________________
मार्ग- द्वात्रिंशिका
િિવક(જિલ્લેખ્ત)વહિતૂનીમમૂર્ર્ર પરિમોોત્તિ | I | | आद्यं ज्ञानात्परं मोहाद्विशेषो विशदोऽनयोः । एकत्वं नानयोर्युक्तं काचमाणिक्ययोरिव ।।८ ॥
બાઘમિતિ। જ્ઞાનં = તત્ત્વજ્ઞાનં, મોહઃ = ગારવમનતા ||૮||
७३
આમાંનું કલ્પપ્રાવરણ વગેરે રૂપ પ્રથમપ્રકારનું આચરણ તત્ત્વજ્ઞાનથી (સંયમપાલનાદિના ઉચિત ઉપાયના જ્ઞાનથી) થયું છે જ્યારે શ્રાદ્ધમમત્વ વગેરે રૂપ દ્વિતીય પ્રકારનું આચરણ રસ, ઋદ્ધિ અને શાતાગા૨વની મન્નતા રૂપ મોહથી થયું છે. વળી દરેક પ્રવૃત્તિમાં પ્રાણ તો આંતરિક ભાવ જ હોય છે. એટલે આ બે આચરણોમાં પ્રાણરૂપ આંતરિક ભાવોનો આ ભેદ એ જ એ બેનો આસમાન જમીનનો ભેદ છે. તેથી એ બેને કાચ અને માણેકની જેમ એક = સમાન રીતે પ્રમાણભૂત માનવા એ યોગ્ય નથી.”॥૮॥
#[આ અર્થાધિકાર માધ્યસ્થ્યપૂર્વક સૂક્ષ્મવિચાર માંગી લે છે. આચાર્યાદિ મહાત્માઓની પ્રવૃત્તિમાં જરાપણ ફેરફાર થયેલો કે કરેલો દેખાય તો એ પ્રવૃત્તિનો નિષેધ કરનાર શાસ્ત્રવચનોને કે તે પ્રવૃત્તિથી ભિન્નપ્રવૃત્તિ જણાવનાર શાસ્ત્રવચોનોને આગળ કરીને એ ફે૨ફા૨વાળી પ્રવૃત્તિને શાસ્ત્રવિરુદ્ધ કહેવાય કે નહિં ? તેમજ એવી પ્રવૃત્તિ કરનાર મહાત્માઓને વિરાધક, આજ્ઞાભંજક, ગુરુદ્રોહી, મિથ્યાત્વી, કુગુરુ વગેરે કહી શકાય કે નહીં ? કે પછી એ પ્રવૃત્તિ પણ જીત આચારરૂપ અને માર્ગરૂપ બને ?
શંકા - આવો પ્રશ્ન જ કેમ ઊઠાવવો પડે છે? જે આચરણ ‘જીત' રૂપ બની શકે છે એના માટે ધર્મરત્ન પ્રકરણની ૯૯ મી ગાથામાં ‘ણ ય પડિસિદ્ધ' અંશ પણ જણાવેલો છે. એટલે કે સૂત્રમાં જેનો નિષેધ ન હોય તે આચરણ જ માન્ય બની શકે. એટલે જો એ પ્રવૃત્તિનું નિષેધક શાસ્ત્રવચન મળતું હોય તો એ પ્રવૃત્તિ માર્ગરૂપ ન બનવાથી એને આદરનારા વિરાધક બને જ એ સ્પષ્ટ છે.
સમાધાન - આ ‘ણ ય પડિસિદ્ધ' જે કહ્યું છે તેનો અર્થ જેનો સર્વથા નિષેધ ન હોય તે' એવો લેવાનો છે, નહીં કે ‘જેનો સામાન્યથી પણ નિષેધ ન હોય તે...' અર્થાત્ જે સર્વથા નિષિદ્ધ હોય તે જ ‘જીત’ રૂપ બની શકતું નથી, એ સિવાયનું આચરણ તો, સામાન્યથી નિષિદ્ધ હોવા છતાં, ‘જીત’ રૂપ બની શકે છે.
શંકા - આવું શાના પરથી કહો છો?
સમાધાન - આવી સ્પષ્ટ અસન્દિગ્ધ તારવણી કરાવી આપનારા ઘણાં કારણો છે.
(૧) જો આવું ન માનીએ તો ગ્રન્થકારે બીજા માર્ગ તરીકે દર્શાવેલ ‘જીત’ નો ઉચ્છેદ જ થઇ જાય છે. કારણકે જે આચરણ શાસ્ત્રવિહિત છે તેનો તો ‘ભગવદ્વચન’ રૂપ પ્રથમમાર્ગમાં જ સમાવેશ છે. અને જે આચરણ શાસ્ત્રનિષિદ્ધ છે તેનો તો જીતમાં સમાવેશ થઇ શકતો નથી એમ તમે કહો છો.
શંકા - ના, જીતનો ઉચ્છેદ માનવાની આપત્તિ નથી, શાસ્ત્ર જે બાબતોનું વિધાન કરતું નથી કે નિષેધ કરતું નથી, કિન્તુ ઉદાસીન રહે છે, તેવી બાબતોનું દેશકાળાદિને આશ્રીને થતું આચરણ ‘જીત’ બની શકે છે.
સમાધાન - આવી કલ્પના ઉચિત નથી. ‘જીત' તરીકે માન્ય આચરણો માટે ‘અન્નહ ભજ઼િયં પિ સુએ’ ‘આઇન્નમન્નહચ્ચિય’ ‘શાસ્ત્રમાં અન્યથા કહેલું છે અને આચરણ અન્યથા જોવા મળે છે' આવું જે કહેલું છે એના પરથી જ શું એ જણાઇ જતું નથી કે જેવું આચરણ થયું છે એવું શાસ્ત્રવિહિત નથી, શાસ્ત્રવિહિત આચરણ એનાથી ભિન્ન હોય છે.
શંકા - પણ એમાં, એ આચરણ શાસ્ત્રનિષિદ્ધ છે એવું ક્યાં સિદ્ધ થયું?
સમાધાન – ‘એક વિશેષનું વિધાન અન્ય વિશેષના નિષેધમાં ફલિત થાય છે' આવો એક ન્યાય છે. જેમકે, ગૃહસ્થ માટે ન્યાયસંપન્ન વૈભવનું વિધાન કર્યું છે એનાથી જ અન્યાયોપાર્જિત વૈભવનો નિષેધ થઇ જાય છે. પ્રસ્તુતમાં ‘જે રીતનું આચરણ ગીતાર્થ સંવિગ્નોએ કરેલું છે એના કરતાં, અન્ય પ્રકારે શ્રૃતમાં વિધાન કર્યું છે' એવું જે જણાવ્યું છે તેનાથી જ, આ ન્યાયાનુસારે, જણાઇ જાય છે કે ગીતાર્થ સંવિગ્નોનું તે આચરણ નિષિદ્ધ હતું.
(૨) વળી શાસ્ત્રનિષિદ્ધ આચરણા ‘જીત' બની શકે નહીં એવું માનવામાં તો ધર્મરત્નપ્રકરણમાં કલ્પપ્રાવ૨ણ વગેરે જે ‘જીત’ ના ઉદાહરણો આપેલા છે એ બધા પણ અસંગત ઠરી જવાની આપત્તિ આવશે, કારણકે એ બધા શાસ્ત્રનિષિદ્ધ છે. એ અધિકારમાં સંવત્સરી અને ચોમાસીની તિથિના ફે૨ફા૨ને પણ ‘જીત' તરીકે જણાવેલ છે. જ્યાં સુધી સંવત્સરી પાંચમની હતી