SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ दर्शयद्भिः कुलाचारलोपादामुष्मिकं भयम् । वारयद्भिः स्वगच्छीयगृहिणः साधुसंगतिम् । । ९ । द्रव्यस्तवं यतीनामप्यनुपश्यद्भिरुत्तमम् । विवेकविकलं दानं स्थापयद्भिर्यथा तथा ।।१०।। अपुष्टालंबनोत्सिक्तैर्मुग्धमीनेषु मैनिकैः । इत्थं दोषादसंविग्नैर्हहा विधं विडम्बितम् ।।११।। द्वात्रिंशद्वात्रिंशिका दर्शयद्भिरिति । आमुष्मिकं = प्रेत्यप्रत्यवायविपाकलक्षणम् (... विपाकफलं इति पूर्वमुद्रितप्रते) । । ९ । । द्रव्यस्तवमिति। अपिना आगमे यतीनां तन्निषेधो द्योत्यते । अनुपश्यद्भिः = मन्यमानैः । । १० । । (પુÊતિ વ્યઃ ||૧૧|| [અસંવિગ્નોએ પોતાના મોહપ્રેરિત આચરણોથી વિશ્વની કેવી વિડંબણા કરી છે એને ૩ શ્લોકો વડે જણાવતા ગ્રન્થકાર કહે છે–] [અસંવિગ્નાચરણથી વિડંબણા] અયોગ્ય આચારોને કુલાચાર તરીકે જણાવી, ‘આનો લોપ કરશો તો પરલોકમાં એના વિપાક ભોગવવા પડશે’ એવો પરલોકસંબંધી ભય દેખાડતા, (અથવા ‘આપણા સાધુઓનો જ સંગ વગેરે કરવો એ તમારો કુલાચાર છે, એનો લોપ કરીને અન્ય સાધુઓનો સંગ કરશો તો પરલોકમાં એના વિપાક ભોગવવા પડશે' આવું દેખાડતા અને એ રીતે) સ્વગચ્છના ભક્ત ગૃહસ્થોને (અન્ય ગચ્છના) સાધુપુરુષો સાથે સંગ કરતા અટકાવતા, સાધુઓ માટે જેનો આગમમાં નિષેધ કર્યો છે (આટલો અર્થ અપિ શબ્દથી ઘોતિત થાય છે) તેવો પણ દ્રવ્યસ્તવ સાધુઓ માટે પણ ઉત્તમ છે એવું માનતાં, વિવેકશૂન્ય દાનની પણ ‘દાન તો જે કાંઇ આપીએ છીએ એનાથી લાભ જ લાભ છે' ઇત્યાદિ રીતે ગમે તેમ સ્થાપના કરતાં અપુષ્ટ આલંબનને પકડીને ઊભા થયેલા તેમજ મુગ્ધજીવો રૂપ માછલાંઓ અંગે માછીમાર સમાન (એટલે કે મુગ્ધજીવોને ઠગીને આત્મહિતરૂપ પ્રાણોથી વિયુક્ત કરનારા) એવા અસંવિગ્નોએ આ પ્રમાણે દોષથી હા! હા!! વિશ્વની વિટંબણા કરી છે.।।૯।।૧૦।।૧૧।। [અસંવિગ્નોની જ અન્ય અયોગ્ય વાતને ઉઘાડી પાડતાં ગ્રન્થકાર કહે છે–] ત્યાં સુધી ચોથ તો અપર્વતિથિ હતી. અપર્વમાં પર્વ કરવાનો નિષેધ હોવો તો સ્પષ્ટ જ છે. તેમ છતાં, સંવત્સરી પર્વ ચોથનું થયું છે ને એ ‘જીત’ કહેવાયું છે. શંકા - પણ તિથિ તો સિદ્ધાન્ત છે, સામાચારી નહીં. સામાચારીમાં ફેરફાર થઇ શકે, સિદ્ધાન્તમાં નહીં. તેથી તિથિમાં પણ ફેરફાર તો ન જ થઇ શકે ને? સમાધાન - શાસ્ત્રની અનભિજ્ઞતા વગેરેના કારણે થયેલી આ માત્ર ભ્રાન્તિ જ છે... નહીંતર તો શ્રી કાલિકસૂરિમહારાજ પણ પાંચમની ચોથ કરવા સ્વરૂપ ફેરફાર શી રીતે કરી શકત? તેઓશ્રીએ ચોથ કરી છે ને આખા સંઘે અપનાવી છે, માટે આત્મહિતેચ્છુએ આ ભ્રાન્તિ વહેલી તકે કાઢી નાખવા જેવી છે. [પૂ. કાલિકસૂરિ મહારાજની ગુરુપંરપરા (અને પોતે પણ ત્યાં સુધી) પાંચમની જ સંવત્સરી કરતા હતા અને ઉપદેશતા હતા, તેમ છતાં, ચોથની સંવત્સરી તેઓએ કરી એટલા માત્રથી તેઓ ‘વિરાધક’, ‘જિનાજ્ઞાભંજક’, ‘ગુરુદ્રોહી’, ‘પોતે ત્યાં સુધી જે કરતા હતા અને કહેતા હતા તેના કરતાં વિરુદ્ધ કરનારા તથા કહેનારા...' વગેરે દોષારોપણ થતું નથી-થયું નથી એ નોંધનીય છે. ](પુનમ-અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ કરવા એ શાસ્ત્રનિષિદ્ધ છે એવી પોતાની માન્યતા હોવા છતાં પૂ. સ્વ. આચાર્ય વિજયરામચન્દ્રસૂરિ મહારાજે પણ વિ. સંવત ૨૦૨૦
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy