SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ मार्ग-द्वात्रिंशिका ૬૭ जीतप्राधान्यानादरे तत्प्रतिपादकशास्त्रानादराव्यक्तमेव नास्तिकत्वमिति भावः ।।२।। अनुमाय सतामुक्ताचारेणागममूलताम्। पथि प्रवर्तमानानां शंक्या नान्धपरंपरा ।।३।। ___अनुमायेति । उक्ताचारेण = संविग्नाशठगीतार्थाचारेण आगममूलतामनुमाय सतां = मार्गानुसारिणां पथि = महाजनानुयातमार्गे प्रवर्तमानानामन्धपरंपरा न शंक्या = न शंकनीया । इत्थं चात्रागमवोधितेष्टोपायપ્રતિપાદક શાસ્ત્રમાં સંભળાય છે. એટલે જીતવ્યવહારને-શિષ્ટાચારને પ્રવર્તક તરીકે સ્વીકારી પ્રધાનપણે અનુસરવામાં ન આવે તો એના પ્રાધાન્યને જણાવનાર શાસ્ત્રનો અનાદર થાય એ સ્પષ્ટ છે. અને જિનવચનમય શાસ્ત્રનો અનાદર કરવાથી તો નાસ્તિકતા જ આવી જાય એ ચોખ્ખું ચણાક છે. [આમ શિષ્ટાચારનો આદર કરવામાં પણ જિનાજ્ઞા ૨હેલી જ છે, માટે એના અનાદરની શંકાયોગ્ય નથી.]llો શિકા - આગમવચનમાં જે વિધ્યર્થપ્રત્યય વપરાયો હોય છે તેનાથી ઇષ્ટના ઉપાય રૂપે જાણી પ્રવર્તવું એ શિષ્ટો માટે યોગ્ય છે. વર્તમાનમાં જીતવ્યવહાર પ્રધાન છે' એવા આગમવચનમાં તે તે આચારોને ઇષ્ટના ઉપાય તરીકે જણાવનાર વિધ્યર્થપ્રત્યય તો કોઇ છે નહીં. જેને ઇષ્ટોપાય રૂપે જાણી ન હોય એવી તો કોઇ પ્રવૃત્તિ શિષ્ટો કરતા નથી. માટે આવા આચરણને અનુસરવું એ તો એક પ્રકારની અંધપરંપરા જ બની રહેશે ને! આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે–] સંવિગ્ન અશઠ ગીતાર્થોના આચરણથી “તેઓએ આચરેલ આ પ્રવૃત્તિ આગમમૂલક છે' એવું અનુમાન કરીને, મહાજને આચરેલા માર્ગમાં પ્રવૃત્તિ કરતાં માર્ગાનુસારી સજ્જનો માટે “આ અંધ પરંપરા છે' એવી શંકા ન કરવી. આિશય એ છે કે તે તે આચરણ વિશેનાં વચનો ઉપલબ્ધ આગમમાં ન મળતાં હોય તો પણ, માર્ગાનુસારી સજ્જનો “આ બધા આચરે છે, માટે આપણે પણ આચરીએ' એટલે માત્ર વિચારીને ગાડરિયા પ્રવાહ રૂપે એ આચરણોને નથી આચરતાં, કિન્તુ “સંવિગ્ન અશઠ ગીતાર્થ મહાપુરુષો આને આચરે છે એટલે અવશ્ય એ આગમમાં કહ્યું હોવું જોઇએ એ પ્રમાણે અનુમાન કરી આગમોક્ત આચરણ રૂપે જ એને આચરે છે. માટે તેઓની એ પ્રવૃત્તિ ગાડરિયાં પ્રવાહ રૂપ હોતી નથી.]. શિષ્ટાચારમાં પ્રવર્તકતા] આમ અહીં જે કહ્યું કે “ઉક્ત આચરણ પરથી અનુમાન કરીને માર્ગાનુસારી સજ્જનો પ્રવૃત્તિ કરે છે તેના પરથી માનવું પડે છે કે તેઓએ કરેલું એ અનુમાન (વિધિ) આગમ બોધિત ઇષ્ટોપાયતાકત્વનું જ હોવું જોઇએ, માત્ર આગમમૂલકત્વનું નહીં. એટલે કે “આ આચરણ આગમમૂલક છે, કારણકે સંવિગ્ન અશઠ ગીતાર્થો એને આચરે છે, જેમકે મહાવ્રતપાલન' એટલું જ અનુમાન કરીને તેઓ એ પ્રવૃત્તિ કરે છે એવું નથી, કિન્તુ આ આચરણમાં (આગમગત વિધિપ્રત્યયથી) આગમથી જણાયેલી ઇષ્ટસાધનતા રહેલી છે, કેમકે સંવિગ્ન અશઠ ગીતાર્થો એને આચરે છે, જેમકે મહાવ્રતપાલન' આવું અનુમાન કરીને જ સજ્જનો તેની પ્રવૃત્તિ કરે છે... આવું અનુમાન કેમ માનવું પડે છે? એ સમજવા વિચારણા પ્રવૃત્તિ માટે ઇષ્ટસાધનતનું જ્ઞાન આવશ્યક છે, માત્ર આગમમૂલકત્વનું જ્ઞાન એના માટે પરિપૂર્ણ નથી. (જિનપૂજામાં આગમમૂલકત્વનું જ્ઞાન હોવા છતાં ઇષ્ટસાધનત્વનું જ્ઞાન ન હોવાથી સાધુઓ પ્રવર્તતા નથી.) * સંવેગી ઉપાશ્રયની હ. લ. પ્રતમાં “વત્ર વિધિવધિને...' ઇત્યાદિ પાઠ છે. તેમાં આગમગતવિધિબોધિત. ઇત્યાદિ અર્થ જાણવો.
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy