે (માત્ર દંડત્વન) માનવામાં પૂર્વે કહેલો વ્યભિચાર આવે છે. એટલે દંડમાં રહેલા બીજા ઇતરસહકારી સમવહિતત્વ નામના ધર્મને પણ ભેગો લેવો પડે છે. અર્થાત્ દંડ, ઇતરસહકારીસમવહિત હોવા રૂપે વ્યાપ્ય છે (=સમવહિતત્વેન વ્યાપ્ય છે.) ગ્રન્થકારનું કહેવું એવું છે કે દંડની બે પેટા જાતિઓ માનવી જોઈએ. ઇતર સહકારી સમવહિત દંડમાં ‘અ' જાતિ માનીએ અને એ સિવાયના ખંડમાં બ જાતિ માનીએ. તો જ્યાં જ્યાં અ જાતિવાળો દંડ, ત્યાં ત્યાં ઘટોત્પત્તિ.. આમ વ્યાપ્ય-વ્યાપકભાવ કહી શકાય છે. આમાં કોઈ વ્યભિચાર રહેતો નથી.