________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३७७ 'प्रधानेति । प्रधानकार्ये विशिष्टफलदायिनि प्रयोजने निर्बन्धः आग्रहः (=प्रधानकार्य-निर्बन्धः) । सद्व्ययः पुरुषार्थोपयोगी वित्तविनियोगः । (असद्व्ययोज्झन=) असद्व्ययस्य= तद्विपरीतस्योज्झनं त्यागः । लोकानुवृत्तिः लोकचित्ताराधनोचिता=धर्माविरुद्धा । प्रमादस्य= मद्यपानादिरूपस्य च वर्जनम् ।।१६।।
तपश्चान्द्रायणं कृच्छ्रे मृत्युघ्नं पापसूदनम् । आदिधार्मिकयोग्यं स्यादपि लौकिकमुत्तमम् ।।१७।।
तप इति । लौकिकमपि लोकसिद्धमपि, अपिर्लोकोत्तरं समुच्चिनोति, उत्तम= स्वभूमिकोचितशुभाध्यवसायपोषकम् ।।१७।।
ગાથાર્થ : પ્રધાનકાર્યનિબંધ, સદ્વ્યય, અસત્રયનો ત્યાગ, ઉચિત એવી લોકાનુવૃત્તિ, પ્રમાદનું વર્જન...
ટીકાર્થ : વિશિષ્ટફળદાયી કાર્ય એ પ્રધાન કાર્ય. એનો નિબંધ=આગ્રહ. સદ્વ્યય= ધનનો પુરુષાર્થને ઉપયોગી બને એવો વ્યય. અવ્યયનો ત્યાગ એનાથી વિપરીત હોય એવો દુર્વ્યય ન કરે. લોકાનુવૃત્તિ-લોકના ચિત્તની આરાધના, જે ધર્મને અવિરુદ્ધ હોય. મદ્યપાન વગેરે પ્રમાદનું વર્જન ત્યાગ.
વિવેચન : (૧૪) પ્રધાનકાર્યનિબંધ-આદિધાર્મિક જીવ પણ માનવભવની દુર્લભતા અને આયુષ્યની ક્ષણભંગુરતા પિછાણે છે માટે મામૂલી કાર્યમાં સમય બગાડતો નથી.
(૧૫) સવ્યય : (૧૭) અધ્યયત્યાગ.... ચૌદમો સદાચાર આ બંને સદાચારને ખેંચી લાવે છે. જે કંજુ સાઈથી અને ઉડાઉપણાથી જીવને બચાવે છે.
(૧૭) લોકાનુવૃત્તિઃ સામાન્ય પરિસ્થિતિમાં જનમાનસથી વિરુદ્ધ બોલે કે કરે નહીં. જનમાનસનું અનુસરણ પણ જો ધર્માદિપુરુષાર્થને વિરોધી હોય તો ન કરે.
(૧૮) પ્રમાદત્યાગ :... આદિધાર્મિકને મદ્યપાનાદિ કોઈપણ વ્યસન વગેરે પ્રમાદ હોય નહીં.
યોગબિન્દુ ગ્રન્થમાં આમાંથી દયાલુત્વ અને ગુણીપર રાગ... આ બે સદાચારોનો ઉલ્લેખ નથી, અને સજ્જન પ્રશંસા, વિસંવાદી વચનો ન બોલવાં તથા સર્વત્ર ઔચિત્યનું પાલન. એમ ત્રણ વધારાના સદાચારોનો ઉલ્લેખ છે. એટલે કુલ ઓગણીશ સદાચાર ત્યાં દર્શાવ્યા છે.
આ બધા સદાચારોનું પાલન જીવમાં યોગની ભૂમિકા ઊભી કરે છે. / ૧૦. (હવે ક્રમ પ્રાપ્ત કપરૂપ પૂર્વસેવાનું નિરૂપણ કરે છે )
ગાથાર્થ તપ ચાન્દ્રાયણ, કૃચ્છ, મૃત્યુક્ત અને પાપસૂદન આ પ્રમાણે કહેવાયેલો છે. આદિધાર્મિકને યોગ્ય લૌકિક તપ પણ ઉત્તમ ઠરે છે.
ટીકાર્થ : લૌકિક=લોકમાં પ્રસિદ્ધ. ઉપ શબ્દ લોકોત્તર તપનો સમુચ્ચય કરે છે. ઉત્તમ એટલે જે સ્વભૂમિકાને ઉચિત શુભ અધ્યવસાયનો પોષક હોય.
વિવેચનઃ આદિધાર્મિક જીવો જૈનશાસનને પામેલા હોય ને પામેલા ન પણ હોય. પામેલા જીવો માટે જૈનશાસનમાં કહેલો લોકોત્તર તપ શુભ અધ્યવસાયનો પોષક બને છે, નહીં પામેલા જીવોને લોકોત્તર તપ તો મળ્યો નથી. છતાં લોક પ્રસિદ્ધ તપ તેઓને મળ્યો છે. એમની ભૂમિકામાં એ તપ પણ એમને શુભ અધ્યવસાયનો
૧૦