________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
रागो गुणिनि सर्वत्र निन्दात्यागस्तथाऽऽपदि ।
"
३७५
अदैन्यं, सत्प्रतिज्ञत्वं सम्पत्तावपि नम्रता ।। १४ ।।
राग इति । गुणिनि = गुणवति पुंसि रागः । सर्वत्र जघन्यमध्यमोत्तमेषु निन्दात्यागः = परिवादापनोदः । तथाऽऽपदि=विपत्तावदैन्यं= अदीनभावः । सत्प्रतिज्ञत्वं = प्रतिपन्नक्रियानिर्वाहणम् । सम्पत्तावपि=विभवसमागमेऽपि નમ્રતા ગૌવિત્યેન નમનશીનતા || ૧૪||
એમ ગંભીર હોય એ સ્વઉત્કર્ષમાં લીન ન બને, સ્વઅપકર્ષમાં દીન ન બને, એટલે કે બંને પરિસ્થિતિને ગળી જાય.
પ્રતિકૂળ અવસ્થામાં સત્ત્વસંપન્નતા એ ધીરતા છે, પછી ભલે એ પ્રતિકૂળ અવસ્થા કર્મકૃત હોય, સંયોગકૃત હોય કે ૫૨કૃત હોય. બીજાનાં કાર્ય કરી આપવામાં પોતાને જે આપત્તિ આવે, નુકસાન આવે એમાં, ધૈર્ય ન હોય તો ફરી જાય.. ને તેથી દાક્ષિણ્ય જાળવી ન શકે. એમ પરની પ્રસન્નતા માટે વારંવાર પણ ભોગ આપવો પડે ત્યારે ધીરતા હોય તો અકળાઈ ન જાય.
(૨) દયાલુત્વ : બીજાનું દુઃખ દૂર કરવાની ઇચ્છા એ દયા છે. દયા જ્યારે સ્વભાવમાં વણાઈ ગઈ હોય ત્યારે નિરુપધિ બને છે. અર્થાત્ જે પર છે એ પોતાનો કોઈ સ્નેહી-સ્વજન- મિત્રાદિ થતો નથી, તથા એનું દુઃખ દૂર કરવામાં પોતાનો કશો જ સ્વાર્થ નથી.. પણ બીજાનું દુઃખ જોઈ જ ન શકે, દિલ દ્રવી જ જાય.. ને તેથી એનું દુઃખ દૂર ક૨વાની ઇચ્છા સાહજિક બની રહે એ દયાળુત્વ છે. આનાથી અંતરાયો તૂટે છે ને પુણ્ય બંધાય છે. તોતડાની મશ્કરીથી જ્ઞાનના અંતરાય બંધાય ને એની દયાથી એ અંતરાય તૂટે. રોગીના તિરસ્કારથી આરોગ્યના અંતરાય બંધાય ને દયાથી આરોગ્યનું પુણ્ય પ્રાપ્ત થાય. આવું આધિ, વ્યાધિ, ઉપાધિ. દરેક દુઃખ અંગે જાણવું.
(૩) દીનોદ્ધાર : ૫૨નું દુઃખ દૂર કરવાની ઇચ્છા સક્રિય બની પ્રયત્ન કરાવે એ દીનોદ્વાર છે.
(૪) કૃતજ્ઞતા : બીજાઓએ પોતાના પર કરેલા ઉપકારને હંમેશાં યાદ રાખવો, અવસરે એને જીભ ૫૨ લાવવો.. અને ઉપકારીની એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો પોતે ભોગ આપીને પણ પ્રત્યુપકારની તૈયારી હોવી.. આ બધું જ કૃતજ્ઞતા છે.
(૫) જનાપવાદભીરુત્વ : લોકમાં નિન્દા થાય એ મોત કરતાં પણ આકરી લાગે. એટલે લોકનિન્દાથી સદા ભયભીતતા લોકનિન્ઘ કાર્યોથી દૂર રખાવે. ઘણી ઘણી ધર્મક્રિયા કે તપશ્ચર્યા કરનારો જો વેપા૨ વગેરેમાં કે પોતાના જીવનવ્યવહારમાં લોકનિન્થ કાર્ય કરતો હોય તો યોગની પૂર્વસેવામાં ટકી શકે નહીં. ॥૧૩॥ પૂર્વસેવારૂપ અન્ય સદાચારો જણાવે છે
ગાથાર્થ : ગુણવાન્ પર રાગ, સર્વત્ર નિંદાત્યાગ, આપત્તિમાં અદીનતા, સદ્ઘતિજ્ઞત્વ અને સંપત્તિમાં પણ
નમ્રતા..
ટીકાર્થ : ગુણવાન પુરુષ પર રાગ, સર્વત્ર=જઘન્ય, મધ્યમ, ઉત્તમ પુરુષોની નિંદાનો ત્યાગ, આપત્તિમાં અદીનભાવ, સત્પ્રતિજ્ઞત્વ=સ્વીકારેલી ક્રિયાનો નિર્વાહ કરવો, સંપત્તિ-વૈભવ મળવા પર પણ ઔચિત્યથી
નમ્રતા...