________________
૬૮
द्वात्रिंशद्वात्रिंशिका ताकत्वमेवानुमेयं, आगमग्रहणं चान्धपरंपराशंकाव्युदासाय, इति नागमकल्पनोत्तरं विध्यर्थवोधकल्पनाद्वारव्यवधानेन प्रवर्तकतायाः शब्दसाधारण्यक्षतिः, अप्रत्यक्षेणागमेन प्रकृतार्थस्य वोधयितुमशक्यत्वात्, એટલે પ્રસ્તુતમાં આગમમૂલકત્વનું અનુમાન કર્યા પછી પણ ઇષ્ટ સાધનતાનું જ્ઞાન (‘આ મારા ઇષ્ટનું સાધન છે' એવું જ્ઞાન) કરવાનું તો ઊભું જ રહે છે. આ જ્ઞાન કર્યું કરવું? કેવી રીતે કરવું?
આગમવચનથી એ ઇષ્ટસાધનતાનું જ્ઞાન થવું માની શકાતું નથી. કારણકે જીતવ્યવહાર તરીકે અભિપ્રેત પ્રસ્તુત આચરણોને જણાવનાર કોઇ આગમવચન ઉપલબ્ધ આગમોમાં સાંભળવા મળતું નથી. એટલે અપ્રત્યક્ષ આગમથી ‘વિવક્ષિત આચરણ ઇષ્ટ સાધન છે' એવો એ પ્રસ્તુત અર્થનો બોધ થવો શક્ય નથી.
પ્રશ્ન – ગીતાર્થના આચરણ પરથી આગમમૂલકત્વનું જે અનુમાન કરવામાં આવે છે તેમાં આગમ એ પણ એક પ્રકારનું વચન જ છે. એટલે ગીતાર્થના આચારણ પરથી એવા આગમવચનમૂલકત્વનું અનુમાન કરવું કે જે ઇષ્ટસાધનત્વને જણાવનાર વિધિપ્રત્યયથી ઘટિત જ હોય. એટલે અપ્રત્યક્ષ હોવા છતાં અનુમેય એવા તે આગમવચનથી તે ઇષ્ટ સાધનત્વનું જ્ઞાન થઇ શકે છે
ઉત્તર – આ વાત પણ અયોગ્ય છે. કારણકે ગીતાર્થ આચરણ પરથી અનુમિત થતા આગમવચનની વર્ણાનુપૂર્વી કોઇ નિશ્ચિત થઇ શકતી નથી. એટલે કે આગમવચનમાં ક્યા શબ્દો કયા ક્રમે વપરાયા હશે તે નક્કી કરી શકાતું નથી. દા. ત. કલ્પ(કપડાં) નું પ્રાવરણ એક ગીતાર્થ આચરણ રૂપ છે. એને જણાવનાર આગમવચન “કલ્પાનાં પ્રાવરણ કુર્યાતું” આવું હશે કે “કલ્યાનું પ્રાવૃણયાત્' આવું હશે કે અન્ય કોઇ? ઇત્યાદિ નક્કી કરી શકાતું નથી. જે વચનના ઘટકીભૂત શબ્દોનો નિર્ણય ન થઇ શકતો હોય તે વચન પણ અનિર્ણાત જ રહે છે. અને અનિર્ણાત વચન તો અર્થબોધક પણ શી રીતે બને? માટે જ તો સિદ્ધાન્તમુક્તાવલિની દિનકરી ટીકામાં કહ્યું છે કે “સ્થતે = અનુમીયતે મનેન ર મંતી સમાપ્તિદેતુત્વેડનુમાનવ પ્રમાાં, ન તુ શિષ્ટ વીરાનુમતી श्रुतिः, इदानीमानुपूर्वीविशेषनिर्णयाभावेन तस्या अवोधकत्वाद् ।'
અર્થ - કલ્પાય છે = અનુમાન કરાય છે. આમ “અનુમાન કરાય છે' એવું કહીને એ સૂચિત કર્યું છે કે મંગલ સમાપ્તિનું કારણ છે એ બાબતમાં અનુમાન જ પ્રમાણ છે, નહીં કે શિષ્ટાચાર પરથી શ્રુતિનું અનુમાન કરી એ શ્રતિરૂપ આગમ પ્રમાણ. તે પણ એટલા માટે કે હમણાં એ શ્રુતિના અનુમાન પરથી પણ શ્રુતિની વર્ણાનુપૂર્વાવિશેષનો નિર્ણય કરી શકાતો ન હોવાથી એવી અનિર્ણાત શ્રુતિ અબોધક છે.” માટે અપ્રત્યક્ષ આગમથી ઇષ્ટ સાધનત્વરૂપે પ્રસ્તુત અર્થનો બોધ થઇ શકતો નથી એ નક્કી થયું. દ્વાદશાંગી રૂપ આગમસમુદ્રમાં ચોક્કસ શબ્દોથી બનેલ હોવા રૂપે વ્યવસ્થિત એવું જે આગમવચન પ્રસ્તુત અર્થનો બોધ કરાવી શકે એવું રહ્યું હશે તે તો હાલ ઉપસ્થિત નથી. તેથી એ પણ બોધક નથી. આમ તે તે આચરણના ઇષ્ટસાધનત્વને જણાવનાર તે તે વિશેષ આગમવચન પ્રત્યક્ષ કે અનુમાનથી જાણી શકાતું નથી. તેથી બધા આચરણો અંગે સામાન્યથી જ અનુમાન કરી શકાય છે. કહ્યું છે કે “આચરણા પણ આજ્ઞા = આગમ જ છે.” [આ ઉપચરિત વચન જાણવું. વાસ્તવિક અર્થ એનો પણ પ્રસ્તુતમાં આવો જાણવો કે આચરણામાં પણ આજ્ઞા રહેલી જ હોય છે.
Jઆ જ કારણે આગમબોધિતષ્ટોપાયકત્વના અભિપ્રેત અનુમાનમાં પણ એ સામાન્યથી જ અનુમાન જાણવું]
આમ ગીતાર્થઆચરણ પરથી “એ આગમમૂલક છે' એટલું જ જો અનુમાન કરવામાં આવે ને “આ આચરણ આગમવચનથી જણાયેલી ઇષ્ટસાધનતાવાળું છે, કેમકે અશઠગીતાર્થોથી આચરાયેલું છે, જેમકે મહાવ્રતપાલન” આવું અનુમાન અશક્ય રહે તો ઇષ્ટસાધનતાનું જ્ઞાન આગમથી થયેલું હોવું માની શકાતું નથી. એટલે એ જ્ઞાન માટે “વિવલિત આચરણ ઇષ્ટસાધન છે, કેમકે આગમમૂલક છે' ઇત્યાદિ રૂપ અનુમાન જ કરવું પડે છે. એ