________________
૭ધ
मार्ग-द्वात्रिंशिका अप्येष शिथिलोल्लापो न श्राव्यो गृहमेधिनाम्। सूक्ष्मोऽर्थ इत्यदोऽयुक्तं सूत्रे तद्गुणवर्णनात्।।१२।। ____ अपीति । एषोऽपि शिथिलानामुल्लापो यदुत 'न श्राव्यो गृहमेधिनां सूक्ष्मोऽर्थः' इत्यदः = वचनमयुक्तं, सूत्रे = भगवत्यादौ तेषां = गृहमेधिनामपि केषाञ्चिद् गुणवर्णनात्, ‘लद्धट्ठा गहिअट्ठा' इत्यादिना साधूक्तसूक्ष्मार्थपरिणामशक्तिमत्त्वप्रतिपादनात् । सम्यक्त्वप्रकरणप्रसिद्धोऽयमर्थः ।।१२ ।।
શિથિલાચારીઓનો આ પણ જે ઉલ્લાપ છે કે “ગૃહસ્થોને શાસ્ત્રોની સૂક્ષ્મ વાતો કહેવી ન જોઇએ.” તે યોગ્ય નથી, કેમકે ભગવતીજી વગેરે સૂત્રમાં કેટલાક ગૃહસ્થોના વર્ણનમાં લદ્ધા ગહિઅટ્ટા' વગેરે વિશેષણો વપરાયાં છે જે વિશેષણો તેઓએ શાસ્ત્રના સૂક્ષ્મ અર્થને જાણેલો છે' ઇત્યાદિ જણાવે છે. તેમજ આનાથી “સાધુ વડે કહેવાતા સૂક્ષ્મ પદાર્થોને પરિણાવવાની તેઓમાં શક્તિ હોય છે એનું પ્રતિપાદન થાય છે. આ વાત સમ્યક્ત પ્રકરણમાં પ્રસિદ્ધ છે. એટલે જે ગૃહસ્થો સૂક્ષ્મ બાબતોને પરિણાવી શકતા હોય તેઓને તેનાથી નુકશાન થવાનો સંભવ રહેતો નથી. તો એ બાબતો તેમને શા માટે ન જણાવવી?I૧૨ આિવા શિથિલાચારી અસંવિગ્નો સાચા સાધુઓની જે નિંદા કરે છે તેનો ફલિતાર્થ દેખાડતાં ગ્રન્થકાર કહે છે –.
# જેમકે શ્રીસૂયગડાંગના બીજા શ્રુતસ્કંધના સાતમા નાલન્દીય અધ્યયનના પ્રારંભે લેપ નામના શ્રમણોપાસકના લદ્ધદે ગડિયટ્ટે પુચ્છિયદ્રે વિશિશ્કિય અભિગડિયટ્ટે આવા વિશેષણો કહેલાં છે જેનો અર્થ આ પ્રમાણે છે-- લબ્ધાર્થ =તત્ત્વના જાણકાર, ગૃહીતાર્થ = મોક્ષમાર્ગ સ્વરૂપ અર્થને ગ્રહણ કરેલો છે, પૃષ્ટાર્થ = જેણે વિશેષ પ્રકારે અર્થ પૂછેલો છે, અને તેથી વિનિશ્ચિતાર્થ = જેણે વિશેષ પ્રકારે અર્થનો નિશ્ચય કર્યો છે, અભિગતાર્થ = જેણે એ અર્થ પ્રતીત થયો છે તે. થી ૨૦૪૭ સુધી એવી જે આચરણા કરી ને એ પૂર્વે તથા પછી એનાથી ભિન્ન આચરણા કરી, તો આ બેમાંથી કઇ આચરણા શાસ્ત્રસિદ્ધ ને કઇ શાસ્ત્રનિષિદ્ધ ? બેમાંથી એક તો શાસ્ત્રનિષિદ્ધ હશે જ? એ અંગે એમને શાસ્ત્રપાઠ પૂછવા જોઇએ? તથા, પહેલાં તેઓ જુદું કરતા હતા, હવે જુદું કરે છે, અસ્થિરમનના છે... આવું બધું કહી શકાય? તથા એ શાસ્ત્રનિષિદ્ધ આચરણા જે આચરી એ વિરાધના કરી એમ કહી શકાય?
“પણ એ તો અભિયોગ વગેરે પરિસ્થિતિવશાત્ એમણે એવી આચરણા કરવી પડેલી.”
છતાં, ચતુર્વિધ સંઘના એમને અનુસરનારા સભ્યોને પણ એ આચરણાનું પ્રાયશ્ચિત્ત કરાવવામાં નથી આવ્યું એ જણાવે છે કે એ આચરણ સામાન્યથી શાસ્ત્રનિષિદ્ધ હોવા છતાં વિરાધના રૂપ નહોતી, ને તેથી માર્ગરૂપ હતી.
સંવિગ્નગીતાર્થ મહાત્માઓ પણ પટ્ટક વગેરે દ્વારા જે ફેરફાર કરે છે તે દેશ-કાળાદિની પરિસ્થિતિવશાત્ જ કરે છે ને તેથી એવો ફેરફાર વિરાધનારૂપ ન બનતા માર્ગરૂપ જ બને છે એ સ્વીકારવું જોઇએ.).
પૂર્વે, શ્રીઆચારાંગજીનું શસ્ત્રપરિજ્ઞા અધ્યયન સૂત્રથી અને અર્થથી ભણી લીધા બાદ જ શિષ્યની વડી દીક્ષા કરવાનું વિધાન હતું. એટલે એ પૂર્વે વડી દીક્ષા કરવાનો નિષેધ હતો એ સમજી શકાય છે. અને હવે?... શ્રીઆચારાંગજીને ભણે એ પૂર્વે જ શ્રીદશવૈકાલિકસૂત્રના ષડૂજીવનિકાય અધ્યયનને શિષ્ય સૂત્રથી-અર્થથી ભણી લે એટલે વડી દીક્ષા કરવામાં આવે છે. આ આચરણ પણ “જીત' કહેવાયું છે. ‘વિરાધના' નહીં.
એટલે, શાસ્ત્રનિષિદ્ધ હોવા માત્રથી, વિવક્ષિત આચરણા “જીત' રૂપ બની ન શકે, એ ‘વિરાધના' જ કહેવાય એવું કહી શકાતું નથી,
: (૩) અનેક શાસ્ત્રવચનો પણ આ નિષ્કર્ષ પર પહોંચવા પ્રેરે છે કે જે આચરણા શાસ્ત્રનિષિદ્ધ હોય છે, તેવા દેશકાલ વગેરેને લક્ષમાં લઇને ગીતાર્થ સંવિગ્નોથી આચરવામાં આવે તો “જીત' રૂપ બને છે, વિરાધના રૂપ નહીં. જેમકે આચરણામાં કોઇપણ ફેરફાર માટે કયા આગમવચન સામે જોવું? એ માટે ધર્મરત્નપ્રકરણના વૃત્તિકારે કહ્યું છે કે --
दोसा जेण णिरुज्झन्ति, जेण खिज्जति पुव्वकम्माई। सो सो मुक्खोवाओ रोगावत्थासु समणं व।। અર્થ - જેનાથી દોષો દૂર થતા જાય, જેનાથી પૂર્વબદ્ધકર્મોનો નાશ થતો જાય તે બધું મોક્ષના ઉપાયરૂપ છે (એટલે કે માર્ગ