________________
द्वात्रिंशद्वात्रिंशिका | સથ મન્નિશિહા સારૂ I देशनया मार्गो व्यवस्थाप्य इति तत्स्वरूपमिहोच्यते - मार्गः प्रवर्तकं मानं शब्दो भगवतोदितः। संविग्नाशठगीतार्थाचरणं चेति स द्विधा ।।१।। ___मार्ग इति । प्रवर्तकं = स्वजनकेच्छाजनकज्ञानजननद्वारा प्रवृत्तिजनकं मानं = प्रमाणम् । स च भगवता = सर्वज्ञेनोदितो विधिरूपः = शब्दः । संविग्नाः = संवेगवन्तोऽशठाः = अभ्रान्ता गीतार्थाः = स्वभ्यस्तसूत्रास्तेिषामाचरणं चेति द्विधा, विधेरिव शिष्टाचारस्यापि प्रवर्तकत्वात् । तदिदमाह धर्मरत्नप्रकरणकृत्-'मग्गो आगमणीई अहवा संविग्गवहुजणाइण्णं त्ति ।।१।। द्वितीयानादरे हन्त प्रथमस्याप्यनादरः। जीतस्यापि प्रधानत्वं सांप्रतं श्रूयते यतः ।।२।।
द्वितीयेति । द्वितीयस्य = शिष्टाचरणस्यानादरे = प्रवर्तकत्वेनानभ्युपगमे हंत प्रथमस्यापि = भगवद्वचनस्याप्यनादर एव, यतो जीतस्यापि सांप्रतं प्रधानत्वं व्यवहारप्रतिपादकशास्त्रप्रसिद्धं श्रूयते । तथा च
કયા જીવને કેવી દેશના આપવી એ ગઇ બત્રીશીમાં જણાવ્યું. એ દેશનાથી મોક્ષમાર્ગની વ્યવસ્થા કરવાની હોય છે. એટલે હવે આ ત્રીજી બત્રીશીમાં તે માર્ગનું સ્વરૂપ કહેવાય છે.--
(૧) સ્વજનક જે ઇચ્છા તેનું જનક જે જ્ઞાન તેને ઉત્પન્ન કરવા દ્વારા જે પ્રવૃત્તિ જનક બનતું હોય તેવું પ્રમાણ એ માર્ગ છે. આમાં સ્વ એટલે પ્રવૃત્તિ. એટલે કે માર્ગ તરીકે અભિપ્રેત પ્રમાણ, જ્ઞાનને ઉત્પન્ન કરે છે. એ જ્ઞાન તેવી ઇચ્છા પેદા કરે છે. અને એ ઇચ્છા પ્રવૃત્તિ કરાવે છે. આમ તથાવિધ જ્ઞાનજનન દ્વારા પ્રવર્તક બનતું પ્રમાણ એ માર્ગ છે. આ માર્ગ બે પ્રકારે છે. (૧) સર્વજ્ઞ ભગવંતે કહેલ વિધ્યર્થપ્રયોગ યુક્ત શબ્દ અને (૨) સંવિગ્ન અશઠ ગીતાર્થોનું આચરણ. આમાં અશઠ એટલે પોતે આચરેલ આચરણના નિર્ણયમાં અબ્રાન્ત અને ગીતાર્થ એટલે સૂત્ર અને અર્થના સુંદર અભ્યાસવાળા (એટલે કે એ અભ્યાસના કારણે સ્ત્રાર્થની ઉપસ્થિતિવાળા તેમજ પૂર્વાપરવિરોધ ન રહે એ રીતે તાત્પર્યને પામેલા.) વિધ્યર્થપ્રયોગ જેમ પ્રવર્તક છે તેમ યથોક્ત શિષ્ટાચાર પણ પ્રવર્તક છે જ, માટે એ પણ “માર્ગ' રૂ૫ છે. આ વાત ધર્મરત્નપ્રકરણકાર શ્રી -શાંતિસૂરિ મહારાજે આ રીતે કહી છે – “માર્ગ આગમનીતિરૂપ છે અથવા સંવિગ્નબહુજનથી આચરાયેલ આચાર રૂપ છે. [૧] [શંકા - ઉપદેશપદમાં પદાર્થ, વાક્યર્થ વગેરેની પ્રરૂપણામાં દંપર્યાર્થ તરીકે “સર્વજ્ઞવચન રૂપ આજ્ઞા ધર્મમાં સાર છે'એવું ફલિત કરી દેખાડ્યું છે. તેથી સર્વજ્ઞવચનનો આદર કરવો એ બરાબર છે, પણ સંવિગ્નગીતાર્થના આચરણને માર્ગ માની એનો આદર કરવો શી રીતે યોગ્ય કહેવાય? આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે...]
શિષ્ટાચાર પણ આદરણીય]. શિષ્ટાચાર રૂ૫ દ્વિતીય માર્ગનો પ્રવર્તક તરીકે ન માનવા રૂપ અનાદર કરવામાં ભગવદ્વચન રૂપ પ્રથમ માર્ગનો પણ અનાદર જ થાય છે, કારણકે “શિષ્ટાચાર રૂ૫ જીત વર્તમાનમાં પ્રધાન છે' એવું કથન વ્યવહાર
१. उभयाणुसारिणी जा सा मागणुसारिणी किरिया ।। इत्युत्तरार्द्धः ।।८।।