________________
३७६
पूर्वसेवाद्वात्रिंशिका १३ - १५, १६ अविरुद्धकुलाचारपालनं मितभाषिता ।। अपि कण्ठगतैः प्राणैरप्रवृत्तिश्च गर्हिते ।। १५।।
अविरुद्धेति । अविरुद्धस्य धर्माद्यप्रतिपन्थिनः कुलाचारस्य पालनं अनुवर्तनं (=अविरुद्धकुलाचारपालनम्) । मितभाषिता प्रस्ताव स्तोक-हितजल्पनशीलता । कण्ठगतैरपि प्राणैर्हिते लोकनिन्दिते कर्मण्यप्रवृत्तिश्च
प्रधानकार्यनिर्बन्धः सद्व्ययोऽसद्व्ययोज्झनम् । लोकानुवृत्तिरुचिता प्रमादस्य च वर्जनम् ।। १६ ।।
વિવેચનઃ (ક) ગુણીપર રાગ : ગુણોને ઓળખવાની ભૂમિકા ઊભી થઈ છે ને એની દુષ્કરતાની પિછાણ છે. એટલે ગુણવાન કોણ છે ? એ ગૌણ બની જાય છે, ગુણ જોવા પર બહુમાન જાગે છે. આદિધાર્મિકની પણ પૂર્વભૂમિકામાં ગુણોની વાસ્તવિક ઓળખ હોતી નથી.
(૭) નિન્દાત્યાગ . નિન્દા ખુદ લોકનિત્ત્વ છે. એટલે એનાથી ડરતો હોવાના કારણે કોઈની નિંદા ન કરે.
(૮) આપત્તિમાં અદીનતા : ગંભીરતા અને ધીરતાના કારણે દીનતાથી બચી શકે છે.
(૯) સત્મતિજ્ઞત્વ : કોઈપણ પ્રતિજ્ઞા કે કાર્ય પોતાની શક્તિ- ભૂમિકા વગેરેનો વિચાર કરીને સ્વીકારે. પણ સ્વીકાર્યા પછી ઘણી મુશ્કેલીઓ આવે તો પણ ડગે નહીં.. આનાથી સત્ત્વનો વિકાસ થાય છે.
(૧૦) નમ્રતા: સંપત્તિના ઉપલક્ષણથી કોઈપણ ક્ષેત્રમાં આગળ વધતો જાય એમ નમ્ર બનતો જાય.. છતાં નમ્રતા ઔચિત્યપૂર્વક હોય. જેને તેને નમતો જાય તો તો લઘુતા થાય. નમ્રતાના કારણે જીવ વધુ ને વધુ આગળ વધતો જાય છે. ૧૪ બીજા પણ સદાચારોને આગળ જણાવે છે -
ગાથાર્થ : અવિરુદ્ધ કુલાચારપાલન, મિતભાષિતા, પ્રાણ કંઠગત થાય તો પણ ગહિંતમાં અપ્રવૃત્તિ.
ટીકાર્થ : ધર્માદિને પ્રતિકૂળ ન હોય તે અવિરુદ્ધ, એવા કુલાચારનું પાલન કરે. મિતભાષિતા=પ્રસ્તાવ હોય ત્યારે અલ્પ-હિતકર બોલવાનો સ્વભાવ. પ્રાણો કંઠ સુધી આવી જાય તો પણ લોકનિન્દ કાર્યમાં અપ્રવૃત્તિ.
વિવેચન : (૧૧) અવિરુદ્ધકુલાચારપાલન . જેમ માતપિતાની ધર્માદિની બાધક ઇચ્છાને અનુસરવાનું હોતું નથી, એમ ધર્માદિના બાધક કુલાચાર પાળવાના હોતા નથી, કારણ કે ધર્માદિ આરાધવાનો કાળ દુર્લભ છે. પણ એ સિવાયના કુલાચાર પાળવા જ જોઈએ, એનાથી સ્વચ્છંદતા અટકે છે. આ માટે સમાન કુલ વચ્ચે રહેવું- ઉચિત વિવાહ વગેરે સહાયક બની શકે છે. અંબડ પરિવ્રાજકને પહેલાં વ્રત હતું કે નહીં આપેલું પાણી પીવું નહીં. એટલે પછી પણ એ જાળવી રાખ્યું. નદી પાસે પાણી આપનારું કોઈ હતું નહીં, તો અનશન કરી પાંચમા દેવલોકે ગયો. કસાઈનો ધંધો ધર્મ વિરુદ્ધ હોવાથી તુલસ પાસે અભયકુમારે છોડાવ્યો.
(૧૨) મિતભાષિતાઃ વગર પ્રસ્તાવે તો બોલવું જ નહીં, પ્રસ્તાવ હોય ત્યારે પણ જે હિતકર હોય એવું પરિમિત બોલવું.
(૧૩) લોકનિંદિતમાં અપ્રવૃત્તિ : મરવું પડે તો મરવા તૈયાર, પણ લોકનિન્દકાર્ય કરે નહીં, કારણ કે લોકનિંદાને મોતથી પણ વધારે માનનારો છે. ll૧પ વળી અન્ય સદાચારો જણાવે છે